• Home
  • News
  • જાપાનમાં વારંવાર સાઈકલની ઘંટડી વગાડવા પર પ્રતિબંધ, ટ્રાફિક સેફ્ટી કોર્સ કરવો જરૂરી, નહીંતર રૂપિયા 35000નો દંડ
post

જાપાનમાં સાઈકલનું ચલણ વધતાં કેબિનેટે ટ્રાફિકના નવા નિયમોને મંજૂરી આપી

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-11 09:00:23

ટોકિયો: કોરોનાવાઈરસના પ્રકોપ વચ્ચે ભીડભાડથી બચવા માટે દુનિયાભરમાં સાઈકલનો ઉપયોગ વધ્યો છે. જાપાનમાં અનેક કંપનીઓ હોમ ડિલીવરી માટેસાઈકલનો ઉપયોગ કરી રહી છે. ટોકિયોની એક કંપનીનું વેચાણ બે મહિનામાં 19% વધ્યું છે. આથી જાપાન સરકારે ટ્રાફિકના નવા નિયમ બનાવ્યા છે, જેમાં સાઈકલ પર વધુ ધ્યાન અપાયું છે. નવા નિયમો અનુસાર વારંવાર ઘંટડી વગાડવી નિયમોનું ઉલ્લંઘન મનાશે, જેના માટે દંડની જોગવાઈ છે. 14 વર્ષથી વધુની ઉંમરના સાઈકલ ચાલકો માટે ટ્રાફિક સેફ્ટી કોર્સ જરૂરી રહેશે, નહિંતર રૂ.35000 દંડ ભરવો પડશે.

હકીકતમાં સતત વધી રહેલી દુર્ઘટનાઓએ સરકારની ચિંતા વધારી હતી. ગયા વર્ષે ખતરનાક સાઈકલિંગના 26,687 કેસ નોંધાયા હતા, જેમાંથી માત્ર 328 લોકોએ જ સેફ્ટી કોર્સ કર્યો હતો. આતમામ પર લગામ કસવા અને ટ્રાફિક સેન્સ સુધારવા સરકારને નવા નિયમ બનાવવા પડ્યા છે. અન્ય વાહન ચાલકો માટેના નિયમો પણ વધુ કડક કરાયા છે. જેમાં વધુ સ્પીડમાં વાહન ચલાવતા પકડાય તો બે વર્ષ માટે લાઈસન્સ રદ્દ કરાશે. નવા નિયમ 30 જુનથી સમગ્ર દેશમાં લાગુ થશે.

દારૂ પીને સાઈકલ ચલાવવી, રસ્તો રોકવો પ્રતિબંધિત 
નવા નિયમો અનુસાર 14 પ્રક્રિયાઓ કે ગતિવિધિઓ પર રોક લગાવાઈ છે અને તેના ઉલ્લંઘન પર દંડની જોગવાઈ છે. જેમાં દારૂ પીને સાઈકલ ચલાવવી અને બીજાનો રસ્તો રોકવા પર પ્રતિબંધ રહેશે. સાઈકલ ચલાવતા સમયે મોબાઈલ ફોન વાપરી શકાશે નહીં. 

 

adv

Related News

post
post
post
post
post
post
post