• Home
  • News
  • મેક્સવેલ ઇજાના લીધે IPLની શરૂઆતની મેચો ન રમે તેવી સંભાવના, દ. આફ્રિકા પ્રવાસમાંથી બહાર થયો
post

ડિસેમ્બરના ઓક્શનમાં કિંગ્સ ઇલેવન પંજાબે મેક્સવેલને 10.75 કરોડમાં ખરીદ્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-13 10:42:27

ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ કોણીની ઇજાના લીધે કાંગારુંના દક્ષિણ આફ્રિકા પ્રવાસમાંથી બહાર થઇ ગયો છે. તેને 3 વનડે અને 3 T-20 સીરિઝ માટેની બંને ટીમમાં સ્થાન મળ્યું હતું. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ બુધવારે કંફર્મ કરતા કહ્યું કે, ઓપનર ડાર્સી શોર્ટે તેને રિપ્લેસ કર્યો છે. મેક્સવેલને બિગ બેશ લીગમાં ડાબી કોણીમાં ઇજા થઇ હતી. છેલ્લા 2-3 દિવસથી દુખાવો વધતા તેના સ્કેન કરવામાં આવ્યા હતા. તેને હવે સર્જરી કરાવવી પડશે અને 6થી 8 અઠવાડિયા માટે ક્રિકેટથી દૂર રહેશે. ઇન્ડિયન પ્રીમિયર લીગ 29 માર્ચથી શરૂ થવાની હોવાથી મેક્સવેલ શરૂઆતની મેચોમાં ભાગ નહીં લે તેવી પ્રબળ સંભાવના છે.

ગયા વર્ષે ઓક્ટોબરમાં માનસિક સમસ્યાના લીધે બ્રેક લીધો હતો
મેક્સવેલે ગયા વર્ષે ઓક્ટોબરમાં ક્રિકેટમાંથી થોડા સમય માટે બ્રેક લીધો હતો. તેણે માસિક સ્વાસ્થ્ય સમસ્યાઓને જોતા નિર્ણય લીધો હતો. તેણે તે સમયે શ્રીલંકા સામેની T-20 સીરિઝની પ્રથમ મેચમાં 28 બોલમાં 62 રન કર્યા હતા. તેની આક્રમક રમતને લીધે ઓસ્ટ્રેલિયા 134 રને જીત્યું હતું. જોકે ત્યારબાદ તે ઇન્ટરનેશનલ ક્રિકેટ રમ્યો નથી. તેણે તાજેતરમાં બિગ બેશમાં સારો દેખાવ કરતા 3 ફિફટી સહિત 39.80ની એવરેજથી 398 રન કર્યા હતા. તેની ટીમ મેલબોર્ન સ્ટાર્સ રનરઅપ રહી હતી.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post