• Home
  • News
  • ખાડી દેશોમાં ફસાયેલા ભારતીયોની મૂંઝવણ-નોકરી નહી, સોશિયલ ડિસ્ટન્સિંગ-સેનિટાઈઝરની મુશ્કેલી
post

53 દેશમાં રહેનાર 3336 ભારતીયો કોરોના સંક્રમિત, આમાંથી બે હજાર ગલ્ફ દેશોમાં

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-20 10:48:13

નવી દિલ્હી: વિશ્વમાં જ્યારે કોરોના ધીમે ધીમે ફેલાઈ રહ્યો હતો ત્યારે સાઉદી અરબમાં સૌથી મોટી તેલ કંપની અરામકોમાં એક વિદેશી મજૂરને હેન્ડ સેનિટાઈઝરનું મશિન પહેરાવી ઊભો રખાયો હતો.  દક્ષિણ એશિયામાં આ વ્યક્તિને કંપનીએ મોબાઈલ હેન્ડ સેનિટાઈઝરની જેમ ડ્રેસ પહેરાવ્યો હતો. તેનું કામ કંપનીમાં આવતાં-જતાં લોકોની પાસે જઈને ઊભા રહી જવાનું હતુ, જેના કારણે લોકો હેન્ડ સેનિટાઈઝ કરી શકે.

આ તસવીર માર્ચ મહિનામાં વિશ્વભરમાં છવાઈ ગઈ હતી. ટ્વિટર પર આ તસવીરની ભારે નિંદા થઈ. ત્યાર પછી કંપનીએ પણ આ વાતની નિંદા કરી હતી. 

આ તસવીરે ખાડી દેશમાં વિદેશોમાંથી આવનાર કારીગરોની સ્થિતિ ઉપર ફરી સવાલ ઊભા કર્યા હતા. અમુક વિસ્તારોમાં નાના ઘરોમાં રહેતા 10થી 12 મજૂરો, એકજ વોશરૂમ, સાફ સફાઈ અને સ્વાસ્થ્ય સેવાની ઉણપ તેમજ શોષણ કરતી કંપનીઓ.

જીસીસી કે ગલ્ફ ઓપરેશન કાઉન્સિલના છ દેશો બહેરીન, કુવૈત, કતાર, ઓમાન, સાઉદી અરબ અને યુએઈમાં 80 લાખથી વધારે ભારતીય કામદારો રહે છે. એમાથી લગભગ 50 ટકા બ્લુ કોલર વર્લ્કર છે, જેઓ મજરૂ કરે છે. 30 ટકા સેમી સ્કિલ્ડ છે. 20 ટકા જ પ્રોફેશન છે જે સારા હોદ્દા ઉપર છે.

કેરળના કન્નુરમાં રહેનાર અસલમ યુએઈની રાજધાની અબુ ધાબીમાં લોજમાં રહે છે. તેની સાથે 13 મજૂરો પણ આજ લોજમાં છે. તેમાથી પાંચ મજૂરોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સમગ્ર બિલ્ડિંગને ક્વોરન્ટિન કરી દીધી છે. જમવા માટે પણ અસલમ સ્થાનિક ભારતીય સંસ્થા ઉપર નિર્ભર છે.

ભીડવાળા લેબર કેમ્પથી લઈને ગીચ વસ્તીવાળા કોમર્શિયલ શહેરો સુધી ઘણા વિદેશી મજૂરો ભાડુ બચાવવા માટે રૂમ શેર કરે છે. અહીં રહેનાર મોટાભાગના મજૂરો કંસ્ટ્રક્શન અને ક્લીનિંગનું કામ કરે છે. અહીં ગરમી અને પ્રદુષણના કારણે ભારતીયો શ્વાસની બીમારીનો ભોગ બને છે. તેઓને વાઈરસનું સંક્રમણ થવાનો વધારે જોખમ છે. આંકડા મુજબ 52 દેશમાં રહેનાર 3336  ભારતીયો કોરોના સંક્રમિત છે. તેમાથી 2061 એટલે કે 70 ટકા ગલ્ફ દેશોમાં છે. 308 મજૂરો ઈરાનના કોમ અને તહેરાન શહેરમાં સંક્રમિત છે.

રિયાદ સ્થિત ભારતીય દુતાવાસ દ્વારા 17 એપ્રિલે આપવામાં આવેલી જાણકારી મુજબ સાઉદી અરબમાં સંક્રમણથી પાંચ ભારતીય નાગરિકના મોત થયા છે. તેમા શેબનાઝ પાલા કાંડિઈલ, સેફવાન નડામલ (બન્ને કેરળ), સુલેમાન સૈયદ જુનેદ (મહારાષ્ટ્ર), બદરે આલમ (ઉત્તર પ્રદેશ) અને અજમતુલ્લાહ ખાન (તેલંગાણા)નો સમાવેશ થાય છે.

કુન્હમ્મદ છેલ્લા 15 વર્ષથી યુએઈમાં રહે છે અને અહીં ટ્રેડિંગ ફર્મમાં પીઆરઓ હોવા સાથે સામાજિક કાર્યકર્તા પણ છે.  દુબઈથી વાત કરતા કુન્હમ્મદે જણાવ્યું હતું કે અહીંની સરકારે નવા સેન્ટર અને હોસ્પિટલ બનાવી છ, લેબર કેમ્પ હજુ પણ ચિંતાનો વિષય છે. નોકરીઓ હાલ નથી. અમુક જગ્યાને છોડીને સમગ્ર દેશમાં લોકડાઉન છે. કોમ્યુનિકેશન અહીં મોટી સમસ્યા છે, કારણ કે લોકો પાસે મોબાઈલ રિચાર્જ કરવા માટે પૈસા નથી.

સંતોષ ત્રણ મહિના પહેલા દુબઈ ગયો હતો.તેની સાથે બે નાના પુત્ર અને પત્ની પણ છે. સંતોષ કહે છે કે મારા પુત્રો માટે હું ભારતમાંથી દવા લાવ્યો હતો, પરંતુ હવે તે પૂરી થઈ ગઈ છે. અમે બિલ્ડિંગની બહાર નિકળી શકીએ તેમ નથી. મારા વિઝા પણ એક્સપાર થવામાં છે. મારું કામ બંધ થઈ ગયું છે. આશા છે કે સરકાર માટા માટે કંઈક કરશે.   હાલમાં સંતોષ જેવા 33 લાખ ભારતીયો સહિત યુએઈમાં રહેનાર વિદેશીઓ માટે સારા સમાચાર એ છે કે સરકારે વીઝા અને એન્ટ્રી પરમિટને કોઈ પણ દંડ વગર એક વર્ષ વધારી દીધા છે. યીએઈએ તમામ દેશને કહ્યું છે કે જે નાગરિકોને સંક્રમણ નથી તેઓને તેમની સરકાર પરત બોલાવી લે.


ગતવર્ષે ગલ્ફ દેશોમાં રહેતા ભારતીય મજૂરએ લગભગ 50 અબજ ડોલર વતનમાં મોકલ્યા હતા. વિદેશમાંથી ભારતમાં આવતી રકમના આ 40 ટકા હિસ્સો છે. કંસ્ટ્રક્શન, ટૂરિઝમ, હોસ્પિટાલિટી, રિટેલ, ટ્રાન્સપોર્ટ અને સર્વિસ જેવા તમામ સેક્ટરોમાં કામ  કરી રહેલા આ ભારતીય મજૂરો ગલ્ફ દેશની અર્થવ્યવસ્થાનો મહત્વપૂર્ણ ભાગ છે. પરંતુ કોવિડ-19 મહામારીના લીધે તમામ કામ બંધ છે. આ મજૂરોની રોજગારી ઉપર જોખમ ઊભુ થયું છે. મોટા ભાગના લોકોને પગાર વગર રજા ઉપર મોકલી દેવાયા છે. ઘણાની નોકરી પણ ગઈ છે. 

ભારતમાં ત્રમ મે સુધી લોકડાઉન છે, તેઓ વતન પણ પરત જઈ શકે તેમ નથી. ઘણા લોકો મદદ માટે ટ્વિટ કરી રહ્યા છે. જો કે મોદી સરકારનું કહેવું છે કે એમ્બેસી કે કોન્સુલેટના માધ્યમથી વિદેશમાં ફસાયેલા લોકોની મદદ અને તેમને સુવિધા આપવાનું કામ થઈ રહ્યું છે.  હાલ વિદેશમાં ફસાયેલા ભારતીયોને સરકાર પરત લાવવાની નથી. સુપ્રીમ કોર્ટે પણ એક મહિના સુધી આ અરજીઓની સુનાવણી કરવાનો ઈનકાર કરી દીધો છે, જેમા ગલ્ફ દેશોમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવાની માંગ કરાઈ હતી. 

જોકે કતારની સરકાર અને અમુક ભારતીય સરકાર  સંસ્થાઓ અહીં જમવાનું અને દવા આપી રહી છે. સુનીલની પત્ની એક નર્સ છે. આઠ માર્ચના રોજ તે પોતાના પુત્ર સાથે ભારત આવી હતી.પરંતુ લોકડાઉનના કારણે કતાર પરત ફરી શકી નથી. 

 

બહેરીન અને યુએઈમાં લેબર કેમ્પમાં રહેતા મજૂરોને સ્કૂલો કે ખાલી બિલ્ડિંગમાં શિફ્ટ કરાઈ રહ્યા છે. પરતું તેમ છતા જીસીસી દેશોમાં અત્યાર સુધી 17 હજાર પોઝિટિવ કેસ થઈ ગયા છે. જેાં એકલા સાઉદીમાં 4500 થયા છે.  સાઉદીના સ્વાસ્થ્ય મંત્રી ડો. તૌફિક અલ-રબીયાહએ સ્વિકાર્યું છે કે અહીં મોટા ભાગના કેસ મજૂરોમાંથી અને ભીડવાળી જગ્યાએથી સામે આવ્યા છે.

adv

Related News

post
post
post
post
post
post
post