• Home
  • News
  • IPL ટીમનું એનાલિસિસ:બેન સ્ટોક્સ ચેન્નઇનું ટ્રમ્પ કાર્ડ, SRH-RR-GT પર્ફેક્ટ ટીમ, જાણો બધી જ ટીમની સ્ટ્રેન્થ અને વીકનેસ
post

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 16મી સિઝન હવે 31 માર્ચથી શરૂ થઈ રહી છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-03-28 18:49:35

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 16મી સિઝન હવે 31 માર્ચથી શરૂ થઈ રહી છે. જેમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન્સ ગુજરાત ટાઇટન્સ અને 4 વખત વિજેતા ચેન્નઈ સુપરકિંગ્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાંજે 7.30 વાગ્યાથી ઓપનિંગ મેચ રમવામાં આવશે. ટૂર્નામેન્ટમાં 10 ટીમ ભાગ લઈ રહી છે. મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નૂઈ સુપરકિંગ્સ લીગની બે સૌથી સફળ ટીમ છે.

દિલ્હી કેપિટલ્સ, પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ટીમ અત્યાર સુધી ખિતાબ જીતી શકી નથી. લખનઉ સુપરજોઇન્ટ્સ અને ગુજરાત ટાઇટન્સની આ બીજી જ સિઝન છે. આગળ સ્ટોરીમાં આપણે 10 ટીમોનું એનાલિસિસ કરીશું. તેમની સ્ટ્રેંથ, વીકનેસ, ટ્રમ્પ કાર્ડ, છેલ્લી સીઝનમાં પરફોર્મન્સ, સ્ક્વોડ અને સંભવિત પ્લેઇંગ-11 પણ જાણીશું.

1. ચેન્નઈ સુપર કિંગ્સ - મહેન્દ્રસિંહ ધોની, કેપ્ટન
IPL
ની 13 સીઝનમાં સામેલ રહેલી ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમને મહેન્દ્ર સિંહ ધોનીને 11 વખત પ્લેઑફમાં પહોંચાડ્યું છે. 9 વખત ટીમ ફાઈનલ રમી છે અને તેમાં 4 વખત ચેમ્પિયન બની છે. ધોની પાસે સૌથી વધુ 210 IPL મેચમાં કેપ્ટનશિપ કરવાનો અનુભવ છે. તેમણે 123 મેચમાં જીત અપાવી છે અને 86 મેચ હારી છે. એક મેચ અનિર્ણીત રહી છે. ધોનીએ 234 IPL મેચમાં 135.20ની સ્ટ્રાઈક રેટથી 4978 રન બનાવ્યા છે. જેમાં તેઓએ 24 ફિફ્ટી ફટકારી છે.

સ્ટ્રેન્થ: અનુભવી ખેલાડીઓ, 9 નંબર સુધી બેટિંગ અને ઓલરાઉન્ડરથી સજ્જ પ્લેયર્સ આ વખતે CSKની ટીમ તેમના હોમગ્રાઉન્ડ ચેપોક પર ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. ટીમમાં મોઈન અલી, રવીન્દ્ર જાડેજા, મિચેલ સેન્ટનર અને થિક્સાનાના રૂપમાં જોરદાર સ્પિનર્સ છે.

વીકનેસ: ટીમમાં ફાસ્ટ બોલર્સની ખોટ. જેમિસન ટૂર્નામેન્ટમાં કદાચ રમશે નહીં. રિસ્ટ સ્પિનર એક જ છે. ટૉપ ઓર્ડર અટેકિંગ નથી.

સંભવિત પ્લેઇંગ-11
ડેવોન કોનવે, ઋતુરાજ ગાયકવાડ, બેન સ્ટોક્સ, અંબાતી રાયડુ, મોઈન અલી, રવીન્દ્ર જાડેજા, શિવમ દુબે, મહેન્દ્રસિંહ ધોની (વિકેટકીપર), દીપક ચહર, મહેશ થિક્સાના અને તુષાર દેશપાંડે

2. દિલ્હી કેપિટલ્સ - ડેવિડ વોર્નર, કેપ્ટન
રેગ્યુલર કેપ્ટન રિષભ પંત કાર એક્સિડન્ટમાં ઘાયલ થવાના કારણે લાંબા સમયથી ક્રિકેટથી દૂર રહેશે. હવે તેમની જગ્યાએ IPLના સૌથી સફળ વિદેશી કેપ્ટનમાંથી એક ડેવિડ વોર્નર કેપ્ટન તરીકે રહેશે. આ પહેલાં પણ ડેવિડ દિલ્હીની કેપ્ટનશિપ કરી ચૂક્યો છે. તેની કેપ્ટનશિપમાં હૈદરાબાદની ટીમ ચેમ્પિયન બની હતી. ઓવરઓલ કેપ્ટનશિપમાં 69 મેચમાં ટીમ 35 મેચ જીતી છે. તો 32 મેચ હારી પણ છે, અને 2 મેચ ટાઈ થઈ છે. 162 IPL મેચમાં તેણે 140.69ના સ્ટ્રાઈક રેટથી 5881 રન બનાવ્યા છે. જેમાં 4 સેન્ચુરી અને 55 ફિફ્ટી પ્લસ સ્કોર પણ નોંધાવ્યો છે.

સ્ટ્રેન્થ: ફિલ સોલ્ટ અને રિલી રોસોયુના રૂપમાં અટેકિંગ વિદેશી બેટર્સ છે. ટૉપ ઓર્ડરમાં વોર્નર અને પૃથ્વી શો ખતરનાક કોમ્બિનેશન છે. અક્ષર અને કુલદીપના રૂપમાં અનુભવી ઈન્ટરનેશનલ સ્પિનર્સ પણ છે.

વીકનેસ: રિષભ પંતની ગેરહાજરીમાં ડોમેસ્ટિક વિકેટકીપર શોધવો પડશે. આના કારણે વિદેશી બેટર્સનું સમીકરણ બગડશે. માર્શ, રોસોયુમાંથી કોઈ એકને જ રમાડવો પડશે. અનુભવી ઑફ સ્પિનર અને ડોમેસ્ટિક પેસર્સની ખોટ પણ છે.

સંભવિત પ્લેઇંગ-11
ડેવિડ વોર્નર, પૃથ્વી શૉ, મનીષ પાંડે, ફિલ સોલ્ટ (વિકેટકીપર), સરફરાઝ ખાન, રોવમેન પોવેલ, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, ચેતન સાકરિયા, મુસ્તફિઝુર રહેમાન/એનરિક નોર્કિયા અને કમલેશ નાગરકોટી.

3. ગુજરાત ટાઇટન્સ - હાર્દિક પંડ્યા, કેપ્ટન
મુંબઈ છોડ્યા બાદ હાર્દિકે ગત સિઝનમાં પહેલી વખત IPL ટીમની કેપ્ટનશિપ સંભાળી હતી. તેની કેપ્ટનશિપમાં ટીમ 15માંથી 11 જીતી અને 4 હારી હતી. સૌથી મહત્ત્વની વાત એ છે કે ટીમ ચેમ્પિયન બની હતી. હાર્દિકે અત્યાર સુધી 107 IPL મેચમાં 147.59ની સ્ટ્રાઈક રેટથી 1963 રન બનાવ્યા છે. જેમાં 8 ફિફ્ટીનો સમાવેશ થાય છે.

સ્ટ્રેન્થ: વિસ્ફોટક મિડલ ઓર્ડર બેટિંગ લાઇન અપ જેમાં નંબર 8 સુધીના બેટર્સ ઉપલબ્ધ છે. રાશિદ, શમી અને અલ્ઝારી જોસેફ જેવા ટોપ ક્લાસ બોલર પણ ટીમમાં છે.

વીકનેસ: મિડલ ઓર્ડરમાં એન્કર રોલ પ્લેયરનો અભાવ. અનુભવી ઓફ સ્પિનર ​​પણ નથી.

સંભવિત પ્લેઇંગ-11
શુભમન ગિલ, મેથ્યુ વેડ (વિકેટકીપર), સાંઈ સુદર્શન, હાર્દિક પંડ્યા, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, આર સાંઈ કિશોર, યશ દયાલ, અલ્ઝારી જોસેફ અને મોહમ્મદ શમી.

 

4. કોલકોતા નાઇટ રાઇડર્સ - શ્રેયસ અય્યર, કેપ્ટન
દિલ્હી અને કોલકતાની કેપ્ટનશિપ કરનાર શ્રેયસ ગત સિઝનમાં પોતાની ટીમને પ્લેઓફમાં લઈ જઈ શક્યો નહોતો. શ્રેયસે 55 મેચમાં કેપ્ટનશિપ કરી છે, જેમાં 27 મેચમાં ટીમને જીત મળી છે, જ્યારે 26માં પરાજય થયો અને બે મેચ ટાઈ રહી છે. અત્યાર સુધી 101 IPL મેચમાં અય્યરે 125.38ની સ્ટ્રાઇક રેટથી 2776 રન બનાવ્યા છે. આમાં 19 ફિફ્ટી પણ સામેલ છે.

સ્ટ્રેન્થઃ મિડલ ઓર્ડર ખૂબ જ મજબૂત છે, વિદેશી અને ડોમેસ્ટિક ઓલરાઉન્ડર ટીમને મજબૂત બનાવી રહ્યા છે. ડોમેસ્ટિક અને વિદેશી ફાસ્ટ બોલર્સની સાથે નારાયણ અને ચક્રવર્તીના રૂપમાં મિસ્ટ્રી સ્પિનર પણ ઉપલબ્ધ છે.

વીકનેસ: ઓપનિંગ બેટર્સ પાસે કોઈ અનુભવ નથી. ટોપ ઓર્ડરમાં એક પણ વિસ્ફોટક વિદેશી બેટર નથી. રિસ્ટ સ્પિનરની ગેરહાજરી સાથે બેટિંગ લાઇન-અપમાં પણ ઊંડાણનો અભાવ છે.

સંભવિત પ્લેઇંગ -11
વેંકટેશ અય્યર, નારાયણ જગદીશન (વિકેટકીપર), શ્રેયસ અય્યર/મનદીપ સિંહ, નીતિશ રાણા, આન્દ્રે રસેલ, શાકિબ અલ હસન/ડેવિડ વીઝ, શાર્દૂલ ઠાકુર, લોકી ફર્ગ્યુસન, સુનિલ નારાયણ, ઉમેશ યાદવ અને વરુણ ચક્રવર્તી.

5. લખનઉ સુપર જાયન્ટ્સ - કેએલ રાહુલ, કેપ્ટન
જ્યારે પણ રાહુલે IPL ટીમની કમાન સંભાળી છે ત્યારે તેણે પોતાની બેટિંગથી શાનદાર પ્રદર્શન કર્યું છે. અત્યાર સુધી 42 મેચમાં કેપ્ટનશિપ કરતી વખતે તેની ટીમે 20માં જીત મેળવી છે અને માત્ર 20માં હારનો સામનો કરવો પડ્યો છે. ત્યાં 2 મેચ ટાઈ રહી હતી. IPL 109 મેચમાં રાહુલે 136.22ના સ્ટ્રાઇક સાથે 3889 રન બનાવ્યા છે, જેમાં 4 સદી અને 31 અડધી સદી સામેલ છે.

સ્ટ્રેન્થ: રાહુલ, ડી કોક, પૂરન અને હુડાના રૂપમાં આક્રમક અને અનુભવી ટોપ ઓર્ડર છે. કૃણાલ અને સ્ટોઇનિસ પણ નીચલા ક્રમે બેટિંગ કરી શકે છે. ડોમેસ્ટિક અને વિદેશી પેસ બોલર્સનું શાનદાર કોમ્બિનેશન છે.

વીકનેસ: બેટિંગમાં કોઈ ઊંડાણ નથી. ક્વોલિટી ઑફ સ્પિનર ​​સાથે મિડલ ઓર્ડર બેટિંગમાં અનુભવનો અભાવ પણ છે.

સંભવિત પ્લેઇંગ-11
કેએલ રાહુલ, ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), નિકોલસ પૂરન, દીપક હુડા, આયુષ બદોની, માર્ક્સ સ્ટોઇનિસ, કૃણાલ પંડ્યા, માર્ક વુડ, રવિ બિશ્નોઈ, આવેશ ખાન અને જયદેવ ઉનાડકટ

 

6. મુંબઈ ઈન્ડિયન્સ - રોહિત શર્મા, કેપ્ટન
ટુર્નામેન્ટના સૌથી સફળ કેપ્ટન રોહિત શર્માએ 2013માં મુંબઈની કમાન સંભાળી હતી. ત્યારથી તે ટીમને 5 વખત ચેમ્પિયન બનાવી ચૂક્યો છે. તેણે પોતાની કેપ્ટનશિપમાં 143માંથી 79 મેચમાં ટીમને જીત અપાવી હતી. 60માં પરાજય થયો હતો, જ્યારે 4 મેચ પણ ટાઈ રહી હતી. રોહિતે 227 IPL મેચોમાં 129.89ના સ્ટ્રાઇક રેટથી 5879 રન બનાવ્યા છે. જેમાં એક સદી અને 40 અડધી સદી સામેલ છે.

સ્ટ્રેન્થ: આક્રમક બેટિંગ લાઇન-અપ, ઝડપી બોલિંગ લાઇન-અપ ટીમને મજબૂતી આપી રહી છે. ટીમમાં ક્વોલિટી ડોમેસ્ટિક ખેલાડીઓની પણ ભરમાર છે.

વીકનેસ: મિડલ ઓર્ડર બેટર્સમાં અનુભવનો અભાવ, સ્પિન અટેક નબળો છે, વિદેશી ઓલરાઉન્ડર્સમાં પણ અનુભવનો અભાવ છે.

સંભવિત પ્લેઇંગ -11
રોહિત શર્મા, ઈશાન કિશન (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, ડેવાલ્ડ બ્રેવિસ, તિલક વર્મા, ટિમ ડેવિડ, કેમેરોન ગ્રીન, રિતિક શોકીન, કુમાર કાર્તિકેય, જોફ્રા આર્ચર અને અરશદ ખાન

7. પંજાબ કિંગ્સ - શિખર ધવન, કેપ્ટન
ટુર્નામેન્ટના સૌથી અનુભવી ખેલાડીઓમાંથી એક શિખર ધવનને પંજાબના નવા કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યો છે. IPLની 206 મેચમાં તેણે 126.35ના સ્ટ્રાઇક રેટથી 6244 રન બનાવ્યા છે. જેમાં 2 સદી અને 47 અર્ધસદી સામેલ છે. તેણે 11 મેચમાં હૈદરાબાદ અને પંજાબની કેપ્ટનશિપ પણ કરી છે. જેમાં 4માં જીત અને 7માં ટીમનો પરાજય થયો.

સ્ટ્રેન્થ: બેરસ્ટો અને લિવિંગસ્ટનના રૂપમાં અટેકિંગ ટોપ ઓર્ડર છે. સેમ કરન અને કાગીસો રબાડા જેવા ઉત્તમ વિદેશી બોલર અને ઓલરાઉન્ડર ઉપલબ્ધ છે. રાહુલ ચહરની રિસ્ટ સ્પિન પણ ટીમને મજબૂતી આપી રહી છે.

વીકનેસ: મિડલ ઓર્ડરમાં અનુભવનો અભાવ. ડોમેસ્ટિક ટોપ-ઓર્ડર બેટર નથી. સ્પિન અટેક નબળો છે. બેટિંગમાં પણ ઊંડાણ નથી.

સંભવિત પ્લેઇંગ-11
શિખર ધવન, લિયામ લિવિંગસ્ટોન(વિકેટકીપર), જીતેશ શર્મા, શાહરુખ ખાન, સેમ કરન, રિશી ધવન/રાજ અંગદ બાવા, હરપ્રીત બ્રાર, રાહુલ ચહર, કાગીસો રબાડા અને અર્શદીપ સિંહ.

 

8. રાજસ્થાન રોયલ્સ - સંજુ સેમસન, કેપ્ટન
સેમસન છેલ્લી 2 સિઝનથી રાજસ્થાનની કેપ્ટનશિપ કરી રહ્યો છે. ગત સિઝનમાં તે ટીમને ફાઈનલમાં લઈ ગયો હતો, પરંતુ જીતી શક્યો નહોતો. ઓવરઓલ કેપ્ટનશિપની વાત કરીએ તો, 31 મેચમાં ટીમને 15માં જીત મળી છે. જ્યારે 16 મેચમાં ટીમ હારી છે. IPLની 138 મેચમાં સંજુએ 135.72ના સ્ટ્રાઇક રેટથી 3526 રન બનાવ્યા છે. જેમાં 3 સદી અને 17 અડધી સદી પણ સામેલ છે.

સ્ટ્રેન્થ: આક્રમક અને સંભાળીને બેટિંગ કરનાર બેટર્સ ટોપ ઓર્ડરમાં છે. આ પછી, 3 શ્રેષ્ઠ ઓલરાઉન્ડર પણ ઉપલબ્ધ છે. 8મા નંબર સુધી બેટિંગની સાથે સાથે ચહલ, અશ્વિન, બોલ્ટ અને હોલ્ડર જેવા અનુભવી બોલર્સ પણ ટીમમાં છે.

વીકનેસ: ટીમમાં 4 નંબર સુધી ટોપ ક્લાસ T20 ઓપનર છે. પરંતુ તેની ભૂમિકા સ્પષ્ટ નથી. લેફ્ટ આર્મ સ્પિનર્સ અને ડોમેસ્ટિક ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર્સની પણ ખોટ છે.

સંભવિત પ્લેઇંગ-11 :
જોસ બટલર, યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન (વિકેટકીપર), દેવદત્ત પડ્ડિકલ, શિમરન હેટમાયર, રિયાન પરાગ, જેસન હોલ્ડર, રવિચંદ્રન અશ્વિન, નવદીપ સૈની/કુલદીપ સેન, યુઝવેન્દ્ર ચહલ અને ટ્રેન્ટ બોલ્ટ

 

9. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ - ફાફ ડુ પ્લેસીસ, કેપ્ટન
ગત સિઝનમાં પહેલી વખત IPLની કેપ્ટનશિપનો મોકો મળ્યો હતો. ટીમને પ્લેઓફમાં લઈ ગયો હતો, પરંતુ ટીમ ક્વોલિફાયર-2 હારી ગઈ હતી. ફાફની કેપ્ટનશિપમાં ટીમ મેચમાંથી 9 જીતી અને 7 હારી છે. સાઉથ આફ્રિકાના ફાફ ડુ પ્લેસીસે IPLની 116 મેચમાં 130.58ની સ્ટ્રાઇક રેટથી 3403 રન બનાવ્યા છે. જેમાં 25 ફિફ્ટીનો સમાવેશ થાય છે.

સ્ટ્રેન્થ: અટેકિંગ ટૉપ-ઓર્ડર બેટિંગ લાઇન-અપ સાથે નંબર-9 સુધી બેટર્સ ઉપલબ્ધ છે. કોહલી, ડુ પ્લેસીસ, મેક્સવેલ, કાર્તિકના રૂપમાં અનુભવી ખેલાડીઓ પણ છે.

વીકનેસ: લોઅર ઓર્ડર બેટિંગમાં માત્ર એક જ અનુભવી બેટર્સ. ઓલરાઉન્ડર બેટિંગ કરતાં બોલિંગમાં વધુ અસરકારક હોય છે. સ્પેશિયાલિસ્ટ ઑફ સ્પિનર્સ અને T20 સ્પેશિયાલિસ્ટ ફાસ્ટ બોલર્સની ખોટ છે.

સંભવિત પ્લેઇંગ-11
ફાફ ડુ પ્લેસીસ, વિરાટ કોહલી, રજત પાટીદાર/ અનુજ રાવત, ગ્લેન મેક્સવેલ, મહિપાલ લોમરોર, શાહબાઝ અહેમદ, દિનેશ કાર્તિક (વિકેટકીપર), વાનિન્દુ હસરંગા/માઇકલ બ્રેસવેલ, હર્ષલ પટેલ, ડેવિડ વિલી/રીસ ટોપ્લે અને મોહમ્મદ સિરાજ.

 

10. સનરાઇઝર્સ હૈદરાબાદ - એડન માર્કરમ, કેપ્ટન
કેપ્ટન એડન માર્કરમ ગત સિઝનમાં સમગ્ર 14 મેચમાં 139.05ના સ્ટ્રાઈક રેટથી માત્ર 381 રન જ બનાવી શક્યો હતો. એકંદરે તેની પાસે 20 IPL મેચનો અનુભવ છે. જેમાં તેણે 134.10ના સ્ટ્રાઇક રેટથી 527 રન બનાવ્યા છે. તેની કેપ્ટનશિપમાં SA20 લીગમાં, સનરાઇઝર્સ ઇસ્ટર્ન કેપને તેમની પહેલી જ સિઝનમાં ચેમ્પિયનનો તાજ પહેર્યો છે. ત્યારે હવે સનરાઇઝર્સ બીજી વખત ચેમ્પિયન બનવાના ઈરાદા સાથે IPLમાં ઊતરશે.

સ્ટ્રેન્થ: વર્લ્ડ કપ વિજેતા લેગ-સ્પિનર આદીલ રશીદ, ભુવનેશ્વર, જેનસેન, ઉમરાન અને નટરાજન જેવા ક્વોલિટી બોલર્સ ઉપલબ્ધ છે. હેરી બ્રુક, મયંક અને અભિષેક શર્માના રૂપમાં આક્રમક બેટિંગ લાઇન-અપ પણ છે.

વીકનેસ: માર્કરમ પાસે IPLનો ઓછો અનુભવ છે. ટીમમાં કોઈ ડોમેસ્ટિક વિકેટકીપર નથી. સ્પિન લાઇન-અપમાં બેકઅપનો અભાવ પણ સ્પષ્ટ દેખાઇ રહ્યો છે.

સંભવિત પ્લેઇંગ-11
અભિષેક શર્મા, મયંક અગ્રવાલ, રાહુલ ત્રિપાઠી, એડન માર્કરામ, હેરી બ્રુક, ગ્લેન ફિલિપ્સ (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, આદિલ રશિદ, ભુવનેશ્વર કુમાર, થંગારાસુ નટરાજન અને ઉમરાન મલિક.

 

adv

Related News

post
post
post
post
post
post
post