• Home
  • News
  • કતાર એરબેઝના સ્ટાફની દાદાગીરી:અમદાવાદ એરપોર્ટ પર US જતાં 25 અમદાવાદી સાથે પોલીસ જેવું વર્તન; કેટલાક વિદ્યાર્થીઓ રડી પડ્યાં
post

હેન્ડ બેગમાં 7 કિલો વજન લઈ જવાની છૂટ છતાં માત્ર લેપટોપને મંજૂરી આપી

Written By newsonline | Ahmedabad | Published: 2022-04-05 11:57:05

અમદાવાદ એરપોર્ટ પર રવિવારે પરોઢિયે અમદાવાદથી લોસ એન્જલસ જતી ફ્લાઇટનાં 25 મુસાફરોને કતાર એરવેઝના સ્ટાફના વર્તનથી હેરાનગતિ થઇ હતી. કેટલાય વિદ્યાર્થીઓ તો રડી પડ્યા હતાં. સ્ટાફે બધાને હેન્ડ બેગેજમાં માત્ર લેપટોપ લઇ જવા દેતાં સીલ કરેલી બેગો ખોલવી પડી હતી. જેના કારણે સામાન અસ્તવ્યસ્ત થઇ ગયો હતો.

કતાર એરવેઝના સ્ટાફે દાદાગીરી કરી
એક ફ્લાઇટ પેસેન્જર યુવતીનાં પિતા અશ્વિન ચૌધરીએ ભાસ્કરને જણાવ્યું કે, મારી દીકરી યુએસમાં એચ-વન વિઝા પર જોબ કરે છે. તે અને તેના કેટલાક મિત્રો રવિવારે સવારે કતાર એરવેઝની ફ્લાઇટમાં અમદાવાદથી લોસ એન્જલસ વાયા દોહા જઇ રહ્યા હતાં. આ દરમિયાન કતાર એરવેઝનાં સ્ટાફે તેમની સાથે બેહુદુ વર્તન કરીને તુ-તારી કરી હતી. એટલું જ નહીં, હેન્ડ બેગેજમાં સાત કિલો વજનનો નિયમ હોવા છતાં માત્ર લેપટોપ જ લઇ જવા દીધું હતું. જેના લીધે બધાને ચેક ઇન કરેલી બેગો ખોલીને અન્ય સામાન કાઢવો પડ્યો હતો અને જરૂરી સામાન લઇ જવો પડ્યો હતો.

કેટલાક બાળકો તો રડી પડ્યાં
એરલાઇનનાં સ્ટાફે આશરે 25 વિદ્યાર્થી અને મુસાફરો સાથે ખરાબ વર્તન કરીને હેરાન કર્યા હતાં. કેટલાય બાળકો રડી પડ્યા હતાં. અમે લોકોએ નક્કી કર્યું છે કે હવે ક્યારેય કતારની ફ્લાઇટમાં નહીં જઇએ. 

 

adv

Related News

post
post
post
post
post
post
post