• Home
  • News
  • માનવ મહેરામણથી ખીચોખીચ સ્ટેડિયમને જોઇ ટ્રમ્પની દીકરી પોતાને રોકી ન શકી, ઇવાન્કાએ સેલ્ફી લીધી
post

ઇવાન્કાએ પણ બધા સાથે તસવીર ખેંચાવી હતી અને ખીચોખીચ ભરેલા સ્ટેડિયમને સેલ્ફીમાં કેદ પણ કર્યું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-25 09:37:53

અમદાવાદઃ ડોનાલ્ડ ટ્રમ્પ પરિવાર અમદાવાદની મુલાકાતે આવ્યું હતું. એરપોર્ટથી ગાંધી આશ્રમ અને ત્યારબાદ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં પરિવાર પહોંચ્યો હતો. માનવ મહેરામણથી ખીચોખીચ ભરેલા સ્ટેડિયમને જોઇને ટ્રમ્પ પરિવાર પ્રભાવિત થયું હતું. યુએસના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે પણ પોતાના ભાષણમાં ઉપસ્થિત જનમેદનીનો આભાર માન્યો હતો. તો ઇવાન્કા ટ્રમ્પે પણ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ અદ્ભુત કાર્યક્રમ કહ્યું હતું. ઇવાન્કા જ્યારે સ્ટેડિયમ પહોંચી ત્યારે દર્શકો અને મહાનુભાવો તેની સાથે એક તસવીર ખેંચાવા માટે પડાપડી કરતા જોવા મળ્યા હતા. ઇવાન્કાએ પણ બધા સાથે તસવીર ખેંચાવી હતી અને ખીચોખીચ ભરેલા સ્ટેડિયમને સેલ્ફીમાં કેદ પણ કર્યું હતું.


38 વર્ષીય ઈવાન્કા 3 બાળકના માતા બિઝનેસ, મોડલિંગ, રિયાલિટી શૉ પસંદ
ટ્રમ્પનાં 38 વર્ષીય પુત્રી ઈવાન્કાના પણ મોદીએ ભાષણમાં વખાણ કર્યા. ઈવાન્કા બીજી વાર ભારત આવ્યાં છે. ત્રણ બાળકની માતા ઈવાન્કાની કહાની રસપ્રદ છે. તેઓ બિઝનેસ, મોડેલિંગ અને રિયાલિટી શૉ તેમના રસના વિષયો છે. તેમણે લગ્ન માટે પોતાનો ધર્મ પણ બદલી નાંખ્યો હતો, જેથી ટ્રમ્પ ઘણાં નારાજ થયા હતા. ઈવાન્કાએ ફરી એકવાર રેડ ડ્રેસ પહેર્યો હતો, જે તેઓ 2019માં આર્જેન્ટિનાની મુલાકાતમાં પણ પહેરી ચૂક્યા છે. આ ફ્લોરલ ડ્રેસ પ્રોન્ઝા શોલરે ડિઝાઈન કર્યો હતો, જેમાં બેબી બ્લૂ અને રેડ ફ્લોરલ પ્રિન્ટ હતી. આ ડ્રેસની કિંમત આશરે રૂ. 1,71,331 ગણાવાઈ રહી છે. ઈવાન્કાએ પોતાના આ વી-નેક ટાઈ હેંગિંગ ડિટેઈલ અને રાઉન્ડ સ્લિવ્સ ધરાવતા ડ્રેસ સાથે ક્લાસી ઈયરિંગ્સ પણ પહેર્યા હતા.


ઈવાન્કાની ગુજરાતીઓ સાથે મસ્તી
મોટેરા સ્ટેડિયમમાં ઇવાન્કા ટ્રમ્પ આકર્ષણનું કેન્દ્ર રહ્યાં હતાં. મોદી અને ટ્રમ્પની સ્પીચ પૂરી થયા બાદ મોટી સંખ્યામાં લોકો ઇવાન્કાને ઘેરી વળ્યાં હતાં તથા તેમની સાથે સેલ્ફિ લીધી હતી.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post