• Home
  • News
  • ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ:સિરીઝની બીજી મેચ 12 ડિસેમ્બરે પોર્ટ એલિઝાબેથમાં રમાશે
post

આ સિરીઝમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ સૂર્યકુમાર યાદવ કરશે. સૂર્યાએ વર્ષ 2023માં ટીમ માટે સૌથી વધુ રન બનાવ્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-12-11 18:31:49

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની T-20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ડરબનમાં મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ટોસ પણ થઈ શક્યો નહોતો. આખરે મેચ રદ કરવી પડી હતી.

3 મેચની શ્રેણીની બીજી મેચ 12 ડિસેમ્બરે પોર્ટ એલિઝાબેથમાં રમાશે. ભારતે 2018માં દક્ષિણ આફ્રિકા સામે T20 શ્રેણી 2-1થી જીતી હતી.

અત્યાર સુધીમાં 121 T-20 ઈન્ટરનેશનલ રદ કરવામાં આવી છે
T-20 ઈન્ટરનેશનલના ઈતિહાસમાં અત્યાર સુધી વિવિધ કારણોસર 121 મેચ રદ થઈ છે. વેસ્ટ ઈન્ડિઝની મહત્તમ 10 મેચનું પરિણામ આવ્યું નથી.

હેડ ટુ હેડ રેકોર્ડમાં ભારત આગળ
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે T20 ફોર્મેટમાં અત્યાર સુધીમાં કુલ 8 સિરીઝ રમાઈ છે. જેમાંથી ભારતે ચાર અને દક્ષિણ આફ્રિકાએ બે જીત મેળવી હતી. 2 સિરીઝ પણ ડ્રો રહી હતી. બંને ટીમ વચ્ચે કુલ 24 T20 મેચ રમાઈ હતી. ભારતે 13 અને દક્ષિણ આફ્રિકા 10 જીતી છે. જ્યારે 1 મેચ અનિર્ણિત રહી હતી.

એન્ગિડી શ્રેણીની બહાર
દક્ષિણ આફ્રિકાનો ફાસ્ટ બોલર લુંગી એન્ગિડી ઈજાના કારણે T20 સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. સાઉથ આફ્રિકા ક્રિકેટ બોર્ડ (CSA)એ શનિવારે આ માહિતી આપી હતી. ફાસ્ટ બોલર બ્યુરોન હેન્ડ્રીક્સને એન્ગિડીની જગ્યાએ ટીમમાં સામેલ કર્યો હતો.

સૂર્યા ભારતનો ટોપ રન સ્કોરર
આ સિરીઝમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ સૂર્યકુમાર યાદવ કરશે. સૂર્યાએ વર્ષ 2023માં ટીમ માટે સૌથી વધુ રન બનાવ્યા છે. તેના નામે 16 મેચમાં 577 રન છે. બીજા નંબરે ઋતુરાજ ગાયકવાડ છે. તેણે 13 મેચમાં 370 રન બનાવ્યા છે. બોલિંગમાં અર્શદીપ સિંહે સૌથી વધુ 25 વિકેટ લીધી છે.

સાઉથ આફ્રિકા તરફથી હેન્ડ્રિક્સે સૌથી વધુ રન બનાવ્યા
એડન માર્કરમ સાઉથ આફ્રિકાની કમાન સંભાળતો જોવો મળશે. આ વર્ષે T20માં સાઉથ આફ્રિકા માટે સૌથી વધુ રન બનાવનાર રીઝા હેન્ડ્રીક્સ છે. તેણે 6 મેચમાં 273 રન બનાવ્યા છે. જેમાં ત્રણ અડધી સદી સામેલ છે. માર્કરમ બીજા નંબર પર છે. તેણે 6 મેચમાં 184 રન બનાવ્યા છે. બોલિંગમાં 23 વર્ષનો માર્કો જેન્સન ટોપ પરફોર્મર છે. બીજા નંબર પર લિઝાર્ડ વિલિયમ્સ છે. બંનેએ 4-4 વિકેટ લીધી છે.


adv

Related News

post
post
post
post
post
post
post