• Home
  • News
  • ભારતીય ફૂટબોલ ટીમે 5 વર્ષ બાદ ઇન્ટરકોન્ટિનેન્ટલ કપ જીત્યો:ફાઇનલમાં લેબનાનને હરાવ્યું, સુનીલ છેત્રી અને ચાંગતેએ ગોલ કર્યા
post

1977 પછી પ્રથમ વખત લેબનાનને હરાવ્યું

Written By newsonline | Ahmedabad | Published: 2023-06-19 18:37:26

ભુવનેશ્વર: ભારતીય ફૂટબોલ ટીમે રવિવારે ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમમાં ઇન્ટરકોન્ટિનેન્ટલ કપ જીત્યો હતો. ભારતે ફાઈનલ મેચમાં લેબનાનને 2-0થી હરાવ્યું હતું. ભારત 5 વર્ષ પછી ફરી ઇન્ટરકોન્ટિનેન્ટલ ટ્રોફી ઘરે લાવ્યું. ભારતીય ટીમના સુકાની સુનીલ છેત્રીએ 46મી મિનિટે અને યુવા વિંગર લલ્લિનઝુઆલા ચાંગતેએ 66મી મિનિટે ગોલ કર્યો હતો.

કપ માત્ર ત્રણ વખત રમાયો
ભારતે બીજી સિઝનમાં ટાઇટલ જીત્યું હતું. જો કે, આ કપ માત્ર ત્રણ વખત રમાયો છે. તેની શરૂઆત 2018માં થઈ હતી. ભારત ઇન્ટરકોન્ટિનેન્ટલ કપનું આયોજન કરે છે. દર વર્ષે તેમાં ત્રણ ટીમોને બોલાવવામાં આવે છે. ગ્રુપમાં રમ્યા બાદ ફાઇનલ મેચ ટોચની 2 ટીમ વચ્ચે રમાય છે.

પ્રથમ હાફમાં ગોલ ન થયો
મેચની શરૂઆતમાં કોઈ ગોલ થયો ન હતો. બંને ટીમે પ્રયાસ કર્યા પરંતુ એક પણ ગોલ થયો ન હતો. આ દરમિયાન ભારતના ડિફેન્સે શાનદાર પ્રદર્શન કર્યું હતું. લેબનાને તક બનાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ટીમ ભારત સામે ગોલ કરવામાં નિષ્ફળ રહી હતી.

ભારતે બીજા હાફમાં બે ગોલ કર્યા હતા
ભારતે મેચના બીજા હાફમાં બે ગોલ કર્યા હતા. હાફની શરૂઆતમાં પણ કેપ્ટન સુનીલ છેત્રીએ ગોલ કર્યો હતો. 46મી મિનિટે, છેત્રીએ ચાંગતેના પાસનો લાભ ઉઠાવીને શાનદાર ગોલ કર્યો હતો. ત્યારબાદ ચાંગતેએ 61મી મિનિટે બીજો ગોલ કરીને જીત પર મહોર મારી હતી. ચાંગતે પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો.

1977 પછી પ્રથમ વખત લેબનાનને હરાવ્યું
ભારતીય ફૂટબોલ ટીમે 1977 પછી પ્રથમ વખત લેબનાનને હરાવ્યું. છેલ્લી વખત ભારતે રાષ્ટ્રપતિ કપમાં લેબનાનને હરાવ્યું હતું.

 

adv

Related News

post
post
post
post
post
post
post