• Home
  • News
  • IPLની બ્રાન્ડ વેલ્યુમાં ઉછાળો, ગયા વર્ષની સરખામણીમાં 80 ટકાનો વધારો
post

વિરાટ કોહલીની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની બ્રાન્ડ વેલ્યુ 195 મિલિયન યુએસ ડોલર છે.

Written By newsonline | Ahmedabad | Published: 2023-07-11 18:42:42

નવી દિલ્હી : ઈન્ડિયન પ્રીમિયર લીગ  જેણે વિશ્વની સૌથી મોટી T20 લીગ તરીકે પોતાની છાપ ઉભી કરી છે. તેણે હવે બ્રાન્ડ વેલ્યુની દ્રષ્ટિએ વધુ એક નવું સીમાચિહ્ન હાંસલ કર્યું છે. વર્ષ 2022માં IPLની બ્રાન્ડ વેલ્યુ લગભગ 1.3 લાખ કરોડ રૂપિયા ($15.4 બિલિયન) હતી, આ વર્ષે તેમાં 80 ટકાનો જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. 

હવે IPLની બ્રાન્ડ વેલ્યુ 26,600 કરોડ ($3.2 બિલિયન)ની નજીક પહોંચી ગઈ છે. આ વિશેની માહિતી વૈશ્વિક રોકાણ બેંક હૌલિહાન લોકીએ એક અહેવાલમાં આપી છે જેણે વિશ્વભરની ઘણી સ્પોર્ટ્સ ફ્રેન્ચાઇઝી પર પોતાનો અહેવાલ જાહેર કર્યો છે. 

IPLની બ્રાન્ડ વેલ્યુમાં આ તેજી પછી, તે હવે વિશ્વની સૌથી મોંઘી સ્પોર્ટ્સ લીગના સંદર્ભમાં નેશનલ ફૂટબોલ લીગ (NFL) પછી બીજી સૌથી મોંઘી લીગ બની ગઈ છે. IPLની બ્રાન્ડ વેલ્યુમાં જંગી ઉછાળાનું મુખ્ય કારણ તેના મોંઘા મીડિયા અધિકારોનું વેચાણ થયું છે. તે જ સમયે, આ વખતે ફ્રેન્ચાઇઝીની બ્રાન્ડ વેલ્યુમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.

ફ્રેન્ચાઈઝીની બ્રાન્ડ વેલ્યુને લઈને હોલિહાન લોકી દ્વારા જારી કરાયેલા રિપોર્ટમાં આ સિઝનનું ટાઈટલ જીતનાર ચેન્નાઈ સુપર કિંગ્સ સૌથી આગળ છે. રિપોર્ટમાં ચેન્નાઈ ટીમની બ્રાન્ડ વેલ્યુ 212 મિલિયન યુએસ ડોલર જણાવવામાં આવી છે. વિરાટ કોહલીની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની બ્રાન્ડ વેલ્યુ 195 મિલિયન યુએસ ડોલર છે.

બ્રાન્ડ વેલ્યુની આ યાદીમાં, રોહિત શર્માની કેપ્નટશીવાળી મુંબઈ ઈન્ડિયન્સ 190 મિલિયન યુએસ ડોલર સાથે ત્રીજા સ્થાને છે. ગયા વર્ષની સરખામણીમાં ટીમની બ્રાન્ડ વેલ્યુમાં 34.8 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. કોલકાતા નાઈટ રાઈડર્સ આ યાદીમાં ચોથા સ્થાને છે જ્યારે દિલ્હી કેપિટલ્સ પાંચમા સ્થાને છે. IPL ફ્રેન્ચાઈઝીની બ્રાન્ડ વેલ્યુના સંદર્ભમાં લખનૌ સુપર જાયન્ટ્સની ટીમ સૌથી નીચે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post