• Home
  • News
  • સોશિયલ ડિસ્ટન્સિંગથી આઝાદી મેળવવા દેખાવો કરવામાં આવ્યા
post

હોંગકોંગમાં છેલ્લા 72 કલાકમાં કોરોનાનો એક પણ કેસ આવ્યો નથી

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-28 10:49:08

હોંગકોંગ: હોંગકોંગમાં ફરી એક વાર સેંકડો દેખાવકારો વિરોધ વ્યક્ત કરવા રસ્તા પર ઉતરી આવ્યા. આ વખતે દેખાવો લોકશાહી માટે નહીં પણ કોરોનાથી બચવા માટે ઘડાયેલા નિયમોના વિરોધમાં હતા. હોંગકોંગમાં એક સાથે ચારથી વધુ લોકોએ ભેગા થવા પર પ્રતિબંધ છે. એક મોલમાં થયેલા આ દેખાવો દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન ન રખાયું. જોકે, દેખાવકારોએ માસ્ક પહેર્યા હતા. દેખાવોના આયોજક લોકોને દોઢ મીટરનું અંતર જાળવવા અપીલ કરતા રહ્યા પણ દેખાવકારોએ તેમની વાત સાંભળી નહીં. તેમનું કહેવું છે કે કોરોનાની આડમાં ચીન તેમની આઝાદી છીનવી લેવા પ્રયાસ કરી રહ્યું છે. હોંગકોંગમાં છેલ્લા 72 કલાકમાં કોરોનાનો એક પણ કેસ આવ્યો નથી. કુલ 1038 કેસ હતા, જેમાંથી 753 લોકો સાજા થઇ ચૂક્યા છે. અત્યાર સુધીમાં માત્ર 4 મોત થયા છે. 

adv

Related News

post
post
post
post
post
post
post