• Home
  • News
  • અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું, કિમ જોંગ વિશે મને બધી જ જાણકારી છે પરંતુ...
post

ઘણા દિવસોથી કિમ જોંગ ઉન સ્વાસ્થ્ય પર વિશ્વભરમાં અટકળો તેજ

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-29 08:50:45

છેલ્લા ઘણા સમયથી નોર્થ કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનની મોતને લઇને વિશ્વભરમાંથી વિવિધ અટકળો કરવામાં આવી રહી છે. ઘણા અહેવાલમાં કિમની મોતનો દાવો કરવામાં આવી રહ્યો છે ત્યારે અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે નોર્થ કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનના સ્વાસ્થ્ય પર મોટું નિવેદન આપ્યું.

ટ્રમ્પ પાસે છે બધી જ જાણકારી 

ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનના સ્વાસ્થ્ય પર ઘણી બધી અટકળો થઇ રહી છે ત્યારે અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે બતાવ્યું કે કિમ વિશે તેમની પાસે બધી જ જાણકારી છે અને તેના પરથી ખૂબ જલ્દી પડદો ઉઠશે. વ્હાઈટ હાઉસમાં પ્રેસ કોન્ફ્રેન્સ દરમિયાન ટ્રમ્પને જ્યારે કિમના સ્વાસ્થ્ય પર સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું હું તમને બિલકુલ પણ બતાવી નહીં શકું. હા હું એમના સ્વાસ્થ્યથી સંપૂર્ણપણે અવગત છું પરંતુ તે વિશે અત્યારે વાત કરી શકતો નથી. હું તેમના સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું.  

આ સિવાય કિમ સાથે સંબંધોને યાદ કરતા ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના જ વખાણ કર્યા અને કહ્યું કે મારા તેમની સાથે ખૂબ સારા સંબંધો છે. જો હું રાષ્ટ્રપતિ ન હોત તો આપણે નોર્થ કોરિયા સાથે યુદ્ધની પરિસ્થિતિમાં હોત. 

ક્યારે શરુ થઇ અટકળો 

નોંધનીય છે કે 15મી એપ્રિલના રોજ પોતાના દાદા અને દેશના સંસ્થાપક કિમ 2 સુંગના જન્મોત્સવમાં કિમ જોંગ ઉન સામેલ થયા ન હતા જે બાદથી વિશ્વમાં ઘણી બધી અટકળો થવા લાગી. કારણ કે દેશ માટે આ દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. એવામાં કિમ જોંગ ઉનની ગેરહાજરીમાં વિશ્વમાંથી ઘણા બધા અહેવાલો પ્રસ્તુત થઇ રહ્યા છે. 
વિવિધ રિપોર્ટમાં કિમ જોંગ ઉનની મોતના દાવા થઇ રહ્યા છે જોકે ઘણા અહેવાલમાં સામે આવ્યું છે કે તાનાશાહની સર્જરી થઇ રહી છે તથા તે સ્વસ્થ છે.  

જોકે આ અહેવાલમાં કરવામાં આવતા દાવા સાચા છે કે ખોટા તે વિશે કોઈ પુષ્ટિ હજુ સુધી કરવામાં આવી નથી. જ્યારે સાઉથ કોરિયાના રાષ્ટ્રપતિ કાર્યાલય તરફથી જાણકારી આપવામાં આવી હતી કે 'અમારી પાસે પુષ્ટિ કરવા માટે કંઈ જ નથી. તથા નોર્થ કોરિયામાં કોઈ પણ પ્રકારની ગતિવિધિની જાણ નથી.'

adv

Related News

post
post
post
post
post
post
post