• Home
  • News
  • તમિલનાડુના તિલતર્પણપુરીમાં વિશ્વની એકમાત્ર નરમુખ વિનાયક પ્રતિમા બિરાજિત, રામે જ્યાં દશરથજીનું તર્પણ કર્યું ત્યાં મનુષ્ય સ્વરૂપવાળા ગણેશ
post

પૌરાણિક કથાઓ મુજબ નરમુખ ગણેશનું માથું ભગવાન શિવે કાપી નાખ્યું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-22 12:33:54

ભગવાન ગણેશનું ગજમુખી એટલે કે ગજાનન રૂપ બધાએ જોયું છે. મોટા ભાગે ગણેશજી આ રૂપમાં જ પૂજાય છે પણ શું તમે જાણો છો કે તમિલનાડુમાં એક પ્રાચીન મંદિર એવું પણ છે કે જ્યાં તેમની નરમુખ મૂર્તિની પૂજા થાય છે. તિરુવરુર જિલ્લાના તિલતર્પણપુરીના આદિ વિનાયક મંદિરમાં નરમુખ ગણેશ સ્થાપિત છે. અહીં ગણેશજીની સાથે માતા પાર્વતીની પણ પૂજા થાય છે. કહેવાય છે કે આ વિશ્વનું એકમાત્ર એવું સ્થળ છે કે જ્યાં ભગવાન ગણેશની નરમુખ મૂર્તિ પૂજાય છે.

આ પ્રાચીન મંદિરના મહાત્મ્ય વિશે અહીંના પૂજારી નરસિમ્હન જણાવે છે કે પિતૃપક્ષમાં અહીં શ્રદ્ધાળુઓ તલથી તર્પણ કરે છે. આ પરંપરા પૂર્વજોના આશીર્વાદ મેળવવા માટે નિભાવાય છે. તેથી જ આ સ્થળ દક્ષિણનું ગયા પણ કહેવાય છે. ભગવાન રામે તેમના પિતા રાજા દશરથના મૃત્યુ બાદ તેમનું તર્પણ અહીં કર્યું હતું. આ સ્થાનની મહત્તા ગયા, કાશી, રામેશ્વરમ, શ્રીવન્ચિયમ, થિરુવેકાડુ અને ત્રિવેણી સંગમ જેટલી જ છે કે જ્યાં પૂર્વજોને તર્પણ કરાય છે.

ગણપતિ નામ શિવજીએ આપ્યું હતું
પૌરાણિક કથાઓ મુજબ નરમુખ ગણેશનું માથું ભગવાન શિવે કાપી નાખ્યું હતું. ત્યાર બાદ તેમને જીવિત કરવા હાથીનું મુખ લગાવાયું. શિવજીએ જ ગણેશજીને ગણપતિનામ પણ આપ્યું, જેનો અર્થ થાય છે- સેનાપતિ. શિવજીએ ત્યારે જ ગણેશજીને સદાય સર્વપ્રથમ પૂજનીય રહેવાનું વરદાન પણ આપ્યું હતું.

 

adv

Related News

post
post
post
post
post
post
post