• Home
  • News
  • નીતિ આયોગનો રિપોર્ટ:દેશની કુલ નિકાસમાં 20% ગુજરાતની, એક્સપોર્ટ માટે બન્યું ગેટ વે ટુ ધી વર્લ્ડ
post

નીતિ આયોગના એક્સપોર્ટ પ્રિપેડનેસ ઇન્ડેક્સમાં ગુજરાત પ્રથમ નંબરે આવ્યું

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-27 12:28:57

બુધવારે કેન્દ્ર સરકારના નીતિ આયોગે ભારતની વૈશ્વિક બજારોમાં નિકાસને લગતું માનચિત્ર તૈયાર કર્યું તેમાં રાજ્યવાર અપાયેલી માહિતી પ્રમાણે ગુજરાતે નિકાસને બળ આપતી નીતિમાં મેદાન માર્યું છે. અલગ-અલગ પરિમાણોને આધારે અપાયેલા રેન્કિંગની સરેરાશ પ્રમાણે સૌથી વધુ 75.19 ગુણાંક સાથે ગુજરાત આખા દેશમાં નિકાસલક્ષી નીતિમાં મોખરે રહ્યું છે.

નીતિ આયોગના આ રિપોર્ટ પ્રમાણે સમગ્ર દેશની કુલ નિકાસનો 70 ટકા હિસ્સો મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક, તામિલનાડુ અને તેલંગાણા જેવા દરિયાકિનારો અને બંદરો ધરાવતાં રાજ્યોને આભારી છે. એકલાં ગુજરાતનું તેમાં પ્રમાણ વીસ ટકા જેટલું છે જ્યારે ગુજરાતમાંથી 180થી વધુ દેશોમાં માલની નિકાસ થાય છે. માલસામાનના પરિવહન માટે ઊભી કરાયેલી માળખાકીય સુવિધા સંદર્ભે મળેલા રેન્કિંગ પ્રમાણે પણ ગુજરાત સૌથી આગળ રહ્યું છે. ગુજરાતે સતત બે વર્ષ 2018 અને 2019માં લોજિસ્ટિક્સ ઇઝ અક્રોસ ડીફરન્ટ સ્ટેટસ LEADS ઇન્ડેક્ષમાં પ્રથમ સ્થાન મેળવેલું છે.

દેશની કુલ કાર્ગો વહન ક્ષમતાના 40% ગુજરાત વહન કરે છે
ભારતનું સૌથી મોટું કોમર્શિયલ પોર્ટ મૂન્દ્રા પણ ગુજરાતમાં આવેલું છે અને તેણે વિશાળકાય કન્ટેઇનર જહાજોના આવા-ગમનથી ગુજરાતને કાર્ગો વહન કેપેસિટીમાં અગ્રીમતા અપાવેલી છે. વિશ્વની 500 ફોરચ્યુન કંપનીઝમાંથી 60 જેટલી કંપનીઓએ પોતાના રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કારોબાર માટે ગુજરાત પર પસંદગી ઉતારી પોતાના એકમો કાર્યરત કર્યા છે.

એક્સપોર્ટર્સને લોન અને રિસર્ચ સંસ્થાની બાબતે ગુજરાત પછાત
જો કે એક્સપોર્ટર્સને ક્રેડિટ સ્વરૂપે લોન જેવી સુવિધા આપવામાં ગુજરાત ખૂબ પાછળ છે. નીતિ આયોગના રીપોર્ટ પ્રમાણે દિલ્હી આ બાબતે 5.31% ગુણાંક અને હરિયાણા 3.36% ગુણાંક સાથે મોખરે રહ્યા છે પરંતુ ગુજરાત આ ક્ષેત્રમાં ઘણું પાછળ રહી ગયું છે. એક્સપોર્ટ માટે રીસર્ચ અને ડેવલપમેન્ટ સંસ્થાઓની સ્થાપનામાં પણ ગુજરાત ખૂબ પછાત છે. ગુજરાતને આ મામલે માંડ 0.7% જેટલી ટકાવારી પ્રાપ્ત થઇ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post