• Home
  • News
  • હૈદરાબાદે 4 હાર પછી પહેલી મેચ જીતી; રોય-વિલિયમ્સનની મેચ વિનિંગ ફિફ્ટી
post

ફેઝ-2માં રાજસ્થાનને 1 જીત અને 1 હાર મળી

Written By newsonline | Ahmedabad | Published: 2021-09-29 10:51:36

IPL 2021 ફેઝ-2માં સોમવારે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે મેચ રમાઇ હતી, જેમાં હૈદરાબાદે શાનદાર પ્રદર્શન કરી 7 વિકેટથી જીત મેળવી હતી. SRH પાસે મેચમાં 165 રનનો ટાર્ગેટ હતો, જે ટીમે 9 બોલ બાકી રાખીને ચેઝ કરી લીધો હતો.

સેમસનની આક્રમક ઈનિંગ
સંજુ સેમસને શાનદાર બેટિંગ કરતા સતત બીજી અડધી સદી ફટકારી હતી. RR કેપ્ટને 57 બોલમાં 82 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ ઇનિંગ સાથે, સેમસન રાજસ્થાન રોયલ્સ માટે 2500+ રન કરનાર અજિંક્ય રહાણે (3098) પછી બીજો ખેલાડી બની ગયો છે. આની સાથે તેણે IPLમાં પોતાના 3 હજાર રન પણ પૂરા કર્યા હતા. સંજુ IPLમાં 3 હજાર રન કરનાર 19મો ખેલાડી બન્યો છે.

આક્રમક શરૂઆત બાદ જયસ્વાલ આઉટ
યશસ્વી જયસ્વાલ અને સંજૂ સેમસને બીજી વિકેટ માટે 56 રનની પાર્ટનરશિપ કરી હતી. જયસ્વાલ સુંદર ફોર્મમાં જણાયા હતા, પરંતુ સંદીપ શર્માએ SRHને બીજી સફળતા અપાવવાની સાથે બંનેની જોડી પણ તોડી હતી. 23 બોલમાં 36 રન કર્યા પછી જયસ્વાલ આઉટ થયો હતો. યુવા ઓપનરે તેની ઇનિંગમાં 5 ચોગ્ગા અને એક છગ્ગો પણ માર્યો હતો. યશસ્વીની વિકેટ બાદ લિયામ લિવિંગસ્ટોન (4) પણ કંઈ ખાસ કરી શક્યા નહીં અને તેની વિકેટ રાશિદ ખાને ઝડપી હતી.

ફેઝ-2માં રાજસ્થાનને 1 જીત અને 1 હાર મળી
રાજસ્થાન રોયલ્સે IPL-2021ના ફેઝ -2માં અત્યારસુધી બે મેચ રમી છે. પંજાબ સામે, યુવા ફાસ્ટ બોલર કાર્તિક ત્યાગીની મજબૂત છેલ્લી ઓવરે રાજસ્થાનને જીત અપાવવામાં મદદ કરી હતી. જોકે ટીમને દિલ્હી સામે હારનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ હૈદરાબાદ આ તબક્કામાં બે મેચ હારી ગયું છે.

adv

Related News

post
post
post
post
post
post
post