• Home
  • News
  • ICCએ કહ્યું- કોરોનાના કારણે દુનિયાભરમાં ક્રિકેટ અટક્યું, પરંતુ ભ્રષ્ટાચાર નહીં; મેચ ફિક્સરોથી સાવધાન રહે ખેલાડીઓ
post

એન્ટી-કરપ્શન ડિપાર્ટમેન્ટના ચીફે કહ્યું- મેચ ફિક્સર ખેલાડીઓ સાથે સોશિયલ મીડિયા પર સંપર્કમાં આવાનો પ્રયત્ન કરી રહ્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-21 10:42:24

લંડન: કોરોનાવાયરસના કારણે ક્રિકેટ સહિત બધી રમતોની ટૂર્નામેન્ટ્સ રદ્દ અથવા સ્થગિત કરવામાં આવી છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ અત્યારે બધા ક્રિકેટર્સને મેચ ફિક્સરો અને ભ્રષ્ટાચારીઓથી સાવધાન રહેવા કહ્યું છે. ICCની એન્ટી કરપ્શન યુનિટના ચીફ એલેક્સ માર્શલે શનિવારે આ વાત કહી હતી.

એલેક્સે કહ્યું કે, "કોવિડ-19ના કારણે દુનિયાભરની ઇન્ટરનેશનલ, ડોમેસ્ટિક સહિત બધી ટૂર્નામેન્ટ સ્થગિત કરી દેવામાં આવી છે. પરંતુ ભ્રષ્ટાચારીઓ બધા હજી પણ સક્રિય છે. તેથી અમારું કામ અત્યારે બધા સદસ્યો, ખેલાડીઓ, એસોસિયેશન અને એજન્ટ્સને સાવધાન કરવાનું છે. અમે બધા સાથે સંપર્કમાં છીએ."

અત્યારે મોટાભાગના ખેલાડીઓ સોશિયલ મીડિયા પર એક્ટિવ 
એલેક્સ ઇંગ્લેન્ડના પૂર્વ પોલીસ પ્રમુખ પણ રહી ચૂક્યા છે. તેમણે કહ્યું કે, "લોકડાઉનના કારણે મોટાભાગના ખેલાડીઓ સોશિયલ મીડિયા પર એક્ટિવ છે. આવા સમયે ઘણા ભ્રસ્ટાચારીઓ સંપર્ક બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જેથી રમત શરૂ થાય ત્યારે તેઓ પોતાની ભ્રષ્ટાચારની રમત શરૂ કરી શકે. અમે આ બધા પર નજર રાખી રહ્યા  છીએ.

 

adv

Related News

post
post
post
post
post
post
post