• Home
  • News
  • ભારતીય ટીમનું ત્રણેય ફોર્મેટમાં નંબર-1 બનવું નક્કી! ICC ટેસ્ટ રેન્કિંગમાં થશે મોટા ફેરફાર
post

ઓસ્ટ્રેલિયા 117 રેટિંગ સાથે પ્રથમ સ્થાને વિરાજમાન છે

Written By newsonline | Ahmedabad | Published: 2024-02-20 19:05:50

ભારતીય ક્રિકેટ ટીમ ફરી એકવાર ત્રણેય ફોર્મેટમાં વિશ્વની નંબર-1 ટીમ બનવા જઈ રહી છે. ભારતીય ટીમ પહેલાથી જ ODI અને T20Iમાં નંબર-1 પર છે. હવે ભારતીય ટીમ ટેસ્ટમાં પણ નંબર-1 બનવા જઈ રહી છે. ICCએ લાંબા સમયથી ટેસ્ટ ટીમની રેન્કિંગ અપડેટ કરી નથી. હવે જ્યારે ICC દ્વારા ફરીથી રેન્કિંગ અપડેટ કરવામાં આવશે, ત્યારે ભારત ટેસ્ટમાં પણ નંબર-1 બનશે તે નિશ્ચિત છે.

ભારતીય ક્રિકેટ ટીમ બનશે ત્રણેય ફોર્મેટમાં નંબર-1

ICCએ છેલ્લે 28 જાન્યુઆરી 2024ના રોજ ટેસ્ટ રેન્કિંગ અપડેટ કર્યું હતું, જ્યારે ભારતીય ટીમ બીજા નબર પર હતી અને ઓસ્ટ્રેલિયા નંબર-1 પર હતું. છેલ્લા અપડેટમાં ઓસ્ટ્રેલિયાના 117 પોઈન્ટ હતા જયારે ભારતીય ટીમના પણ માત્ર 117 પોઈન્ટ હતા, પરંતુ તે બીજા સ્થાને હતી. હવે ભારતીય ટીમે ઈંગ્લેન્ડ સામે સતત બે ટેસ્ટ જંગી અંતરથી જીતી છે. આવી સ્થિતિમાં હવે એ સ્પષ્ટ છે કે ભારત ઓસ્ટ્રેલિયાને પાછળ છોડી દેશે.

ICC ટીમ રેન્કિંગમાં થશે મોટા ફેરફાર

ICC જ્યારે પણ ટેસ્ટ ટીમ રેન્કિંગ અપડેટ કરશે ત્યારે તેમાં ઘણા ફેરફારો જોવા મળશે. ભારતીય ટીમ ફરી એકવાર ટેસ્ટમાં નંબર-1નું સ્થાન હાંસલ કરશે. ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકાને ભારે નુકસાન થવાની સંભાવના છે. જણાવી દઈએ કે ઇંગ્લેન્ડ 115 રેટિંગની સાથે ત્રીજા અને સાઉથ આફ્રિકા 106 રેટિંગ સાથે ચોથા સ્થાને છે. જયારે ન્યુઝીલેન્ડ 95 રેટિંગ સાથે પાંચમા સ્થાને છે. ન્યુઝીલેન્ડે સાઉથ આફ્રિકાને ઘરઆંગણે બે ટેસ્ટ મેચની સીરિઝમાં ક્લીન સ્વિપ કર્યું છે. આવી સ્થિતિમાં નવીનતમ અપડેટમાં મોટા ફેરફારો થવાની શક્યતા છે.

adv

Related News

post
post
post
post
post
post
post