• Home
  • News
  • IPL 2024: ગુજરાત ટાઈટન્સને ડબલ ઝટકો, પરાજયની સાથે 12 લાખ રૂપિયાનો દંડ થયો
post

ગુજરાત ટાઈટન્સના કેપ્ટન શુભમન ગિલ પર ચેન્નઈ સુપર કિંગ્સ સામે ઈન્ડિયન પ્રીમિયર લીગની મેચ દરમિયાન ટીમની ધીમી ઓવર સ્પીડના કારણે 12 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો.

Written By newsonline | Ahmedabad | Published: 2024-03-27 12:31:09

ચેન્નઈ: IPLની 17મી સિઝનની તેની બીજી મેચ ગુજરાત ટાઇટન્સ (GT)ના કેપ્ટન શુભમન ગિલ માટે સારી રહી ન હતી. સૌપ્રથમ ગુજરાતને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સામે હારનો સામનો કરવો પડ્યો હતો અને ત્યારબાદ ટીમની ધીમી ઓવર રેટ માટે 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આઈપીએલના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 'ગિલને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો કારણ કે ન્યૂનતમ ઓવર રેટ સંબંધિત આઈપીએલ આચાર સંહિતા હેઠળ આ તેની ટીમનો સીઝનનો પ્રથમ ગુનો હતો.' ગિલની આગેવાની હેઠળની ટીમને ટૂર્નામેન્ટની વર્તમાન સિઝનમાં પ્રથમ હારનો સામનો કરવો પડ્યો હતો જ્યારે ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સે મંગળવારે તેને 63 રનથી હરાવ્યું હતું.

 

પ્રથમ વખત IPL ફ્રેન્ચાઇઝીનું નેતૃત્વ કરી રહેલા ગિલના નેતૃત્વમાં ટાઇટન્સે મુંબઇ ઇન્ડિયન્સ સામેની તેમની પ્રથમ મેચ 6 રને જીતી હતી. ગિલે મેચ બાદ કહ્યું, 'તેઓએ (CSK) અમને બેટિંગમાં હરાવ્યા અને પછી જ્યારે તેઓ બોલિંગ કરી રહ્યા હતા ત્યારે તેમનું કામ ઘણું સારું હતું.' તેણે કહ્યું, 'અમે પાવરપ્લેમાં સારા રન બનાવી શક્યા નથી. અમને 190 થી 200 રનના લક્ષ્યની અપેક્ષા હતી કારણ કે તે સારી વિકેટ હતી. પરંતુ અમે બેટિંગમાં નિરાશ થયા. બેટિંગ માટે આમંત્રણ મળ્યા બાદ CSKએ છ વિકેટે 206 રનનો પડકારજનક સ્કોર બનાવ્યો હતો. ગુજરાત ટાઇટન્સ 20 ઓવરમાં 8 વિકેટે 143 રન જ બનાવી શકી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post