• Home
  • News
  • સુપર ઓવરમાં દિલ્હીની જીત:પંજાબે માત્ર 3 રનનો ટાર્ગેટ આપીને IPLમાં સુપર ઓવરનો સૌથી ઓછો સ્કોર કર્યો, મયંકના 89 રન છતાં મેચ ટાઇ થઈ
post

સુપર ઓવરમાં પંજાબ 2 રનમાં આઉટ થયું, રબાડાએ ત્રણ બોલમાં રાહુલ અને પૂરનને આઉટ કર્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-21 10:04:43

IPLની 13મી સીઝનમાં દિલ્હી કેપિટલ્સે પોતાની પહેલી મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબને સુપર ઓવરમાં હરાવ્યું છે. પંજાબ 3 સીઝન પછી પોતાની પહેલી મેચ હાર્યું છે. દિલ્હીની જીતનો હીરો કગીસો રબાડા રહ્યો, જેણે સુપર ઓવરમાં 2 રન આપીને 2 વિકેટ લીધી. આ IPLમાં સુપર ઓવરમાં સૌથી ઓછો સ્કોર છે. એ પછી દિલ્હીએ સુપર ઓવરના બીજા બોલે ત્રણ રન પૂરા કરીને મેચ જીતી લીધી. 

આ પહેલાં સુપર ઓવરમાં સૌથી ઓછા 6 રન આપવાનો રેકોર્ડ મિચેલ જોન્સન અને જસપ્રીત બુમરાહનાં નામે હતો. જોન્સને 2015માં રાજસ્થાન રોયલ્સ અને બુમરાહે 2017માં ગુજરાત લાયન્સ સામે આ રેકોર્ડ બનાવ્યો હતો.

સુપર ઓવર:

દિલ્હી 3 રન ચેઝ કરતા:
0.1
મોહમ્મદ શમી ટુ ઋષભ પંત: 0 રન
0.2
મોહમ્મદ શમી ટુ ઋષભ પંત: વાઈડ

0.3 મોહમ્મદ શમી ટુ ઋષભ પંત: 2 રન ... દિલ્હી સુપર ઓવર જીત્યું

રબાડાએ માત્ર બે રન આપ્યા અને બે વિકેટ લીધી

સુપરઓવરમાં પંજાબ:

0.1 કગીસો રબાડા ટુ લોકેશ રાહુલ: 2 રન
0.2
કગીસો રબાડા ટુ લોકેશ રાહુલ: વિકેટ! રબાડાની બોલિંગમાં અક્ષર પટેલે રાહુલનો કેચ કર્યો
0.3
કગીસો રબાડા ટુ નિકોલસ પૂરન: વિકેટ! પૂરન રબાડાની બોલિંગમાં બોલ્ડ થયો
(
સુપર ઓવરમાં 2 વિકેટ પડે એટલે ટીમની ઇનિંગ્સ સમાપ્ત થઈ જાય છે)

પંજાબ અંતિમ 3 બોલમાં 1 રન ન બનાવી શકતાં મેચ ટાઇ થઈ

·         કિંગ્સ ઇલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે IPL 2020ની બીજી મેચમાં ટાઈ પડી છે.

·         158 રનનો પીછો કરતા કિંગ્સ ઇલેવન પંજાબ 20 ઓવરમાં 8 વિકેટે 157 રન જ કરી શક્યું. ઓપનર મયંક અગ્રવાલે નિર્ણાયક ઇનિંગ્સ રમતાં 60 બોલમાં 89 રન ફટકાર્યા. તેણે પોતાની ઇનિંગ્સ દરમિયાન 7 ફોર અને 4 સિક્સ મારી.

·         પંજાબની ટીમ અંતિમ 3 બોલમાં 1 રન કરવામાં નિષ્ફ્ળ રહી હતી. 3 બોલમાં 1 રનની જરૂર હતી, ત્યારે મયંકે સ્ટોઇનિસનો ચોથો બોલ ખાલી કાઢ્યો હતો.

·         પાંચમા બોલે મયંક અને છઠ્ઠા બોલે જોર્ડનને આઉટ કરીને માર્કસ સ્ટોઇનિસે શાનદાર રીતે પોતાની ટીમને મેચમાં જીવંત રાખી હતી.

અશ્વિને એક ઓવરમાં 2 વિકેટ લીધી, ઈજાગ્રસ્ત થયો
ઓપનર લોકેશ રાહુલ મોહિત શર્માની બોલિંગમાં બોલ્ડ થયો હતો. તેણે 19 બોલમાં 2 ફોર અને 1 સિક્સની મદદથી 21 રન કર્યા હતા. એ પછી કરુણ નાયર 1 રને રવિ અશ્વિનની બોલિંગમાં પૃથ્વી શોના હાથે કેચ આઉટ થયો હતો. જ્યારે એ જ ઓવરમાં નિકોલસ પૂરન શૂન્ય રને અશ્વિનની બોલિંગમાં બોલ્ડ થયો હતો. ઓવરના છેલ્લા બોલે રન રોકવા જતાં અશ્વિને ડાઇવ લગાવી હતી, જે દરમિયાન તેને ડાબા ખભામાં ઇજા થતાં મેદાનની બહાર ગયો હતો.

દિલ્હીએ પંજાબને 158 રનનો ટાર્ગેટ આપ્યો
દિલ્હી કેપિટલ્સ કિંગ્સ ઇલેવન પંજાબ સામે 20 ઓવરમાં 8 વિકેટે 157 રન કર્યા છે. તેમના માટે માર્કસ સ્ટોઇનિસે સર્વાધિક 53 રન કર્યા. તેણે 21 બોલમાં 7 ફોર અને 3 સિક્સની મદદથી ફિફટી પૂરા કર્યા હતા. તેની આક્રમક ઇનિંગ્સ થકી દિલ્હીએ અંતિમ 3 ઓવરમાં 57 રન મારીને મેચમાં લય મેળવી લીધી, જ્યારે કપ્તાન શ્રેયસ ઐયરે 39 અને ઋષભ પંતે 31 રનનું મહત્ત્વનું યોગદાન આપ્યું. પંજાબ માટે મોહમ્મદ શમીએ IPL કરિયરનો શાનદાર દેખાવ કરતાં 4 ઓવરમાં 15 રન આપીને 3 વિકેટ લીધી. તેના સિવાય શેલ્ડન કોટરેલે 2 અને રવિ બિશ્નોઈએ 1 વિકેટ લીધી.

મેચની છેલ્લી ઓવરમાં જોર્ડને 30 રન આપ્યા
પંજાબ માટે છેલ્લી ઓવર ક્રિસ જોર્ડને નાખી હતી. એમાં દિલ્હીએ 30 રન માર્યા. પહેલા બોલે સ્ટોઇનિસે સિક્સ મારી. બીજો બોલ વાઇડ. પછી સતત ત્રણ બોલમાં ત્રણ ફોર. પાંચમા બોલે સ્ટોઇનિસે શાનદાર સિક્સ ફટકારી. છેલ્લો બોલ નો-બોલ હતો, જેમાં બીજો રન લેવા જતાં સ્ટોઇનિસ રનઆઉટ થયો. છેલ્લા બોલે નોર્ટજેએ 3 રન બનાવ્યા.

IPLમાં શમીનો શ્રેષ્ઠ દેખાવ:

3/15, પંજાબ vs દિલ્હી, દુબઈ, 2020 3/21, પંજાબ vs મુંબઈ, મુંબઈ, 2019

ઐયર-પંતની 73 રનની ભાગીદારી
13
રનમાં 3 વિકેટ ગુમાવ્યા બાદ ઋષભ પંત અને ઐયરની જોડીએ ઇનિંગ્સને સ્થિરતા આપી હતી. બંનેએ ચોથી વિકેટ માટે 73 રનની ભાગીદારી કરી હતી. પંતે 29 બોલમાં 4 ફોરની મદદથી 31 રન કર્યા હતા. તે અંડર-19 વર્લ્ડ કપના સ્ટાર લેગ સ્પિનર રવિ બિશ્નોઇની મેડન IPL વિકેટ બન્યો. જયારે શ્રેયસ ઐયર મોહમ્મદ શમીની બોલિંગમાં જોર્ડન દ્વારા કેચ આઉટ થયો હતો. તેણે 32 બોલમાં 3 સિક્સની મદદથી 39 રન કર્યા હતા.

દિલ્હીના ટોપ-3એ નિરાશ કર્યા
શિખર ધવન શૂન્ય રને લોકેશ રાહુલ દ્વારા રનઆઉટ થયો. જયારે પૃથ્વી શો 5 રને મોહમ્મદ શમીની બોલિંગમાં મિડ-ઓન પર જોર્ડન દ્વારા કેચ આઉટ થયો હતો. જયારે શિમરોન હેટમાયર શમીની બોલિંગમાં એક્સ્ટ્રા કવર પર મયંક અગ્રવાલ દ્વારા કેચ આઉટ થયો હતો. તેણે 13 બોલમાં 1 ફોરની મદદથી 7 રન કર્યા હતા. અગાઉ હેટમાયર શૂન્ય રને હતો ત્યારે કે. ગૌથમે શમીની બોલિંગમાં સ્કવેર લેગ પર તેનો કેચ છોડ્યો હતો.

શમીએ પહેલીવાર પાવર-પ્લેમાં એકથી વધુ વિકેટ લીધી
શમીએ IPLમાં પહેલીવાર પાવર-પ્લેમાં એકથી વધુ વિકેટ લીધી છે. તેણે ગઈ સીઝન સુધી 42 ઇનિંગ્સમાં પાવર-પ્લેમાં 80 ઓવર નાખી હતી અને તે દરમિયાન માત્ર 7 વિકેટ લીધી હતી. તેણે ટૂર્નામેન્ટની 52 મેચમાં 42 વિકેટ લીધી છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post