• Home
  • News
  • સીમા વિવાદ:ભારતે ચીનની વાતને ફગાવી દીધી; ચીને લદ્દાખમાં ફિંગર એરિયામાંથી બન્ને દેશની સેના સમાન અંતરે પાછળ હટે તેવું સૂચન કર્યું હતું
post

ભારતે કહ્યું- ચીને ફિંગર એરિયામાંથી સંપૂર્ણ રીતે પાછું હટવું પડશે અને પોતાના વાસ્તવિક લોકેશન પર પરત જવું પડશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-24 11:59:30

ચીન સાથે ચાલી રહેલા સીમા વિવાદમાં ભારતે ચીનના સૂચનને ફગાવી દીધું છે. ચીન ઈચ્છે છે તે પૂર્વ લદ્દાખમાં ફિંગર એરિયામાંથી બન્ને દેશની સેના સમાન અંતરે પાછળ હટે. ડિપ્લોમેટિક લેવલની વાતચીત પછી બન્ને દેશ છેલ્લા ત્રણ મહિનાથી ચાલી રહેલ સીમા વિવાદને ઉકેલવા માટે મિલિટ્રી લેવલની મીટિંગ બોલાવવા ઉપર કામ કરી રહ્યા છે.

આ બધાની વચ્ચે ટોપ મિલિટ્રી કમાન્ડર્સે ફિલ્ડ કમાન્ડર્સને લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC) પર કોઈ પણ ઘટના કે કાર્યવાહી માટે તૈયાર રહેવાનું કહ્યું છે. ભારતીય સેના સરહદ ઉપર લાંબા સમય સુધી મોર્ચો સંભાળવાની તૈયારી કરી રહી છે.

ભારતનું વલણ સ્પષ્ટ છે
સૂત્રો હવાલાથી ન્યૂઝ એન્જસીએ જણાવ્યું હતું કે ચીને સૂચન કર્યું હતું કે ભારત અને ચીન બન્ને દેશની સેના ફિંગર-4 એરિયામાંથી સમાન અંતરે પાછળ હટે. ભારતે કહ્યું કે આ સૂચન માન્ય નથી. હાલમાં ચીનની સેનાના પૈગોંગ ત્સો ઝીલ પાસે ફિંગર-5ની આસપાસ ધામા છે. ભારતે પહેલા પણ સ્પષ્ટ કહ્યું હતું કે ચીને ફિંગર વિસ્તારમાંથી સંપૂર્ણ પણે પાછળ હટવું પડશે અને પોતાના વાસ્તવિક લોકેસન પર પાછું જવું પડશે.

ચીને સમજૂતીનું ઉલ્લંઘન કર્યું
ભારતે બન્ને દેશ વચ્ચે 1993-96 વચ્ચે થયેલી સમજૂતીનું ચીન દ્વારા ઉલ્લંઘન થયું હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. સમજૂતી મુજબ LAC પર કોઈપણ પ્રકારના બાંધકામ પર સંપૂર્ણ પણે પ્રતિબંધ છે. ચીને ફિંગર એરિયામાં બાંધકામ કર્યું છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post