• Home
  • News
  • England માં India ના રન મશીન ગણાય છે આ ખેલાડીઓ, જેમણે અંગ્રેજોનો અનેકવાર ધોળે દિવસે દેખાડેલાં છે તારા
post

ઈંગ્લેન્ડ પ્રવાસમાં 21મી સદીમાં ટીમ ઈન્ડિયા પાંચ વખત જઈ ચૂકી છે. એટલે આ છઠ્ઠો પ્રવાસ છે. સવાલ એ છે કે આ વખતે કોણ રન મશીન બનશે?

Written By newsonline | Ahmedabad | Published: 2021-06-09 12:00:15

નવી દિલ્લી: વર્ષ 2000 પછી આ વખતે ભારતીય ટીમ છઠ્ઠી વખત ઈંગ્લેન્ડના પ્રવાસે ગઈ છે. એટલે 21મી સદીમાં ભારતનો આ છઠ્ઠો પ્રવાસ છે. આ વખતે ટીમ ઈન્ડિયાને પોતાની બેટિંગ યૂનિટ પાસેથી ઘણી આશા છે. પરંતુ તે જાણી લેવું જરૂરી છે કે આ પહેલાંના 5 પ્રવાસમાં કયા બેટ્સમેનનું બેટ સૌથી વધારે ચાલ્યું છે. એટલે કે કયા બેટ્સમેને ભારત માટે સિરીઝમાં સૌથી વધારે રન બનાવ્યા છે.

1. રાહુલ દ્રવિડ:
રાહુલ દ્રવિડ વર્ષ 2000માં રમાયેલી સિરીઝનો ભાગ હતો. આ સિરીઝમાં દ્રવિડે 100.3ની બેટિંગ એવરેજથી 602 રન બનાવ્યા હતા.

2. દિનેશ કાર્તિક:
ભારતીય ટીમ બીજી વખત ઈંગ્લેન્ડ પ્રવાસમાં 21મી સદીમાં 2007માં ગઈ. આ પ્રવાસે દિનેશ કાર્તિક ભારતના ટોપ સ્કોરર રહ્યો. તેણે 43.43ની એવરેજથી 263 રન બનાવ્યા.

3. રાહુલ દ્રવિડ:
2000, 2007 પછી ટીમ ઈન્ડિયા 2011માં ઈંગ્લેન્ડના પ્રવાસે ગઈ. આ સિરીઝમાં ફરી એકવાર  રાહુલ દ્રવિડ ટીમ ઈન્ડિયાનો ખેલાડી રહ્યો. દ્રવિડે આ સિરીઝમાં 76.83ની એવરેજથી 461 રન બનાવ્યા.

4. મુરલી વિજય:
ટીમ ઈન્ડિયા ચોથી વખત ઈંગ્લેન્ડના પ્રવાસે 2015માં ગઈ હતી. આ પ્રવાસમાં મુરલી વિજય સૌથી વધારે રન બનાવનાર ભારતીય બેટ્સમેન બન્યો. તેણે આ પ્રવાસમાં 40.20ની એવરેજથી 402 રન બનાવ્યા.

5. વિરાટ કોહલી:
ટીમ ઈન્ડિયાએ છેલ્લે 2018માં ઈંગ્લેન્ડનો પ્રવાસ ખેડ્યો હતો. આ પ્રવાસમાં વિરાટ કોહલીએ સૌથી વધારે રન પોતાના બેટથી બનાવ્યા. તેણે 59.30ની એવરેજથી 593 રન બનાવ્યા. આ વખતે ફરી એકવાર વિરાટ કોહલી પોતાની યંગ બ્રિગેડ સાથે ઈંગ્લેન્ડના પ્રવાસે છે. 21મી સદીમાં ટીમ ઈન્ડિયાનો આ છઠ્ઠો  ઈંગ્લેન્ડ પ્રવાસ છે. ત્યારે એ જોવાનું રહેશે કે આ સિરીઝમાં ટીમ ઈન્ડિયાને કોઈ નવું રન મશીન મળે છે કે નહીં.

adv

Related News

post
post
post
post
post
post
post