• Home
  • News
  • ‘ગુઝર જાયેગા’ સોંગ રિલીઝ, 80થી વધુ સેલેબ્સે આ ગીતમાં કામ કર્યું છે
post

આ ગીતને જય વર્માએ ડિરેક્ટ કર્યું છે અને વરૂણ પ્રભુદયાલ ગુપ્તાએ પ્રોડ્યૂસ કર્યું છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-13 09:56:58

મુંબઈ: કોરોનાવાઈરસ પ્રત્યે અવેરનેસ લાવવા માટે બોલિવૂડ સેલેબ્સે નવું વીડિયો સોંગ ગુઝર જાયેગારિલીઝ કર્યું છે. આ ગીતમાં સોનુ સુદ, સોનુ નિગમ, રવિના ટંડન, શ્રેયા ઘોષાલ, કપિલ શર્મા, શાન, એકતા કપૂર, મોનાલી ઠાકુર સહિત 80 જેટલા સેલેબ્સ જોવા મળે છે. આ ગીતનો હેતુ કોરોનાવાઈરસ દરમિયાન લોકોની વચ્ચે આશાનું કિરણ લાવવાનો છે. 

ગીતમાં અમિતાભ બચ્ચનનો પણ અવાજ
આ ગીતને અમિતાભ બચ્ચને નેરેટ કર્યું છે. ગીતને જાઝીમ શર્માએ કમ્પોઝ કર્યું છે અને સિદ્ધાંત કૌશલે ગીત લખ્યું છે. અમિતાભ બચ્ચને ટ્વિટર પર આ ગીત શૅર કરીને કેપ્શન આપ્યું હતું, ‘આ પણ પસાર થઈ જશે...સ્ટ્રોંગ રહો...સુરક્ષિત રહો...સુરક્ષામાં રહો...

શ્રેયાએ કહ્યું, રાતના અંધકાર બાદ સવાર થાય છે
શ્રેયા ઘોષાલે કહ્યું કે રાતના ગાઢ અંધકાર બાદ સૂર્યોદય થાય જ છે. તે આ ગીતનો હિસ્સો બનીને ઘણી જ ખુશ છે. એકતા કપૂરે કહ્યું હતું કે સારા કામ માટે આખી ઈન્ડસ્ટ્રી સાથે આવી છે અને આ પહેલ દરેકની અંદર ભારત એક થઈને જીતશેની ભાવના લઈને આવી છે. 

બોલિવૂડ ઉપરાંત સ્પોર્ટ્સ પર્સનાલિટી પણ
આ ગીતને જય વર્માએ ડિરેક્ટ કર્યું છે અને વરૂણ પ્રભુદયાલ ગુપ્તાએ પ્રોડ્યૂસ કર્યું છે. આ ગીતમાં ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા, લિએન્ડર પેસ, રિટાયર્ડ ટેનિસ પ્લેયર મહેશ ભૂપથિ, બોક્સર વિજેન્દ્ર સિંહ, રેસલર સુશીલ કુમાર, પૂર્વ ફૂટબોલર બાઈચુંગ, ક્રિકેટર યુવરાજ સિંહ, હરભજન સિંહ સહિતના ખેલાડીઓ સામેલ છે. 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post