• Home
  • News
  • અમેરિકામાં 440 કોરોના દર્દીઓ ઉપર હાઈડ્રોક્સિક્લોરોક્વિનનું ટ્રાયલ થશે
post

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠ(WHO)ને રવિવારે જાહેરાત કરી કે વિશ્વમાં 24 કલાકમાં જ 81 હજાર 153 કેસની પુષ્ટિ થઈ

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-21 10:13:50

વોશિંગ્ટન: વિશ્વમાં કોરોનાવાઈરસથી અત્યાર સુધીમાં 24 લાખ 6 હજાર 868 લોકો સંક્રમિત છે. જ્યારે એક લાખ 65 હજાર 56 લોકોના મોત થયા છે. જોકે છ લાખ 17 હજાર દર્દીઓ સાજા પણ થઈ ચૂક્યા છે. બીજી તરફ ન્યુઝીલેન્ડના વડાપ્રધાન જેસિંડા અર્ડર્ને દેશમાં લોકડાઉનને વધુ પાંચ દિવસ વધાર્યું છે. લોકડાઉન બુધવારે પૂર્ણ થવાનું હતું. જોકે હવે તે સોમવાર સુધી યથાવત રહેશે. બીજી તરફ ઈઝરાયલમાં કોરોનાને લઈને લાદવામાં આવેલા સખ્ત પ્રતિબંધો અંગે લોકોએ રવિવારે રાષ્ટ્રપતિ બેંજામિન નેતન્યાહૂની વિરુદ્ધ દેખાવો કર્યા હતા.

મોતનો આંકડો પણ એક લાખથી વધુ થયો
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠ(WHO)ને રવિવારે જાહેરાત કરી કે વિશ્વમાં 24 કલાકમાં જ 81 હજાર 153 કેસની પુષ્ટિ થઈ છે. જ્યારે 6,463 લોકોના મોત થયા છે. શનિવારની સરખામણીએ રવિવારે ઓછા કેસ મળ્યા હતા. થોડા દિવસ અગાઉની સરખામણીમાં ચાર હજાર ઓછા કેસ અને 247 ઓછા મોત નોંધાયા છે. WHOના જણાવ્યા મુજબ, યુરોપમાં 11 લાખથી વધુ લોકો સંક્રમિત છે. જ્યારે અહીં મોતનો આંકડો પણ એક લાખથી વધુ થઈ ગયો છે. એક દિવસ પહેલા WHOના પ્રમુખ ટેડ્રોસ એડહોનમ ગેબ્રેયેસિયસે જી20ના સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગથી વાત કરી હતી.

ઇમરાન ખાને આરોપો ફગાવ્યા
ભારતે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન દ્વારા મોદી સરકાર પર કોરોના સામેના જંગના નામે ભારતીય માઈનોરિટી પર અત્યાચારના આરોપોને પાયાવિહોણા ગણાવીને ફગાવ્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવકતા અનુરાગ શ્રીવાસ્તવે પત્રકારો સાથેના સવાલ જવાબમાં કહ્યું કે પાકિસ્તાની નેતૃત્વએ તેની આંતરિક સ્થિતિ પરથી ધ્યાન હટાવવાના પ્રયત્ન અંતર્ગત આ આરોપ લગાવ્યો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post