• Home
  • News
  • ચીનમાં સ્થિતિ સુધરી, જુલાઈથી શરૂ થશે ચાઈનીઝ સુપર લીગ; તુર્કમેનિસ્તાનમાં રવિવારથી જ ફૂટબોલ સીઝન શરૂ થઈ
post

નવેમ્બર 2018માં શંઘાઇ એસઆઈપીજીની ટીમે ચાઈનીઝ સુપર લીગનો ટાઇટલ જીત્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-21 10:56:58

બીજિંગ: કોરોનાવાયરસની શરૂઆત ચીનના વુહાન શહેરથી થઈ હતી. અત્યારે આખી દુનિયામાં કોરોનાનો કહેર છે, જ્યારે ચીને વાયરસ પર નિયંત્રણ મેળવી લીધું છે. ચીને હવે સ્પોર્ટ્સને પણ ટ્રેક પર લાવવાનું કામ શરૂ કરી દીધું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ જાણકારી ગુઆંગઝોઉ આરએન્ડએફ ક્લબના ચેરમેન હુઆંગ શેંઘુઆએ આપી હતી. જ્યારે તુર્કમેનિસ્તાનમાં રવિવારથી ફૂટબોલ લીગની સીઝન શરૂ થઈ ગઈ છે.

તુર્કમેનિસ્તાનમાં પ્રથમ મેચ જોવા 500 લોકો પહોંચ્યા, જ્યારે સ્ટેડિયમમાં દર્શકોની ક્ષમતા 20,000 છે. દેશમાં કોરોનાવાયરસનો એક પણ કેસ નોંધાયો નથી. માર્ચમાં અન્ય દેશોની જેમ અહીંયા પણ લીગ મેચ સુરક્ષાને કારણે અહીં મુલતવી રાખવામાં આવી હતી. આ લીગમાં 8 ટીમો છે. આ લીગની શરૂઆતથી વિશ્વના અન્ય મોટા દેશોએ વાંધો ઉઠાવ્યો છે.

સીએલએલમાં દરેક ટીમ 30-30 મેચ રમશે
શેંઘુઆએ કહ્યું,  "અહીંયા હાલની પરિસ્થિતિ ઘણી સારી છે. તે જોતા નિર્ણય લેવામાં આવ્યો છે કે, સીએસએલની આ સીઝનની શરુઆત જૂનના અંત અથવા જુલાઈની શરૂઆતમાં થશે. ટૂર્નામેન્ટ નક્કી થયેલી ફોર્મેટમાં જ રમાશે. બધી ટીમો 30-30 મેચો રમશે." જોકે ચાઈનીઝ ફૂટબોલ એસોસિયેશન દ્વારા કોઈ ઓફિશિયલ જાહેરાત થઈ નથી. આ ટૂર્નામેન્ટ 22 ફેબ્રુઆરીએ શરૂ થવાની હતી, પરંતુ કોરોનાના કારણે તેને અનિશ્ચિતકાળ સુધી સ્થગિત કરવામાં આવી હતી. 

 

adv

Related News

post
post
post
post
post
post
post