• Home
  • News
  • હાર્દિક પંડ્યા અત્યારે ભારતીય ટીમનો સૌથી વેલ્યુએબલ ક્રિકેટર છે, ભારત 1996થી ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર શોધતું હતું
post

થોડા વર્ષ અગાઉ સ્ટૂઅર્ટ બિન્ની અને ઋષિ ધવનને તક મળી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-27 10:06:07

ભારતીય ટીમ ઘણા સમયથી હાર્દિક પંડ્યા જેવો ખેલાડી શોધી રહી હતી. અનેક ચેમ્પિયન બેટ્સમેન, સ્પિનર અને ફાસ્ટ બોલર આવી ગયા, પરંતુ હાર્દિક જેવો ખેલાડી 1996 પછી મળ્યો નથી. મનોજ પ્રભાકરે એ સમયે પોતાની અંતિમ મેચ રમી હતી. ત્યાર પછી અજિત અગરકર અને ઈરફાન પઠાન ફાસ્ટ બોલર તરીકે આવ્યા. અગરકરે વનડેમાં સારી બોલિંગ કરી, પરંતુ તેની બેટિંગ ધીમે-ધીમે ખરાબ થતી ગઈ. બીજી તરફ, પઠાણે સારી શરૂઆત કરી, પરંતુ જ્યારેથી તેને બેટિંગમાં પ્રમોટ કરાયો, કારકિર્દીનો ગ્રાફ નીચે આવવાનો શરૂ થઈ ગયો. પઠાણ પછી કોઈ ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર મળ્યો નથી. ભારતીય ટીમ માટે આવો ખેલાડી ઘણો જરૂરી હતો, જેનાથી ટીમનું બેલેન્સ બને છે. હાર્દિક એ બેલેન્સ આપે છે, કેમ કે અત્યારે ઉપલબ્ધ તમામ વિકલ્પમાં તે સર્વશ્રેષ્ઠ છે. તેણે બોલ અને બેટ વડે કંઈ મોટું કર્યું નથી, પરંતુ ટીમને સંતુલન જરૂર આપ્યું છે. ભારત પાસે અત્યારે અને સ્પિન બોલિંગ ઓલરાઉન્ડર છે.

ટેસ્ટમાં જાડેજા અને અશ્વિન, મર્યાદિત ઓવરોની ક્રિકેટમાં સુંદર, અક્ષર અને કૃણાલ. જોકે, ટીમને હાર્દિક પંડ્યા જેવા ખેલાડીની જરૂર છે, જે નવા બોલના બોલરોનું કામ સરળ કરે. તેણે અનેક વખત વનડેમાં નવા બોલથી શરૂઆત કરી છે.

ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ અને 2018 દક્ષિણ આફ્રિકાના પ્રવાસમાં તેની શાનદાર ઈનિંગ્સથી ટીમ ભલે જીતી ન હોય, પરંતુ આજે પણ તેની ચર્ચા થઈ રહી છે. જોકે, તે સતત આવું પ્રદર્શન કરતો નથી. ભારતીય ટીમથી વધુ મુંબઈ ઈન્ડિયન્સ માટે આઈપીએલમાં બોલ અને બેટ વડે પ્રભાવ છોડે છે. તેણે આ અંગે કામ કરવાની જરૂર છે. ભારતીય ટીમ તેની ફિટનેસ અંગે ચિંતિત છે. જોકે, સૌથી ચોંકાવનારી વાત છે કે, ભારત જેવા દેશમાં હાર્દિકનું સ્થાન ખેલાડી નથી.

થોડા વર્ષ અગાઉ સ્ટૂઅર્ટ બિન્ની અને ઋષિ ધવનને તક મળી હતી. વિજય શંકર 2019માં વર્લ્ડ કપમાં થ્રી ડાયમેન્શનલ ખેલાડીની છબી લઈને આવ્યો હતો. ગયા વર્ષે જ શિવમ દુબેનું પણ ડેબ્યુ થયું છે. દુબે અને વિજય બેટ્સમેન છે, જે બોલિંગ પણ કરી શકે છે. જોકે, હાર્દિક બેટિંગ અને બોલિંગ બંને કરી શકે છે. છેલ્લા કેટલાક વર્ષમાં હરિયાણાનો હર્ષલ પટેલ દાવેદાર બનીને ઉભર્યો છે. જોકે, તે હાર્દિકના સ્તરથી ઘણો પાછળ છે. ભારતીય ટીમ ટેસ્ટ મેચોમાં વિરોધ પક્ષની ટીમના નીચલા ક્રમને આઉટ કરવામાં સંઘર્ષ કરે છે. જ્યારે ભારતની ટીમનો નિચલા ક્રમ લડાઈ વગર જ હથિયાર નાખી દે છે. હાર્દિક જેવો ખેલાડી બોલરો પરથી દબાણ ઘટાડવાની સાથે જ નીચલા ક્રમે બેટ્સમેનો સાથે મોટા શોટ રમી શકે છે.

આશા છે કે, તે ઝડપથી પુનરાગમન કરશે, ખાસ કરીને ટેસ્ટ મેચોમાં. ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારત માટે આગામી વર્ષ મુશ્કેલીવાળો છે. જેમાં હાર્દિક પંડ્યા જેવો ઓલરાઉન્ડર ટીમ માટે સારો સાબિત થઈ શકે છે. તેનાથી પહેલા કે આપણે ઉત્તેજિત થઈ જઈએ, આપણે હાર્દિકની સરખામણી કોઈની સાથે કરવી નથી. તે ભારતનો બેન સ્ટોક્સ નથી કે બીજો કપિલ દેવ પણ નથી. તેનું પોતાનું વર્ઝન છે, તેના પર ટાઈટલનું દબાણ ન નાખો. તેણે લાંબી મજલ કાપવાની છે, પરંતુ તેને ફરી એક વખત શરૂઆત કરવા દો.

 

adv

Related News

post
post
post
post
post
post
post