• Home
  • News
  • કોરોના વાઇરસથી અસરગ્રસ્ત વિસ્તારોમાં ટ્રાવેલ કરતા પહેલાં ગૂગલ મેપ અલર્ટ કરશે, રિસ્ટ્રિક્ટેડ બોર્ડરની પણ જાણકારી મળશે
post

ગૂગલ મેપની આ નવી સુવિધાની મદદથી યુઝર્સ રિસ્ટ્રિક્ટેડ બોર્ડરની પણ માહિતી મેળવી શકશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-09 12:08:50

દિલ્હી: ગૂગલ મેપ સરળતાથી તમને જ્યાં જવું હોય ત્યાં રસ્તો બતાવીને પહોંચાડી દે છે. પરંતુ હવે આ એપ્લિકેશનમાં એક નવું ફીચર ઉમેરવામાં આવ્યું છે. હવે આ મેપ સર્વિસમાં યુઝર્સને કોરોના અસરગ્રસ્ત વિસ્તારોની મુસાફરી કરતાં પહેલાં અલર્ટ કરવામાં આવશે. કોરોના રોગચાળા વચ્ચે કોવિડ-19થી અસરગ્રસ્ત વિસ્તારોની સચોટ માહિતી આપવા માટે ગૂગલ મેપમાં આ સુવિધા ઉમેરવામાં આવી છે. ગૂગલનું આ નવું ફીચર યુઝર્સને બીજી પણ ઘણી સુવિધા આપશે. ઉદાહરણ તરીકે, કોઈ ચોક્કસ સમયે ટ્રેન સ્ટેશન પર કેટલી ભીડ હોઈ શકે છે અથવા એક ચોક્કસ રૂટ પર બસ નિયમિત સમયે દોડી રહી છે કે નહીં વગેરે જેવી જાણકારી પણ મળશે.

આ દેશોમાં સર્વિસ શરૂ થશે

·         કંપનીએ એક બ્લોગ પોસ્ટમાં જણાવ્યું કે, આ નવી સર્વિસ ભારત, આર્જેન્ટિના, ફ્રાંસ, નેધરલેન્ડ, યુનાઇટેડ સ્ટેટ્સ અને યુનાઇટેડ કિંગડમથી શરૂ થઈ રહી છે. ગૂગલ મેપની આ નવી સુવિધાની મદદથી યુઝર્સ રિસ્ટ્રિક્ટેડ બોર્ડરની પણ માહિતી મેળવી શકશે.

·         તાજેતરના મહિનાઓમાં કંપનીએ લોકડાઉન હેઠળ એક્ટિવિટીની તપાસવા અને આરોગ્ય અધિકારીઓને એ રિસર્ચ કરવામાં મદદ કરવા માટે 131 દેશોમાં ગૂગલ યુઝર્સના ફોનમાંથી ડેટાનું વિશ્લેષણ કર્યું છે કે શું લોકો સોશિયલ ડિસ્ટર્બન્સ અને વાઇરસ પર નિયંત્રણ મેળવવા માટે આપવામાં આવેલા આદેશોનું પાલન કરી રહ્યા છે કે નહીં.

·         ગૂગલે તેના સર્ચ એડવર્ટાઇઝિંગ બિઝનેસથી લઈને વિશ્વભરના ડિજિટલ મેપ પર અબજો ડોલરનું રોકાણ કર્યું છે. આ સાથે જ દર મહિને 1 અબજ યુઝર્સને તેની ફ્રી ઓફ કોસ્ટ નેવિગેશન એપ તરફ અટ્રેક્ટ કર્યાં છે.

ગૂગલ મેપ પર કોવિડ-19 સંબંધિત અપડેટ મળશે

·         જો તમારા શહેરમાં કોવિડ-19ની અસર હોય તો હવે તમે ગૂગલ મેપની મદદથી અસરગ્રસ્ત વિસ્તારો વિશે જાણી શકશો. આ ઉપરાંત, જો તમે ગુગલ મેપ્સ હોમ સ્ક્રીન પર અલર્ટ ઓપ્શન પસંદ કરશો તો કરન્ટ મેપ વ્યૂના આધારે તે વિસ્તાર સાથે સંબંધિત કામની લિંક્સ પણ મળશે.

·         કોઈ રેસ્ટોરાંમાંથી ઓનલાઇન ઓર્ડર કરતી વખતે તમે એ વિસ્તાર કોવિડ-19થી અસરગ્રસ્ત છે કે નહીં તે વિશેની માહિતી મેળવી શકશો. તેમજ, જે વિસ્તાર બંધ હશે તેની માહિતી પણ તમને ગૂગલ મેપ પર મળી જશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post