• Home
  • News
  • જો ન્યૂઝીલેન્ડ સામેની સેમિફાઇનલ ધોનીના કરિયરની અંતિમ વનડે હતી, તો આ ફોર્મેટમાં માહીના કરિયરનો 'ધ એન્ડ' કેવો રહ્યો?
post

અલગ-અલગ દાયકાના ખેલાડીઓની સરખામણી કરવી યોગ્ય નથી, તેથી અમે ખેલાડીઓના કરિયર ડેટાની સરખામણી તેમની જ અંતિમ 15 વનડે સાથે કરી

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-07 11:32:36

"ધોની ફિનિશીસ્ ઓફ ઇન સ્ટાઇલ, ઇન્ડિયા લિફ્ટ ધ વર્લ્ડ કપ આફ્ટર 28 યર્સ." "બ્રેકિંગ: ધોની BCCIના કોન્ટ્રાકટ લિસ્ટમાંથી બહાર!" 8 વર્ષના ગાળામાં એવા 2 સ્ટેટમેન્ટ જે પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીના 16* વર્ષના ઇન્ટરનેશનલ કરિયર વિશે ઘણું બધું કહી જાય છે. તે છેલ્લા એક વર્ષથી ક્રિકેટથી દૂર છે છતાં ચારેકોર એક જ પ્રશ્ન થઈ રહ્યો છે, શું માહી T-20 વર્લ્ડ કપમાં રમશે?

રિટાયર ત્યારે થાઓ જ્યારે લોકો પૂછે- કેમ? અને એમ ન કહે કે- કેમ નહિ? આ ક્રિકેટિંગ કલીશેને ઘણા અંશે ભારતીય દિગ્ગજો ફોલો કરી શક્યા નથી. ધોનીના ભવિષ્ય અંગે થતી ચર્ચાઓની વાત ચાલુ રાખીએ તો તેણે ટેસ્ટમાંથી 30 ડિસેમ્બર 2014ના રોજ કોઈપણ સિગ્નલ આપ્યા વગર અચાનક જ નિવૃત્તિ લઈ લીધી હતી. વનડે અને T-20 વિશે કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી. જો આપણે માની લઈએ કે ઇંગ્લેન્ડ સામે 2019ના વર્લ્ડ કપની સેમિફાઇનલ, તેના કરિયરની અંતિમ મેચ હતી, તો તેણે પોતાનું વનડે કરિયર કઈ રીતે ફિનિશ કર્યું?

અલગ-અલગ દાયકાઓમાં રમતા ક્રિકેટર્સની સરખામણી કરવી ખોટી છે. અમે 1996થી 2015ના વર્લ્ડ કપ વિનિંગ કેપ્ટનના કરિયરનો ડેટા તેમના કરિયરની જ છેલ્લી 15 વનડે સાથે કમ્પેર કર્યો. અર્જુન રણતુંગા (1996), સ્ટીવ વો (1999), રિકી પોન્ટિંગ(2003, 2007), ધોની (2011) અને માઈકલ ક્લાર્ક (2015). 2019માં ઇંગ્લેન્ડને પ્રથમ વર્લ્ડ કપ જીતાડનાર 33 વર્ષીય ઓઈન મોર્ગન હજી એક્ટિવ ક્રિકેટર છે અને મિનિમમ 2-3 વર્ષ રમશે. તેથી તેનો સમાવેશ કરવામાં આવ્યો નથી.

કરિયરની સરખામણીએ છેલ્લી 15 વનડેમાં વધારે એવરેજથી રમનાર વો સૂચિમાં એકમાત્ર બેટ્સમેન

• 1996માં શ્રીલંકાના વર્લ્ડ કપ વિનિંગ કેપ્ટન રણતુંગાએ પોતાના કરિયર દરમિયાન 269 મેચમાં 35.84ની એવરેજથી 7456 રન કર્યા. છેલ્લી 15 વનડેમાં તેણે 18.20ની એવરેજથી 273 રન કર્યા. આમ, કરિયરની સરખામણીએ છેલ્લી 15 વનડેમાં તેની એવરેજ -17.64 હતી.

ઓસ્ટ્રેલિયા 1999માં વો હેઠળ બીજી વાર ચેમ્પિયન બન્યું હતું. વોએ 325 વનડેમાં 32.90ની એવરેજથી 7569 રન કર્યા. જ્યારે અંતિમ 15 વનડેમાં 44.88ની એવરેજથી 404 રન કર્યા હતા. આમ, કરિયરની સરખામણીએ છેલ્લી 15 વનડેમાં તેની એવરેજ +11.98 હતી.

રિકી પોન્ટિંગે વોની લેગસી જાળવી રાખતા 2003 અને 2007માં પણ કાંગારૂને વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું હતું. 375 વનડેમાં 42.03ની એવરેજથી 13704 રન કરનાર પોન્ટિંગે છેલ્લી 15 વનડેમાં માત્ર 29.08ની એવરેજથી 382 રન કર્યા હતા. આમ, કરિયરની સરખામણીએ છેલ્લી 15 વનડેમાં તેની એવરેજ -12.95 હતી.

• 2015માં ઓસ્ટ્રેલિયા ક્લાર્કના નેતૃત્વમાં પાંચમી વાર ચેમ્પિયન બન્યું હતું. ક્લાર્કે 245 વનડેમાં 44.58ની એવરેજથી 7981 રન કર્યા હતા. અંતિમ 15 વનડેમાં 38.23ની એવરેજથી 497 રન કર્યા હતા. આમ, કરિયરની સરખામણીએ છેલ્લી 15 વનડેમાં તેની એવરેજ -6.35 હતી.

ધોનીએ 350 વનડેમાં 50.57ની એવરેજથી 10773 રન કર્યા છે. તેણે છેલ્લી 15 વનડેમાં 45.22ની એવરેજથી 407 રન કર્યા છે. આમ કરિયરની સરખામણીએ છેલ્લી 15 વનડેમાં તેની એવરેજ -5.35 હતી.

ધોનીની એવરેજ 5.3% ઘટી અને વોની એવરેજ 12% વધી, તેમ છતાં તે સેમ્પલમાં માહીની એવરેજ વધારે

એક વસ્તુ બધા કેપ્ટનમાં કોમન એ છે કે, કોઈએ પણ અંતિમ 15 વનડેમાં સદી ફટકારી નથી. માત્ર કરિયર અને છેલ્લી 15 વનડેમાંથી એવરેજ ડિફરન્સ કાઢીએ તો વો એકમાત્ર બેટ્સમેન છે જેની એવરેજ પલ્સમાં છે. તે અંતિમ 15 વનડેમાં કરિયરની સરખામણીએ લગભગ 12 (11.98) કરતા વધુની એવરેજે રમ્યો હતો. ધોની -5.35 સાથે આ સૂચિમાં બીજા સ્થાને છે. આમાં સર્વપ્રથમ જે પિક્ચર સામે આવે તે એ છે કે વોએ પોતાનું કરિયર હાઈ પર સમાપ્ત કર્યું. એવા તબક્કે નિવૃત્તિ લીધી, જ્યારે લોકો પૂછે કેમ રિટાયર થયો

બીજી તરફ ધોનીની એવરેજ કરિયરની સરખામણીએ -5.35 ઓછી હોવા છતાં વોની 44.88ની સરખામણીએ (45.22) વધારે છે. જેમ અમે શરૂઆતમાં કહ્યું હતું, અલગ અલગ દાયકામાં રમનાર ખેલાડીઓની સરખામણી કરવી ખોટી છે. પરંતુ જ્યાં 45ની એવરેજમાં સારા અને 50ની એવરેજમાં મહાન બેટ્સમેન તરીકે ગણતરી થાય છે, ત્યાં 1.5 દાયકાથી ફિનિશર તરીકે સાતત્યપૂર્ણ દેખાવ કરનાર ધોનીના આંકડા સાબિત કરે છે કે, કેપ્ટન અને ફિનિશર તરીકેની બેવડી ભૂમિકામાં ધોનીને કોઇ ન પહોંચે. 1 વર્ષ થયું, છતાં ટીમ ઇન્ડિયા હજીપણ વિકેટકીપર ફિનિશર માટે ઋષભ પંત-લોકેશ રાહુલ-સંજૂ સેમ્સન વચ્ચે અક્કડ-બકકડ-બમ્બે-બો જ કરે છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post