• Home
  • News
  • IPLની ઓપનિંગ સેરેમની:રશ્મિકા મંદાનાએ 'નાટુ-નાટુ' પર ડાન્સ કર્યો, અરિજીતના ગીત પર 1.15 લાખ લોકો ઝૂમ્યા
post

બોલિવૂડ સિંગર અરિજીત સિંહના પરફોર્મન્સ સાથે ઓપનિંગ સેરેમની શરૂ થઈ હતી

Written By newsonline | Ahmedabad | Published: 2023-04-01 12:41:48

ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની 16મી સિઝન શુક્રવારથી શરૂ થઈ ગઈ છે. મેચ પહેલા IPLની ઓપનિંગ સેરેમની અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાઈ. સેરેમની જોવા માટે સવા લાખ લોકો સ્ટેડિયમ પહોંચ્યા. મંદિરા બેદીએ લગભગ 55 મિનિટ ચાલેલી ઓપનિંગ સેરેમનીને હોસ્ટ કરી. બોલિવૂડ સિંગર અરિજીત સિંહ, એક્ટ્રેસ રશ્મિકા મંદાના અને તમન્ના ભાટિયાએ ધમાકેદાર પર્ફોર્મન્સ આપ્યું.

અરિજીતના પર્ફોર્મન્સથી શરૂઆત
બોલિવૂડ સિંગર અરિજીત સિંહના પરફોર્મન્સ સાથે ઓપનિંગ સેરેમની શરૂ થઈ હતી. તેમણે 'કેસરિયા', 'લહરા દો', 'અપના બનાલો', 'ઝૂમે જો પઠાન', 'રાબતા', 'શિવાય', 'જીતેગા-જીતેગા', 'ચઢેયા ડાંસ દા ભૂત' અને 'શુભાનલ્લાહ' જેવા ગીત પર પરફોર્મન્સ આપ્યું.

નાટુ-નાટુ સોંગ પર પરફોર્મન્સ આપ્યું
અભિનેત્રી રશ્મિકા મંદાનાએ 'શ્રીવલ્લી', 'નાટુ-નાટુ' અને 'ઢોલીડા' જેવા ગીતો પર ડાન્સ પરફોર્મન્સ આપ્યું હતું. ત્યાર બાદ અભિનેત્રી તમન્ના ભાટિયાએ 'તુને મારી એન્ટ્રીયાં' અને 'છોગાડા તારા' જેવા ગીતો પર 5 મિનિટ સુધી ડાન્સ કર્યો હતો.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post