• Home
  • News
  • હિન્દુ ધાર્મિક માન્યતાઓનું અપમાન કરનાર પાકિસ્તાની ક્રિકેટ પ્રેઝન્ટરને ભારતે તગેડી મૂકી
post

સોશિયલ મીડિયા પર ઝૈનબ અબ્બાસના ઘણા વીડિયો છે, જેમાં તે સાયબર ક્રાઈમ, ભારત અને હિન્દુ ધર્મ માટે અપશબ્દોનો ઉપયોગ કરતી જોવા મળે છે.

Written By newsonline | Ahmedabad | Published: 2023-10-09 19:09:51

પાકિસ્તાનની ક્રિકેટ પ્રેઝન્ટર અને એન્કર ઝૈનબ અબ્બાસ વિવાદો સાથે લાંબા સમયથી સંકળાયેલી છે. ઝૈનબ અબ્બાસ પોતાની હિંદુ વિરોધી પોસ્ટ અને ટ્વિટના કારણે વારંવાર વિવાદોમાં ઘેરાયેલી રહે છે. મળતી  માહિતી પ્રમાણે,હવે ઝૈનબ અબ્બાસને ભારત છોડવું પડ્યું છે. ઝૈનબ અબ્બાસ ICC બ્રોડકાસ્ટ ટીમનો ભાગ હતી. 

ઝૈનબ અબ્બાસ ભારતથી દુબઈ પહોંચી

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિનીત જિંદાલ નામના ભારતીય વકીલે BCCI સાથે મળીને ઝૈનબ અબ્બાસ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. જે બાદ દોષ ઝૈનબ અબ્બાસ પર આવી ગયો છે. હવે પાકિસ્તાનના Samaa ટીવીએ ટ્વિટ કર્યું છે. આ ટ્વીટમાં લખ્યુ છેકે, ઝૈનબ અબ્બાસ ભારતમાં સુરક્ષાને લઈને અસ્વસ્થ હતી. ઝૈનબ અબ્બાસ ભારતથી દુબઈ પહોંચી છે. 

ઝૈનબ અબ્બાસે પોતાના ટ્વિટમાં ભારત અને હિંદુ દેવી-દેવતાઓનું અપમાન કર્યું હતું. તે પાકિસ્તાન-નેધરલેન્ડ મેચ દરમિયાન જોવા મળી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આઇસીસી ઇચ્છે તો પણ ઝૈનબ અબ્બાસની મદદ કરી શકશે નહીં, કારણ કે આ મુદ્દો ભારત અને પાકિસ્તાન વચ્ચેનો છે. બંને દેશોના મુદ્દામાં ICC કંઈ કરી શકે તેમ નથી.

સોશિયલ મીડિયા પર ઝૈનબ અબ્બાસના ઘણા વીડિયો છે, જેમાં તે સાયબર ક્રાઈમ, ભારત અને હિન્દુ ધર્મ માટે અપશબ્દોનો ઉપયોગ કરતી જોવા મળે છે.

adv

Related News

post
post
post
post
post
post
post