• Home
  • News
  • કોરોના સંક્રમણના જોખમને ખાળવામાં ભારત ચીન કરતાં સારું, 76 માપદંડને આધારે મૂલ્યાંકન કર્યું
post

સુરક્ષા, ક્વોરન્ટાઇન, જોખમ ક્ષમતા, આરોગ્ય સેવા, સ્ટાફ, મેનેજમેન્ટ જેવા માપદંડોના આધારે રેન્કિંગ કરાયું

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-22 11:27:05

કોરોનાના કારણે વિશ્વભરમાં અફડાતફરી મચી છે. દોઢ લાખથી વધુ લોકોનાં મોત થઇ ગયાં છે. જોકે દરેક દેશ તેનો સામનો કરવાના પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે હોંગકોંગની દિગ્ગજ એજન્સી ડીપ નોલેજ ગ્રૂપે 200 દેશોનું વિશ્લેષણ કર્યું. જેમાં લોકોની સુરક્ષા, સારવાર, સરકારી મેનેજમેન્ટ, આરોગ્ય સેવાઓ જેવા 76 માપદંડોના આધારે તેમની સ્થિતિનું મૂલ્યાંકન કર્યું. ફોર્બ્સમાં પ્રકાશિત આ રિપોર્ટ મુજબ સુરક્ષાના મામલે ઇઝરાયલ પ્રથમ, જર્મની બીજા અને ચીન પાંચમા સ્થાને છે. ભારત ટોપ 40માં પણ નથી, પરંતુ સંક્રમણના જોખમને ખાળવામાં ભારત ચીનથી આગળ છે. 20 દેશોમાં 15મા સ્થાને છે.

આ ઉપાયોથી કોરોના સામે દુનિયા લડી રહી છે

·         ઘણા દેશોએ ઝડપી અને અસરકારક પગલાં લીધાં. કેસો 50,000 થતાં પહેલાં જ સંક્રમણ અટકાવી દીધું.

·         ઇઝરાયલે ક્વોરન્ટાઇન, ટ્રાવેલ બેન, ટેસ્ટિંગ, મોનિટરિંગ અને સુરક્ષા પર વધુ ધ્યાન આપ્યું. 

·         ચીન અને જર્મનીએ એઆઇ, રોબોટિક્સ, બિગ ડેટા એનાલિસિસ દ્વ્રારા કોરોનાને નિયંત્રિત કર્યો

ચીન કોરોના વાઇરસ સામે સુરક્ષા મામલે ઓસ્ટ્રેલિયા, દ.કોરિયાથી પાછળ
કોરોના હેલ્થ સેફ્ટી રેન્કિંગ કે આ મહામારી સામે સુરક્ષિત ઉપાયોથી કાબૂ મેળવવામાં ઇઝરાયલ વિશ્વમાં ટોચે છે. પરંતુ જે ચીનથી કોરોના ફેલાયો તે એમાં પાછળ રહી ગયું. તે 5મા સ્થાને છે પરંતુ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ કોરિયા જેવા દેશોથી પાછળ છે. તેના માપદંડોમાં સુરક્ષા, મોતની સંભાવના, સંક્રમિતોની સંખ્યામાં ઘટાડો સામેલ છે.

સંક્રમણના નિયંત્રણમાં આપણે પાડોશી દેશોથી સારા
સંક્રમણ ફેલાવાનું જોખમ કે રિસ્ક, સરકારી મેનેજમેન્ટ, આરોગ્ય દેખરેખ અને ક્ષેત્ર વિશેષમાં જોખમના મામલા ઉકેલવામાં ભારત પાડોશી દેશો કરતાં સારું રહ્યું છે. ટોપ-20 દેશોમાં આપણે 15મા સ્થાને છીએ. જ્યારે ચીન અને પાકિસ્તાન જેવા દેશ તેમાં નથી. બાંગ્લાદેશ અને શ્રીલંકા પણ તેમનાથી સારા છે.

સારવારની ક્ષમતા અને વ્યવસ્થામાં જાપાન, ઇઝરાયલથી ઓસ્ટ્રેલિયા સારું
સારવાર ક્ષમતા કે ટ્રીટમેન્ટ કેપેસિટી રેન્કિંગ ફ્રેમવર્કમાં એ જોવામાં આવ્યું કે કોઇ દેશ સંક્રમણની કેવી દેખરેખ રાખી રહ્યો છે. નાગરિકોને માહિતી કેવી રીતે આપી રહ્યો છે અને આરોગ્ય પ્રણાલી પર વધુ બોજ નાખ્યા વિના ઓછા ગંભીર કેસો કેવી રીતે ઉકેલી રહ્યો છે. તેમાં ઝડપી સારવાર, ટેસ્ટિંગ, રસી ડેવલોપમેન્ટની સ્થિતિ જોવામાં આવી. તેમાં જર્મની પ્રથમ રહ્યું. ત્યાં રસી પર કામ ચાલી રહ્યું છે.

ક્વોરન્ટાઇન, ઇમરજન્સી જેવા 76 માપદંડોના આધારે રેન્કિંગ
કોરોનાનો સામનો કરવાથી લઇ તૈયારીઓને ધ્યાનમાં રાખી દેશોને 76 માપદંડોના આધારે રેન્કિંગ આપવામાં આવ્યાં. તેમાં ક્વોરન્ટાઇન ક્ષમતા હેઠળ તેની સમયમર્યાદા, ઉલ્લંઘન કરનારા લોકોને સજા, તેમને આર્થિક અને અન્ય મદદ છે. જ્યારે સરકારી મેનેજમેન્ટ હેઠળ મોનિટરિંગ સિસ્ટમ, ઇમરજન્સી વ્યવસ્થા, ટેક્નોલોજીનું સ્તર, સુરક્ષા, ઇમરજન્સીમાં તેજી જેવા માપદંડ છે. તેમાં કોરોના મામલે, મૃતકાંક, મોનિટરિંગ અને ડિટેક્શન, ટેસ્ટિંગ, સર્વિલાન્સ, પારદર્શિતા, ઇમરજન્સી સેવા વેન્ટિલેટર, હોસ્પિટલોમાં બેડ-મેડિકલ સ્ટાફની સંખ્યા, હેલ્થકેર અને ટેક્નોલોજીનો ઉપયોગ પણ સામેલ છે. આ રિપોર્ટ તૈયાર કરવા માટે વિશ્વબેન્ક, ડબ્લ્યુએચઓ, સીડીસી, જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી અને વર્લ્ડોમીટરના આંકડાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં કહેવાયું છે કે કોવિડ-19 મહામારી માનવ વ્યવહાર, કંપનીઓ અને સરકારો સાથે સંકળાયેલી જટિલ પ્રણાલી અને આરોગ્ય સેવા, અર્થશાસ્ત્ર, ભોગોલિક સ્થિતિ અને રાજકીય વ્યવસ્થાને અસર કરી શકે છે.

adv

Related News

post
post
post
post
post
post
post