• Home
  • News
  • અમેરિકામાં વસેલા ગુજરાતીઓ સુરક્ષાને પગલે મોટેલ, રેસ્ટોરેન્ટ બંધ કરી જાતે જ હોમ ક્વોરન્ટીન થયા
post

અમેરિકામાં ન્યુયોર્ક સહિત મોટાભાગના વિસ્તારો ખુલ્લા, સંક્રમણ અને મોતનો ખતરો વધારે

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-16 09:44:52

અમદાવાદ. હાલમાં વિશ્વભરમાં કોરોના વાઈરસનો કહેર વર્ષી રહ્યો છે. ખાસ કરીને અમેરિકા,સ્પેન,ઈટલી સહિતના દેશમાં કોરોનાના કારણે હજારો લોકો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે ગુજરાતીઓ અભ્યાસ, નોકરી, નાનામોટા વ્યવસાય થતી વિદેશમાં વસેલા છે. ખાસ કરીને ગુજરાતના ચરોતરવાસીઓ સ્ટડી માટે તેમજ વર્ક પરમિટ લઈ વિશ્વના અલગ-અલગ દેશમાં ફેલાયેલા છે. પરંતુ હાલની ગંભીર પરિસ્થિતીના પગલે ગુજરાતમાં રહેતા તેમના પરિવારજનો તેઓની ચિંતા કરી રહ્યા છે તેમજ તેઓને વતન પરત આવવા સમજાવી રહ્યા છે. 

ચરોતરમાં NRIઓની સંખ્યા વધારે

ચરોતર પંથકમાં મોટા પ્રમાણમાં અમેરિકા, લંડન, સ્પેન, ઈટલી, કેનેડા સહિતના દેશોમાં રહે છે. હાલમાં કોરોનાના કારણે વિદેશમાં પરિસ્થિતિઓ ખુબજ ગંભીર બની રહી છે. દિવસે-દિવસે મૃત્યુઆંકની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. અમેરિકા જેવા દેશમાં લોકડાઉન જેવા કોઈ દ્રશ્યો જણાતા નથી. ન્યુયોર્ક સહિત મોટાભાગના વિસ્તારો ખુલ્લા જ છે. જેના કારણે સંક્રમણ તેમજ મોતનો ખતરો વધી રહ્યો છે. જોકે ત્યાં વસેલા ગુજરાતીઓએ પોતાના અને પરિવારની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તમામ મોટેલ,રેસ્ટોરેન્ટ બંધ કરીને હોમ ક્વોરન્ટીન થઈ ગયા છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post