• Home
  • News
  • જિમ્નાસ્ટ દીપા કર્માકર પર 21 મહિનાનો પ્રતિબંધ:ડોપ ટેસ્ટમાં ફેલ, નેશનલ ગેમ્સમાં ભાગ લેનારા 10 ખેલાડી પણ પ્રતિબંધિત દવા લેવાના દોષિત
post

દીપાએ 2014 કોમનવેલ્થ ગેમ્સમાં જિમ્નાસ્ટિક્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2023-02-06 16:54:24

રિયો ઓલિમ્પિકમાં ચોથા સ્થાને આવનારી જિમ્નાસ્ટ દીપા કર્માકર પર 21 મહિનાનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તેનો ડોપ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત ગુજરાતમાં યોજાયેલી નેશનલ ગેમ્સમાં ભાગ લેનારા 10 ખેલાડીઓ પણ ડોપ ટેસ્ટમાં પોઝિટિવ આવ્યા છે.

દીપાએ 2014 કોમનવેલ્થ ગેમ્સમાં જિમ્નાસ્ટિક્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ ઉપલબ્ધી હાંસલ કરનાર તે ભારતની પ્રથમ મહિલા જિમનાસ્ટ બની હતી. ઇન્ટરનેશનલ ટેસ્ટિંગ એજન્સી (ITA) અનુસાર, દીપા કર્માકરને ઇન્ટરનેશનલ જિમ્નાસ્ટિક ફેડરેશન દ્વારા પ્રતિયોગિતા બહાર લેવામાં આવેલા સેમ્પલમાં પ્રતિબંધિત ડ્રગ હાઇજેનામાઇન લેવા માટે દોષી ઠેરવવામાં આવી છે. 11 ઓક્ટોબર 2021માં દીપાના સેમ્પલ લેવામાં આવ્યા હતા. દીપા પર આ પ્રતિબંધ 10 જુલાઈ 2023 સુધી રહેશે.

નેશનલ ગેમ્સના 7 મેડાલિસ્ટ પણ ડોપ ટેસ્ટમાં ફસાયા
ગત વર્ષે ગુજરાતમાં યોજાયેલી નેશનલ ગેમ્સમાં ભાગ લેનાર 10 ખેલાડીઓના ડોપ ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. જેમાં 7 મેડલ વિજેતા ખેલાડીઓનો સમાવેશ થાય છે. જેમાં પહેલીવાર લૉન બોલ ગેમનો ખેલાડી પણ દોષિત ઠર્યો છે.

બે રેસલર, વેઈટલિફ્ટર પણ દોષિત
ગુજરાત નેશનલ ગેમ્સ દરમિયાન કુશ્તીમાં મેડલ જીતનાર 3 રેસલર પણ ડોપ ટેસ્ટમાં ફસાયા છે. નેશનલ ડોપ ટેસ્ટ લેબોરેટરીના રિપોર્ટ અનુસાર 97 કિલોગ્રામ વજનમાં ગોલ્ડ અને સિલ્વર જીતનાર રેસલર્સ પણ ડોપ માટે દોષી સાબિત થયા છે. બંને રેસલર્સ હરિયાણાના છે. રેસલર્સ દીપાંશે ગોલ્ડ અને રવિ રાજપાલે સિલ્વર મેડલ જીત્યા હતા. બંને રેસલર્સના સેમ્પલમાં સ્ટીરોઈડ મિથેન્ડીનોન મળી આવ્યું છે.

રેસલર્સ ઉપરાંત વેઇટલિફ્ટિંગમાં મેડલ જીતનાર બે વેઈટલિફ્ટર પણ દોષિત ઠર્યા છે. બે વખતની ગોલ્ડ મેડલ વિજેતા સંજીતા ચાનુ, ચંદીગઢની વીરજીત કૌર ડોપ ટેસ્ટમાં ફસાયા છે. બંનેએ ગુજરાતમાં સિલ્વર મેડલ જીત્યા હતા.

ડોપ ટેસ્ટમાં બીટા-2 એગોનિસ્ટ ટર્બ્યુટાલિન મળી આવ્યું
રેસલર્સ અને વેઇટલિફ્ટર ઉપરાંત, સ્ટેરોઈડ સ્ટેનોઝોલોલ માટે 100 મીટર રેસમાં બ્રોન્ઝ જીતનાર મહારાષ્ટ્રની ડિઆન્ડ્રા, ડાઇયુરેટિક્સ અને એપ્લેરેનોન માટે લૉન બોલ સિંગલ્સમાં સિલ્વર જીતનાર પશ્ચિમ બંગાળના સોમેન બેનર્જી, બીટા-2 એગોનિસ્ટ ટર્બ્યુટાલિન માટે કેરળની બ્રોન્ઝ મેડલ વિજેતા ફૂટબોલ ટીમના ખેલાડી વિકનેશ પોઝિટિવ મળી આવ્યા હતા. આ તમામ મેડલ વિજેતાઓ સિવાય સાઇકલિસ્ટ રૂબલપ્રીત સિંહ, ઝુડોનો નવરૂપ કૌર અને વૂશુ પ્લેયર હર્ષિત નામદેવ પણ ડોપમાં સામેલ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post