• Home
  • News
  • ભારતીય સેનાના જવાનોએ પુલવામા જેવો આતંકી હુમલો ટાળ્યો, 52 કિલો વિસ્ફોટક જપ્ત
post

સૈન્યએ જણાવ્યું કે સર્ચ ઓપરેશનમાં આવું જ એક કન્ટેનર મળ્યું, જેમાં અંદાજે 50 ડિટોનેટર હતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-18 10:45:52

સૈન્યએ સતર્કતા દાખવતાં જમ્મુ-કાશ્મીરમાં પુલવામા જેવો હુમલો નિષ્ફળ બનાવ્યો છે. જમ્મુ-કાશ્મીર હાઇવે નજીકથી 52 કિલો વિસ્ફોટક જપ્ત કરાયા છે. આતંકીઓએ આ વિસ્ફોટકની મદદથી પુલવામા જેવી આતંકી ઘટનાને અંજામ આપવાનું કાવતરું ઘડ્યું હતું.

પુલવામા હુમલામાં 40 જવાન શહીદ થયા હતા. સૈન્ય અધિકારીઓના જણાવ્યા મુજબ કરેવામાં ગુરુવારે સવારે 8 વાગ્યે એક સંયુક્ત સર્ચ ઓપરેશન દરમિયાન એક કન્ટેનર મળી આવ્યું હતું, જેમાં 52 કિલો વિસ્ફોટક સામગ્રી રખાઇ હતી. 125 ગ્રામ વિસ્ફોટકના એક એવા 416 પેકેટ હતા. વિસ્ફોટકોને સુપર-90 કે ટૂંકમાં એસ-90 કહે છે. સૈન્યએ જણાવ્યું કે સર્ચ ઓપરેશનમાં આવું જ એક કન્ટેનર મળ્યું, જેમાં અંદાજે 50 ડિટોનેટર હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post