• Home
  • News
  • ગૂગલ આ વર્ષે નવી ભરતી કરશે નહીં, વ્યૂહાત્મક રોકાણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે
post

ડેટા સેન્ટર્સ અને માર્કેટિંગ જેવા ક્ષેત્રોમાં રોકાણ કરવાની યોજના છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-17 10:43:06

નવી દિલ્હી: કોરોનાની ખરાબ અસર લગભગ બધી મોટી કંપનીઓને થઇ છે. ગયા વર્ષે, 20,000 લોકોને રોજગારી આપનાર ગૂગલ આ વર્ષે પણ આટલી જ નોકરીઓ આપવાનું વિચારી રહ્યું હતું. જો કે, કોવિડ-19ને કારણે વૈશ્વિક આર્થિક મંદીની વચ્ચે ગૂગલ હવે આ વર્ષે નવી નોકરીઓ આપવાના બદલે પોતાનું ધ્યાન વ્યુહાત્મક રોકાણ કરવા પર કેન્દ્રિત કરશે. કંપની હાલમાં ડેટા સેન્ટર્સ અને માર્કેટિંગ જેવા ક્ષેત્રોમાં રોકાણ કરવાની યોજના બનાવી રહી છે. તેમણે આ માહિતી પોતાના કર્મચારીઓને એક ઇમેઇલ દ્વારા આપી હતી.

રોકાણ કરવાનું ચાલુ રાખશે
કંપનીએ એક નિવેદનમાં કહ્યું છે કે, અમે થોડા સમય માટે ભરતી પ્રક્રિયાને સરળ બનાવવા માંગીએ છીએ. અત્યારે અમારું ધ્યાન અન્ય ક્ષેત્રોમાં વ્યવસાય વધારવાનો છે. ગૂગલના CEO સુંદર પિચાઇએ કહ્યું કે, હાલમાં, વિશ્વની અર્થવ્યવસ્થા 2008ની નાણાકીય કટોકટી જેવી જ પરિસ્થિતિમાં છે અને આપણે 2008ના સંજોગોમાંથી શીખવું જોઈએ. સુંદર પિચાઇએ જણાવ્યું હતું કે, કર્મચારીઓની ઓછી ભરતી કરવાના હોવા છતાં અમે રોકાણ કરવાનું ચાલુ રાખીશું.

કંપનીનું ધ્યાન આ ક્ષેત્રો તરફ રહેશે

·         જાયન્ટ્સ ટેક કંપની ડેટા સેન્ટર

·         મશીન લર્નિંગ

·         બિન-વાણિજ્યિક આવશ્યક માર્કેટિંગ

·         ટ્રાવેલ ઉદ્યોગ

નાના ઉદ્યોગકારો માટે 80 કરોડ ડોલરની સહાય કરી
તાજેતરમાં, કોરોના વાયરસ સામે લડવા માટે, પિચાઇએ ગીવ ઇન્ડિયાને રૂ 5 કરોડ આપવાની જાહેરાત કરી હતી. અગાઉ, ગૂગલે કોવિડ-19 રોગચાળા સામે લડવાના પ્રયત્નોના ભાગ રૂપે 80 કરોડ ડોલરથી વધુની સહાયની જાહેરાત કરી હતી. આમાં એનજીઓ અને બેંકો માટે 20 કરોડનું રોકાણ ફંડ શામેલ છે, જે નાના ઉદ્યોગોને મૂડી વધારવામાં મદદ કરશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post