• Home
  • News
  • ભારતે પહેલો ઇમર્જિંગ વુમન્સ એશિયા કપ જીત્યો:ફાઇનલમાં બાંગ્લાદેશ-A ને 31 રનથી હરાવ્યું; શ્રેયંકા પાટીલે 4 વિકેટ લીધી
post

પ્રથમ દાવમાં વૃંદા દિનેશે 36 અને કનિકા આહુજાએ 30 રન બનાવ્યા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2023-06-21 19:39:19

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પહેલો ઇમર્જિંગ એશિયા કપ જીત્યો છે. ટીમે હોંગકોંગમાં રમાયેલી ફાઇનલમાં બાંગ્લાદેશ-Aને 31 રનથી હરાવીને ટ્રોફી પર કબજો કર્યો હતો. ભારતની ઓફ સ્પિનર ​​શ્રેયંકા પાટીલે 4 વિકેટ લીધી હતી.

પ્રથમ દાવમાં વૃંદા દિનેશે 36 અને કનિકા આહુજાએ 30 રન બનાવ્યા હતા. આહુજાએ બીજી ઇનિંગમાં પણ 2 વિકેટ ઝડપી હતી અને આ પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો.

મોંગ કોક મેદાન પર ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 127 રન બનાવ્યા હતા. જવાબમાં બાંગ્લાદેશની ટીમ 19.2 ઓવરમાં 96 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.

ટીમ ઈન્ડિયાએ અગાઉ ગ્રુપ સ્ટેજમાં માત્ર એક જ મેચ જીતી હતી, સેમીફાઈનલ સહિત ટીમની બાકીની મેચ વરસાદને કારણે અનિર્ણિત રહી હતી. પરંતુ ટીમે ફાઈનલ જીતીને ટ્રોફી પોતાના નામે કરી લીધી હતી. આ ટ્રોફી પહેલા ભારતે આ વર્ષે ફેબ્રુઆરીમાં અંડર-19 મહિલા વર્લ્ડ કપ પણ જીત્યો હતો.

બાંગ્લાદેશી બોલર્સે ભારતને ઓછા સ્કોર પર અટકાવ્યા
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધા બાદ ભારતની શરૂઆત ખરાબ રહી હતી. ટીમે પાવરપ્લેમાં જ કેપ્ટન શ્વેતા સેહરાવતની વિકેટ ગુમાવી હતી. શ્વેતા 20 બોલમાં 13 રન જ બનાવી શકી હતી. તેના પછી વૃંદાએ ઉમા છેત્રી સાથે ઈનિંગને લંબાવી હતી, પરંતુ ઉમા પણ 22 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી.

વૃંદાએ 36 રન બનાવ્યા અને એક છેડેથી સ્કોર કરવાનું ચાલુ રાખ્યું, જેને કનિકા આહુજાએ ટેકો આપ્યો. કનિકાએ 23 બોલમાં 30 રન બનાવ્યા બાદ નોટઆઉટ રહી અને ટીમનો સ્કોર 127 સુધી પહોંચાડ્યો. બાકીના બેટર્સમાં ગોંગડી ત્રિશા 4, સૌમ્યા તિવારી 3, શ્રેયંકા પાટીલ 0, કાશવી ગૌતમ 2 અને તિતાસ સાધુ માત્ર 8 રન બનાવી શક્યા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post