• Home
  • News
  • IND vs SA : ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે 26મીથી પ્રથમ ટેસ્ટ, જાણો શું છે બોક્સિંગ ડે ટેસ્ટ અને તેનો ઈતિહાસ
post

બોક્સિંગ ડે પર પ્રથમ ટેસ્ટ મેચ વર્ષ 1968માં વેસ્ટ ઈન્ડિઝના ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન યોજાઈ હતી

Written By newsonline | Ahmedabad | Published: 2023-12-23 19:47:28

ભારતીય ટીમ સાઉથ આફ્રિકા સામે રમાનાર 2 ટેસ્ટ મેચ સિરીઝની પ્રથમ મેચની શરૂઆત 26 ડિસેમ્બર એટલે કે બોક્સિંગ ડેના રોજ કરશે. બીજી તરફ પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ ટેસ્ટ મેચોની સિરીઝની બીજી મેચની શરૂઆત પણ આ જ દિવસે થવાની છે. આવી સ્થિતિમાં દરેકના મનમાં એક જ પ્રશ્ન થઇ રહ્યો છે કે બોક્સિંગ ડે શું છે ? આવો આ બોક્સિંગ ડે વિશે વધુ જાણીએ.

શું છે બોક્સિંગ ડે ટેસ્ટ

બોક્સિંગ ડે ટેસ્ટ દર વર્ષે 26 ડિસેમ્બરના રોજ એટલે કે ક્રિસમસના બીજા દિવસે રમવામાં આવે છે. પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આ મેચ મેલબર્ન ક્રિકેટ સ્ટેડિયમમાં ક્રિસમસના આગલા દિવસે રમાશે જેને બોક્સિંગ ડે કહેવામાં આવે છે. મેલબોર્ન સામાન્ય રીતે દર વર્ષે બોક્સિંગ ડે ટેસ્ટનું આયોજન કરે છે, પરંતુ હવે આ દિવસ વિશ્વના અન્ય ભાગોમાં પણ ઉજવવામાં આવે છે.

કયા-કયા દેશોમાં થાય છે બોક્સિંગ ડેની ઉજવણી

ક્રિસમસના એક દિવસ પછી બોક્સિંગ ડેની ઉજવણી કરવામાં આવે છે. યુનાઈટેડ કિંગડમ અને અન્ય દેશો જે ક્યારે બ્રિટિશ સામ્રાજ્યનો ભાગ હતા તે આ દિવસની ઉજવણી કરી છે. સૌથી પહેલા આ દિવસની ઉજવણી મેલબર્નમાં કરવામાં આવતી હતી. તે પછી ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, કેનેડા, નાઈઝીરીયા, ત્રિનિદાદ અને સાઉથ આફ્રિકા સહિત અન્ય દેશોમાં પણ આ દિવસ ઉજવવામાં આવે છે.

બોક્સિંગ ડે શા માટે ઉજવવામાં આવે છે?

એવું કહેવાય છે કે રાણી વિક્ટોરિયાના શાસનમાં બ્રિટિશ સામ્રાજ્યના નોકરોને તેમના રાજા અથવા રાણીના હાથથી ક્રિસમસની ભેટ આપવામાં આવતી હતી. આ ભેટોને 'ક્રિસમસ બોક્સ' કહેવામાં આવતી હતી અને ત્યારથી 26મી ડિસેમ્બરને 'બોક્સિંગ ડે' તરીકે ઓળખવામાં આવે છે.

બોક્સિંગ ડે ટેસ્ટનો ઇતિહાસ

બોક્સિંગ ડે પર પ્રથમ ટેસ્ટ મેચ વર્ષ 1968માં વેસ્ટ ઈન્ડિઝના ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન યોજાઈ હતી. આવી સ્થિતિમાં ઓસ્ટ્રેલિયા વર્ષ 1980થી દર વર્ષે બોક્સિંગ ડે પર ટેસ્ટ મેચનું આયોજન કરે છે. ઓસ્ટ્રેલિયાએ વર્ષ 1989માં શ્રીલંકા સામે ODI મેચનું આયોજન કર્યું હતું પરંતુ બોક્સિંગ ડે ટેસ્ટનું આયોજન થઈ શક્યું ન હતું.

adv

Related News

post
post
post
post
post
post
post