• Home
  • News
  • IPL 2024: શું શુભમન ગિલ CSK ને હરાવી IPL 2024 માં ચાલી રહેલા ટ્રેન્ડને બદલશે?
post

અત્યારસુધી રમાયેલ મેચોમાં હોમ ટીમોએ જ મેચ જીતી છે. એવામાં હવે મોટો સવાલ એ છે કે આ ટ્રેન્ડ કોણ બદલશે? આજે ચેન્નાઈ અને ગુજરાતની મેચ છે અને શુભમન ગિલ પાસે આ ટ્રેન્ડને બદલવાની સારી તક છે.

Written By newsonline | Ahmedabad | Published: 2024-03-26 18:35:37

IPL 2024નું પ્રથમ સપ્તાહ પસાર થઈ ગયું છે. તમામ ટીમોએ એક-એક મેચ રમી લીધી છે. આ દરમિયાન એક ટ્રેન્ડ શરૂ થયો છે. IPLની 17મી સિઝનનો ટ્રેન્ડ યજમાન ટીમો સાથે સંબંધિત છે. મતલબ કે જે ટીમો તેમના ઘરે હોમ ગ્રાઉન્ડમાં મેચ રમી હતી તે ટીમ જીટી રહી છે. આવી સ્થિતિમાં હવે મોટો સવાલ એ છે કે શુભમન ગિલ આ ટ્રેન્ડને તોડશે?

IPL 2024માં કયો કેપ્ટન આ ટ્રેન્ડ તોડશે?

22 માર્ચથી શરૂ થયેલી IPL 2024માં 3 દિવસમાં 6 મેચ રમાઈ હતી અને તે ત્રણેય મેચોમાં માત્ર ઘરઆંગણે રહેલી ટીમ જ વિજયી જોવા મળી હતી. આ સમયગાળા દરમિયાન, મેચ ચોક્કસપણે રસાકસીભરી રહી, કેટલીકવાર એવું પણ લાગતું હતું કે મુલાકાતી ટીમ મેચ જીતી જશે. પરંતુ, અંતે, યજમાન ટીમનો વિજય થયો હતો.

અત્યાર સુધી રમાયેલી 6 મેચોના પરિણામો

ચેન્નાઈના ચેપોકથી શરૂ થયેલો આ ટ્રેન્ડ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ સુધી ચાલુ રહ્યો છે. ચેન્નાઈમાં રમાયેલી IPL 2024ની પ્રથમ મેચમાં CSKRCBને હરાવ્યું હતું. તે પછી પંજાબ કિંગ્સે તેમના નવા હોમ ગ્રાઉન્ડ મુલ્લાનપુર ખાતે દિલ્હી કેપિટલ્સને હરાવ્યું. ત્રીજી મેચમાં, KKR એ ઈડન ગાર્ડન્સ ખાતે SRH ને હરાવ્યું અને પછીની મેચમાં, રાજસ્થાન રોયલ્સે જયપુરમાં તેમના ઘરે લખનૌ સુપર જાયન્ટ્સને જીતવા દીધી ન હતી. ગુજરાતે મુંબઈને હોમ ગ્રાઉન્ડ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હરાવ્યું, તો RCBએ આ સિઝનની તેની બીજી મેચમાં હોમ ગ્રાઉન્ડ ચિન્નાસ્વામી પર રમી જીત મેળવી.

 

adv

Related News

post
post
post
post
post
post
post