• Home
  • News
  • કેગના રિપોર્ટમાં ટીકા:ગુજરાત સરકારને દેવાદાર બનાવવામાં ઉદ્યોગો જવાબદાર: રૂ, 48,042 કરોડના બાકી વેરા ચૂકવતા જ નથી
post

નાના વેપારીઓ પાસે વેરા વસૂલવા કડક કાર્યવાહી કરતી સરકાર મોટાં મોટાં ઉદ્યોગો પાસેથી વેરા વસૂલવામાં કેમ ઢીલી

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-06 11:55:20

એકબાજુ, ગુજરાત સરકાર દ્વારા નાના વેપારીઓનો કર બાકી હોય તો એની વસૂલાત માટે કડક કાર્યવાહી કરાતી હોય છે, ત્યારે બીજી બાજુ 31 માર્ચ-19ના 48042.23 કરોડના મૂલ્યવર્ધિત વેરા, જેમાં જુદાં જુદાં ઔદ્યોગિક ગૃહો પાસેથી મૂલ્યવર્ધિત વેરો, સ્ટેમ્પ ડયૂટી, નોંધણી ફી, વીજળીના વેરા, જકાત, વાહનો પરનો કર, માલસામાન ઉતારુ પરનો કર સહિત તેલ અને પ્રાકૃતિક ગેસની આવકનો સમાવેશ થાય છે.

સ્ટેમ્પ ડ્યૂટી અને નોંધણી ફીના રૂ.378.48 કરોડ બાકી
વિધાનસભાના ચોમાસુ સત્રમાં આર્થિક અને મહેસૂલી વિભાગના કેગના રિપોર્ટમાં રાજ્ય સરકાર દ્વારા બાકી રકમની વિશ્લેષણ કરવામાં આવ્યું છે. એ મુજબ રૂ.48042.23 કરોડ બાકી નીકળે છે, જેમાંથી રૂ.15653.07 કરોડ પાંચ વર્ષ કરતાં વધારે સમયના છે. રાજ્ય સરકાર દ્વારા જુદાં જુદાં ઔદ્યોગિક ગૃહો પાસેથી 48042.23 કરોડમાંથી 46941.75 કરોડ મૂલ્યવર્ધિત વેરા, વેચાણવેરાની રકમ બાકી નીકળે છે. 14888.50 કરોડ પાંચ વર્ષથી વધુ સમયના બાકી નીકળે છે તેમજ સ્ટેમ્પ ડ્યૂટી અને નોંધણી ફીના રૂ. 378.48 કરોડ બાકી નીકળે છે, જેમાં 225.48 કરોડ પાંચ વર્ષથી વધારા સમયના છે.

તેલ-પ્રાકૃતિક ગેસના 369.28 કરોડ છેલ્લાં પાંચ વર્ષથી બાકી
વીજળી પરના વેરા અને જકાતના 167.14 કરોડમાંથી 132.73 કરોડરૂપિયા પાંચ વર્ષથી વધારે સમયના નીકળે છે. બીજી બાજુ, વાહનો પરના કર અને માલસમાન ઉતારૂ પરના કર 185.58 કરોડમાંથી જેમાંથી 37.08 કરોડ છેલ્લાં પાંચ વર્ષની બાકી રકમ છે. તેલ અને પ્રાકૃતિક ગેસના 369.28 કરોડ છેલ્લાં પાંચ વર્ષથી બાકી નીકળે છે. આમ, રૂ.1653.07 કરોડનાં પાછલાં બાકી લેણાં પાંચ વર્ષથી વધારે સમયના પડતર હતાં, જેમાંથી 227.11 કરોડ મહેસૂલી વસૂલાત પ્રમાણપત્ર મારફત આવરી લેવાના છે, જયારે 16814.25 કરોડની રકમ વેરાની ઉઘરાણી સંદર્ભે અદાલતોમાં કેસ ચાલી રહ્યાની વિગતો કેગના અહેવાલમાં બહાર આવી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post