• Home
  • News
  • ઇન્ડિયા-ઇંગ્લેન્ડ વચ્ચે સપ્ટેમ્બરમાં વનડે અને T-20 સીરિઝ થવાની છે, તે માર્ચ 2021 સુધી સ્થગિત કરવામાં આવી શકે છે
post

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે છેલ્લી મેચ 30 જૂન 2019ના રોજ વર્લ્ડ કપમાં રમાઈ હતી. ત્યારે ઇંગ્લેન્ડે ભારતને 31 રને હરાવ્યું હતું.

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-16 11:25:51

સપ્ટેમ્બરમાં ઇંગ્લેન્ડનો ભારત પ્રવાસ કોરોનાવાયરસને કારણે સ્થગિત કરવામાં આવી શકે છે. ઇંગ્લિશ ટીમે આ ટૂર પર 3 વનડે અને 3 T-20ની સીરિઝ રમવાની છે. બ્રિટિશ મીડિયાના જણાવ્યા અનુસાર, આ સીરિઝ આગામી વર્ષના માર્ચ સુધી મુલતવી રાખવામાં આવી શકે છે. જોકે ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) એ આ અંગે હજી કોઈ નિવેદન આપ્યું નથી.

ઇંગ્લેન્ડે આવતા વર્ષે જાન્યુઆરીથી માર્ચ દરમિયાન ભારત પ્રવાસ પર 5 ટેસ્ટની સીરિઝ રમવાની છે. આવી સ્થિતિમાં, આ લિમિટેડ ઓવર્સની સીરિઝ માર્ચ પછી રમી શકાય છે.

એપેક્સ કાઉન્સિલની બેઠક પછી ઘોષણા થઈ શકે છે
શુક્રવારે BCCI એપેક્સ કાઉન્સિલની બેઠક મળવાની છે. આ પછી ઓગસ્ટમાં યોજાનારી ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ-A ટીમનો ભારત પ્રવાસ મુલતવી રાખવા અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. BCCIના એક વરિષ્ઠ અધિકારીએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે, ભારતમાં કોરોનાની હાલની પરિસ્થિતિ અનુસાર, ઇંગ્લેન્ડની ટીમ ભારતના પ્રવાસે આવવા માંગશે નહિ.

ઓગસ્ટમાં શરૂ થઈ શકે છે ટ્રેનિંગ કેમ્પ
અધિકારીએ કહ્યું કે, 'ન્યૂઝીલેન્ડ-A ટીમ પણ ઓગસ્ટમાં આવવાની છે. આ પ્રવાસ થવો પણ મુશ્કેલ છે. BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ તાજેતરમાં કહ્યું કે, જો સ્થિતિ સારી થાય તો ઓગસ્ટ સુધીમાં ટ્રેનિંગ કેમ્પ શરૂ થઈ શકે છે. આ કોમનસેન્સ છે કે મહામારીના કારણે કોઈ મેચ નહિ થઈ શકે.

સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં IPL થઈ શકે છે
જો 18 ઓક્ટોબરથી 15 સપ્ટેમ્બર દરમિયાન ઓસ્ટ્રેલિયામાં થનાર T-20 વર્લ્ડ કપ સ્થગિત થયો તો ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ને તે વિન્ડો મળી શકે છે. ટૂર્નામેન્ટ ભારત અથવા વિદેશમાં પણ થઈ શકે છે. ભારતની છેલ્લી સીરિઝ દક્ષિણ આફ્રિકા સામે માર્ચમાં હતી. પહેલી મેચ 12 માર્ચના રોજ વરસાદના લીધે રદ્દ થઈ હતી. જ્યારે છેલ્લી બંને વનડે કોરોનાના કારણે કેન્સલ થઈ હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post