• Home
  • News
  • બર્મિંગહામમાં ઈન્ડિયાનો દમ:બર્મિંગહામમાં 12 રમતોમાં ભારતે જીત્યા મેડલ; કુશ્તી, TT,એથ્લેટિક્સ અને બેડમિંટનમાં 2018થી સારૂ પ્રદર્શન
post

કુશ્તી બની ભારતની સૌથી વધુ સફળ ગેમ

Written By newsonline | Ahmedabad | Published: 2022-08-09 17:49:01

બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં ભારત 22 ગોલ્ડ મેડલ સહિત કુલ 61 મેડલ જીતીને ચોથા સ્થાન પર રહી છે. 2018 ગોલ્ડકોસ્ટ ગેમ્સમાં ભારત 26 ગોલ્ડ સહિત 66 મેડલ સાથે ત્રીજા સ્થાન પર રહી હતી. એટલે કે આ 4 વર્ષમાં ભારતના મેડલ ઘટ્યા છે અને સાથે પોઝિશન પણ ઘટી છે. તેમ છતાં ભારતનું આ કોમનવેલ્થમાં 2018ના કોમનવેલ્થ ગેમ્સ કરતા શાનદાર પ્રદર્શન રહ્યુ છે. તેનું કારણ આપણે આગળ જાણીશું. સાથે 2022 ગેમ્સની તુલના 2018થી કરીશુ.

સૌથી પહેલા જાણી લઈએ કે ઓછા મેડલ મળ્યા પછી પણ ભારતનું પ્રદર્શન સારૂ કેમ?
આનો સીધો જવાબ છે આ કોમનવેલ્થમાં શૂટિંગના રમત ના હોવી! શૂટિંગ કોમનવેલ્થ ગેમ્સમાં ભારત સૌથી વધુ મેડલ અપાવનાર રમત રહી છે. ભારતે અત્યાર સુધીમાં 63 ગોલ્ડ સહિત 135 મેડલ જીતેલા છે. 2018માં ભારતે શૂટિંગમાં 7 ગોલ્ડ સહિત 16 મેડલ જીત્યા હતા. આ વખતે શૂટિંગ કોમનવેલ્થ ગેમ્સનો ભાગ નથી એટલે કે ભારતના ખાતામાંથી 15-16 મેડલ તો આમ જ ઓછા થઈ ગયા. તેમ છતાં આપણા એથ્લિટ્સે પાછલા ગેમ્સની તુલનામાં માત્ર 4 ગોલ્ડ જ ઓછા જીત્યા છે. ઓવરઓલ અંદાજે 5 મેડલની ઘટ આવી છે.

હવે કુશ્તી બની ભારતની સૌથી વધુ સફળ ગેમ
શૂટિંગની ગેરહાજરીમાં આ વખતે કુશ્તી ભારતની સૌથી વધુ સફળ ગેમ રહી છે. ભારતીય રેસલર્સ 12 ઇવેન્ટમાં ઉતર્યા અને કોઈને કોઈ રેસલર્સ મેડલ જીતવામાં સફળ રહ્યા હતા. ભારતે આ રમતમાં 6 ગોલ્ડ, 1 સિલ્વર અને 5 બ્રોન્ઝ જીત્યા હતા. ગઈ વખતની ગેમ્સમાં 5 ગોલ્ડ, 3 સિલ્વર અને 4 બ્રોન્ઝ મળ્યા હતા.

બેડમિંટન અને ટેબલ ટેનિસમાં ગોલ્ડ વધ્યા
ભારતે આ વખતના ગેમ્સમાં 3 ગોલ્ડ, 1 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. 2018ના ગેમ્સમાં આ રમતમાં ભારતે 2 ગોલ્ડ, 1 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા. એવી જ રીતે ટેબલ ટેનિસમાં પણ ગોલ્ડ મેડલ વધ્યા છે. આ વખતે 4 ગોલ્ડ જીત્યા હતા, તો પાછલી વખત 3 મળ્યા હતા.

હોકી, જુડો અને લોન બોલ્સમાં પણ શાનદાર પ્રદર્શન
2018
ના કોમનવેલ્થ ગેમ્સમાં ભારતની પુરુષ અને મહિલા ટીમ મેડલ જીતવામાં નિષ્ફળ રહ્યા હતા. તે આ વખતે બન્ને ટીમોએ મેડલ જીત્યા છે. લોન બોલ્સમાં ભારતે ઈતિહાસ રચ્યો હતો. ભારતે આ રમતમાં 1 ગોલ્ડ અને 1 સિલ્વર જીત્યો છે. આવી જ રીતે જુડોમાં ભારત 2018માં ખાલી હાથે પરત આવી હતી. તો આ વખતે 2 સિલ્વર અને 1 બ્રોન્ઝ જીત્યો છે.

એથ્લેટિક્સમાં 2010 બાદ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન
ટ્રેક એન્ડ ફિલ્ડ ઇવેન્ટમાં ગોલ્ડ જીતવાનો સૌથી મજબૂત દાવેદાર નીરજ ચોપડા આ વખતે ઈજા પહોંચવાના કારણે કોમનવેલ્થ રેમ્સમાં ભાર લઈ શક્યો નહતો. આમ છતાં ભારતે એથલેટિક્સમાં 2010 બાદ ભારતે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યુ હતુ. ભારતે આ વખતે 1 ગોલ્ડ, 4 સિલ્વર અને 3 બ્રોન્ઝ જીત્યા હતા. 2014 અને 2018માં ભારતે એથલેટિક્સમાં 3-3 મેડલ મેળવ્યા હતા.

છેલ્લે નબળા પ્રદર્શનને પણ જાણો
બર્મિંગહામમાં ભારતને શરૂઆતમાં 3 મેડલ મળ્યા હતા. ભારતે વેટલિફ્ટિંગમાં આ વખતે 3 ગોલ્ડ સહિત કુલ 14 મેડલ જીત્યા છે. 2018માં ભારતે આ રમતમાં 5 ગોલ્ડ સહિત 9 મેડલ જીત્યા હતા. એટલે કે વેટલિફ્ટિંગમાં આપણા ઓવરઓલ મેડલ જરૂર વધ્યા છે, પરંતુ ગોલ્ડની સંખ્યા ઘટી છે. બોક્સિંગમાં પાછલી વખત 3 ગોલ્ડ સહિત 9 મેડલ મળ્યા હતા. આ વખતે 3 ગોલ્ડ સહિત 7 મેડલ છે. સ્ક્વોશમાં 2018માં 2 સિલ્વર મળ્યા હતા. તો આ વખતે 2 બ્રોન્ઝ મેડલ મળ્યા છે.

adv

Related News

post
post
post
post
post
post
post