• Home
  • News
  • નેપાળ સાથે 98% સીમા નક્કી; પરંતુ ચીનનો આપણી 43,180 અને પાકિસ્તાનનો 78 હજાર ચો.કિમી જમીન પર કબજો, આ ત્રણેય સ્વિત્ઝરલેન્ડ બરાબર
post

સ્વિત્ઝરલેન્ડનો કુલ વિસ્તાર 41 હજાર 285 ચો કિમી, જ્યારે પાકિસ્તાન અને ચીનના કબજામાં આપણી 1 લાખ 21 હજાર 80 ચો.કિમી જમીન

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-06 09:59:00

નવી દિલ્હી: 1954માં ચીનમાં એક પુસ્તક આવ્યું હતું. જેનું નામ અ બ્રીફ હિસ્ટ્રી ઓફ મોડન ચાઈનાહતું. આ પુસ્તકમાં ચીનનો નકશો છપાયેલો હતો, જેમાં લદ્દાખને તેનો ભાગ ગણાવાયો હતો. પછી જુલાઈ 1958માં ચીનમાંથી આવેલા બે મેગેઝિન ચાઈના પિક્ટોરિયલઅને સોવિયત વીકલીમાં પણ ચીને તેનો જે નકશો છાપ્યો હતો, તેમાં ભારતીય વિસ્તારોને પોતાની હદમાં ગણાવ્યા હતા. ભારતે બન્ને વખતે વાંધો ઉઠાવ્યો, પણ ચીને કહ્યું કે, નકશા જુના છે અને તેમની પાસે નકશો ઠીક કરવાનો સમય નથી.

તે દરમિયાન 1956-57માં ચીને શિંજિયાંગથી માંડી તિબેટ સુધી એક હાઈવે બનાવ્યો હતો. આ હાઈવેનો રસ્તો એક્સાઈ ચીનથી પસાર થતો હતો.એ સમય સુધી એક્સાઈ ચીન ભારતનો જ એક ભાગ હતો અને રસ્તો બનાવ્યા પહેલા ચીને જણાવ્યું પણ નહોતું. ભારતને પણ આ અંગે અખબાર દ્વારા જ ખબર પડી હતી.

શિંજિયાંગ-તિબેટ હાઈવે પર જ્યારે એ વખતના વડાપ્રધાન જવાહર લાલ નહેરુએ ચીનના રાષ્ટ્રપતિ ઝોઉ ઈન-લાઈને પત્ર લખ્યો તો, ઝોઉએ સીમા વિવાદનો મુદ્દો ઉઠાવ્યો અને દાવો કરી દીધો કે તેમની 5 હજાર ચો.મીલ એટલે કે લગભગ 13 હજાર ચો.કિમીનો વિસ્તાર ભારતીય હદમાં છે.

આ પહેલી વખતુ હતું જ્યારે ચીને સત્તાવાર રીતે સીમા વિવાદનો મુદ્દો ઉઠાવ્યો હતો. ઝોઉએ  એવું પણ કહ્યું કે, તેમની સરકાર 1914માં નક્કી કરાયેલા મૈકમોહન લાઈનને પણ નથી સ્વીકારતી. મૈકમોહન લાઈન 1914માં નક્કી થઈ હતી. 

ભારતની 15 હજાર 106 કિમી લાંબી સીમા 7 દેશો પાસે આવેલી છે. આ સાત દેશમાં બાંગ્લાદેશ, ચીન, પાકિસ્તાન, નેપાળ, મ્યાંમાર, ભૂટાન અને અફઘાનિસ્તાન છે. આ સાતેય દેશમાંથી માત્ર ચીન-પાકિસ્તાન અને નેપાળ જ છે, જેમની સાથે આપણો સીમા વિવાદ ચાલી રહ્યો છે.

બાંગ્લાદેશ સાથે પણ પહેલા લગભગ 6.1 કિમીની સીમા અંગે વિવાદ હતો, જેનો 2011માં એ વખતના વડાપ્રધાન મનમોહન સિંહના બાંગ્લાદેશની મુલાકાત વખતે ઉકેલ લવાયો હતો. ત્યારપછી 2014માં ભારત-બાંગ્લાદેશ વચ્ચે સમુદ્ર સીમાના મામલાનો પણ ઉકેલ આવી ગયો હતો. 

ચીન-પાકિસ્તાન અને નેપાળ અંગે શું વિવાદ?
1.
ચીન, સીમાઃ3,488 કિમી
ભારતની ચીન સાથે 3 હજાર 488 કિમી લાંબી સરહદ છે. જે ત્રણ સેક્ટર્સ- પૂર્વ,મધ્ય  અને પશ્વિમ ભાગમાં વહેંચાયેલી છે. પૂર્વ સેક્ટરમાં સિક્કીમ અને અરુણાચલ પ્રદેશની સીમા ચીન સાથે આવેલી છે, જેની લંબાઈ 1 હજાર 346 કિમી છે. મધ્ય સેક્ટરમાં હિમાચલ અને ઉત્તરાખંડ છે, જેની લંબાઈ 545 કિમી છે. અને પશ્વિમ સેક્ટરમાં લદ્દાખ આવે છે, જેની સાથે ચીનની 1 હજાર 597 કિમી લાંબી સીમા છે.
 
ચીન અરુણાચલ પ્રદેશના 90 હજાર ચો.કિમીના ભાગ પર પોતાનો દાવો કરે છે. જ્યારે લદ્દાખનો લગભગ 38 હજાર ચો કિમી ભાગ ચીનના કબજામાં છે. આ ઉપરાંત 2 માર્ચ 1963ના રોજ ચીન-પાકિસ્તાન વચ્ચે થયેલી એક સમજૂતી હેઠળ પાકિસ્તાને POKનો 5 હજાર ચો.કિમી ભાગ ચીનને આપી દીધો હતો.

ચીન અરુણાચલ પ્રદેશના 90 હજાર ચો કિમીના ભાગ પર પોતાનો દાવો કરે છે. જ્યારે લદ્દાખનો લગભગ 38 હજાર ચો કિમીનો ભાગ ચીનના કબજામાં છે. આ ઉપરાંચ 2 માર્ચ 1963ના રોજ ચીન-પાકિસ્તાન વચ્ચે થયેલી એક સમજૂતી હેઠળ પાકિસ્તાને POKનો 5 હજાર 180 ચો કિમી ભાગ ચીનને આપી દીધો હતો. કુલ ચીને ભારતના 43 હજાર 180 ચો કિમી પર કબજો કરી રાખ્યો છે. જ્યારે સ્વિત્ઝરલેન્ડનો એક વિસ્તાર 41 હજાર 285 ચો કિમી છે.

સીમા વિવાદનો ઉકેલ લાવવા માટે બન્ને દેશો વચ્ચે શું થયું?
1993
માં બન્ને દેશો વચ્ચે એક સમજૂતી થઈ હતી, જેમાં નક્કી થયું હતું કે બન્ને દેશના સીમા વિવાદનો વાતચીત દ્વારા ઉકેલ લાવીશું. ત્યારપછી નવેમ્બર 1996માં પણ સમજૂતી થઈ, જેમાં નક્કી કરાયું કે બન્ને દેશ એક બીજા વિરુદ્ધ કોઈ પ્રકારની શક્તિનો ઉપયોગ નહીં કરે.પછી 2005માં પણ એક સમજૂતી થઈ, જેમાં 1993 અને 1996ની સમજૂતીની વાતને ફરી કહેવાઈ. 

2. પાકિસ્તાન, સીમાઃ3,232 કિમી
પાકિસ્તાન ત્રીજો પાડોશી દેશ છે, જેની સાથે ભારતની સૌથી લાંબી સીમા છે. પાકિસ્તાન સાથે ભારતની સીમાની લંબાઈ 3 હજાર 323 કિમી લાંબી છે. પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરના 78 હજાર કિમી વિસ્તાર પર કબજો કર્યો છે. જેને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર એટલે કે POK પણ કહેવાય છે. આ 78 હજાર ચો કિમીમાં પાકિસ્તાને માર્ચ 1963ના રોજ ચીનને 5 હજાર 180 કિમીની જમીન આપી દીધી હતી.

સીમા વિવાદનો નિવેડો લાવવા માટે બન્ને દેશ વચ્ચે શું થયું?
પાકિસ્તાન ભારત પર 4 વખત હુમલો કરી ચુક્યો છે. પહેલી વખત આઝાદીના ઠીક પછી 1948માં કર્યો હતો. ત્યારપછી 1965, 1971 અને 1999માં પણ બન્ને દેશ વચ્ચે યુદ્ધ થયું હતું. 1948ની લડાઈમાં જ પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરની 78 હજાર કિમી જમીન પર કબજો કર્યો હતો. હાલ આ મામલો UNમાં છે.


પાકિસ્તાન તરફથી કાશ્મીરમાં આતંકવાદ ફેલાવાઈ રહ્યો છે. ભારતના કહ્યાં પ્રમાણે, જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદ પર ચર્ચા નહીં કરે, ત્યાં સુધી કોઈ વાત નહીં કરવામાં આવે. જ્યારે પાકિસ્તાન આતંકવાદ અંગે વાત કરવાનો ઈન્કાર કરી રહ્યું છે.

3.
નોપાળ, સીમાઃ1,751 કિમી
ડિસેમ્બર 1815માં બ્રિટિશ ઈન્ડિયા અને નેપાળ વચ્ચે એક સંધિ થઈ હતી, જેને સુગૌલી સંધિના નામથી ઓળખવામાં આવે છે. આ સંધિ પર હસ્તાક્ષર તો ડિસેમ્બર 1815માં થઈ ગયા હતા, પરંતુ આ સંધિ અમલમાં 4 માર્ચ 1816થી આવી હતી. એ વખતે ભારત પર અંગ્રેજોનો કબજો હતો. અને આ સંધિ પર ઈસ્ટ ઈન્ડિયાની કંપની તરફથી લેફ્ટિનેન્ટ કર્નલ પેરિસ બ્રેડશ અને નેપાળ તરફથી રાજગુરુ ગજરાજ મિશ્રએ હસ્તાક્ષર કર્યા હતા. 
સુગૌલી સંધિમાં નક્કી થઈ ગયું કે નેપાળની સરહદ પશ્વિમમાં મહાકાલી અને પૂર્વમાં મૈચી નદી સુધી હશે. પરંતુ તેમાં નેપાળની સીમા નક્કી નહોતી થઈ. જેના પરિણામે આજે પણ 54 એવી જગ્યાઓ છે, જેના માટે બન્ને દેશો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે.

સીમા વિવાદનો નિવેડો લાવવા માટે બન્ને દેશો વચ્ચે શું થયું?
સુગૌલી સંધિમાં નેપાળની સરહદ નક્કી થઈ હતી, સીમા નહી. એટલા માટે 1981માં બન્ને દેશોની સીમા નક્કી કરવા માટે એક સંયુક્ત દળ બનાવાયું હતું, જેણે 98% સીમા નક્કી કરી હતી. જો કે, નવી બોર્ડર સ્ટ્રિપ વાળા મેપ પર 2007માં હસ્તાક્ષર થયા હતા. આ ઉપરાંત જે વિસ્તાર અંગે બન્ને દેશો વચ્ચે સીમા વિવાદ ચાલી રહ્યો છે, તેનો વાતચીત દ્વારા ઉકેલ લવાઈ રહ્યો છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post