• Home
  • News
  • દિલ્હી કોમી તોફાન કેસ:JNUના ભૂતપુર્વ વિદ્યાર્થી ઉમર ખાલિદની ધરપકડ, ભડકાઉ ભાષણોના આરોપ બદલ UAPA હેઠળ અટકાયત કરવામાં આવી
post

ખાલિદની સ્પેશિયલ સેલની ટીમ બે વખત પૂછપરછ કરી ચુકી છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-14 09:07:35

દિલ્હી હિંસા કેસની તપાસ કરી રહેલી સ્પેશિયલ સેલે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)ના ભૂતપુર્વ વિદ્યાર્થી ઉમર ખાલિદની ધરપકડ કરવામાં આવી છે. ખાલિદી ધરપકડ મધ્યરાત્રીએ કરવામાં આવી હતી. ખાલિદની ધરપકડની દિલ્હી પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા પૃષ્ટિ કરવામાં આવી છે. જોકે તપાસની બાબત હોવાનું ટાંકી તેમણે આ અંગે વધુ માહિતી આપી ન હતી. દિલ્હી હિંસા કેસમાં ખાલિદ સહિત આઠ લોકો સામે સ્પેશિયલ સેલે ગેરકાયદેસર પ્રવૃત્તિ (અટકાયત) ધારા (UAPA) હેઠળ કેસ દાખલ કર્યો છે. આ કાયદા હેઠળ ખાલિદ સહિત FIRમાં જેમના નામનો સમાવેશ છે તે સૌની સામે દેશદ્રોહ, હત્યા, હત્યાનો પ્રયાસ તથા કોમી તોફાન સહિત કેટલાક ગંભીર આરોપ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ખાલિદની સ્પેશિયલ સેલની ટીમ બે વખત પૂછપરછ કરી ચુકી છે.


બે વખત ભડકાઉ ભાષણ આપવાનો આરોપ
ખાલિદ પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત યાત્રા પર આવ્યા તે અગાઉ બે અલગ-અલગ સ્થળો પર ભડકાઉ ભાષણ કરવાનો આરોપ છે. આ ભાષણોને લઈ તેની બે તબક્કામાં પૂછપરછ કરવામાં આવી હતી. ખાલિદ પર ટ્રમ્પ યાત્રા સમયે પ્રજાને માર્ગો પર ઉતરી આવવા જે અપીલ કરવા આવી હતી તે અંગે પૂછપરછ કરવામાં આવી હતી.

adv

Related News

post
post
post
post
post
post
post