• Home
  • News
  • ભારત 22મી નવેમ્બરથી ઓસ્ટ્રેલિયા સામે રમશે ટેસ્ટ મેચ, 7મી જાન્યુઆરી સુધી ચાલશે સિરીઝ
post

ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ સાઇકલમાં 3માંથી 2 શ્રેણી જીતી છે

Written By newsonline | Ahmedabad | Published: 2024-03-26 19:09:21

નવી દિલ્લી: ટીમ ઈન્ડિયા આ વર્ષે નવેમ્બરમાં 5 ટેસ્ટ મેચની શ્રેણી માટે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે. પ્રથમ મેચ 22 નવેમ્બરથી પર્થમાં રમાશે. સિરીઝની છેલ્લી મેચ 3 જાન્યુઆરીથી સિડનીમાં શરૂ થશે. ટીમ ઈન્ડિયા 10 વર્ષથી ઓસ્ટ્રેલિયા સામે કોઈ ટેસ્ટ સિરીઝ હારી નથી. ટીમે કાંગારૂઓને બે વખત ઘરઆંગણે અને બે વખત તેમના ઘરઆંગણે હરાવ્યું છે. દરેક વખતે જીતનું માર્જિન 2-1થી ભારતની તરફેણમાં હતું.

આ વખતે ત્રીજી ટેસ્ટ ગાબામાં રમાશે
ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA)એ મંગળવારે 2024-25 સિઝન માટે શેડ્યૂલ જાહેર કર્યું. પ્રથમ ટેસ્ટ 22 નવેમ્બરે પર્થમાં રમાશે. આ પછી 6 ડિસેમ્બરથી એડિલેડમાં ડે-નાઈટ ટેસ્ટ રમાશે. ત્યારબાદ ત્રીજી ટેસ્ટ 14 ડિસેમ્બરથી બ્રિસ્બેનના ધ ગાબા મેદાન પર અને ચોથી ટેસ્ટ 26 ડિસેમ્બરથી મેલબોર્નમાં રમાશે. છેલ્લી ટેસ્ટ 3 જાન્યુઆરી 2025થી સિડનીમાં રમાશે. ભારત ઉપરાંત પાકિસ્તાનની ટીમ 3 ODI અને 3 T20 મેચની સિરીઝ માટે ઓસ્ટ્રેલિયા જશે.

 

WTC 2023-25 ​​સાઇકલમાં ભારતની છેલ્લી અવે સિરીઝ
WTC
ની એક સિઝનમાં, દરેક ટીમે 2 વર્ષના સમયગાળામાં 6 શ્રેણી રમવાની હોય છે, ત્રણ ઘરે અને ત્રણ ઘરની બહાર. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) 2023-25 ​​સાઇકલમાં, ટીમ ઇન્ડિયા તેની છેલ્લી અવે સિરીઝ ઓસ્ટ્રેલિયા સામે જ રમશે. ભારતે વિદેશમાં દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝનો પ્રવાસ કર્યો હતો. દક્ષિણ આફ્રિકામાં 2 ટેસ્ટ મેચની શ્રેણી 1-1થી ડ્રો રહી હતી. ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામેની 2 ટેસ્ટ મેચની શ્રેણી 1-0થી જીતી લીધી છે. ભારતે હવે ઘરઆંગણે ન્યૂઝીલેન્ડ સામે 3 અને બાંગ્લાદેશ સામે 2 ટેસ્ટની શ્રેણી રમવાની છે. ઘરઆંગણે છેલ્લી 17 શ્રેણી જીતી ચૂકેલી ટીમ ઈન્ડિયા આ શ્રેણી જીતવાની પણ પ્રબળ દાવેદાર છે. ટીમ ઈન્ડિયાએ આ WTCની પહેલી હોમ સિરીઝ ઇંગ્લેન્ડ સામે 4-1થી જીતી હતી.

 

ભારતે WTCની 9માંથી 6 મેચ જીતી છે
ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ સાઇકલમાં 3માંથી 2 શ્રેણી જીતી છે. ટીમે અત્યાર સુધીમાં કુલ 9 મેચ રમી છે, જેમાં 6માં જીત અને માત્ર 2માં હાર થઈ છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની એક મેચ પણ ડ્રો રહી હતી. ટીમ ઈન્ડિયાના WTC પોઇન્ટ્સ ટેબલમાં 3 સિરીઝમાં 68.51% પોઈન્ટ છે, ટીમ નંબર વન પર છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post