• Home
  • News
  • જોન્ટી રોડ્સે કહ્યું, IPL ક્રિકેટ કેલેન્ડરનો મહત્ત્વનો ભાગ, લેન્ગરે ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓને ટૂર્નામેન્ટમાં મોકલવાની તરફેણ કરી
post

ખેલાડીઓની આર્થિક સ્થિતિ માટે પણ IPL મહત્ત્વપૂર્ણ

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-10 10:33:23

જોહાનિસબર્ગ: ઇન્ડિયન પ્રમિયર લીગ (IPL)ના આયોજન પર ભલે હજુ સુધી સ્થિતિ સ્પષ્ટ થઈ ન  હોય, પરંતુ ક્રિકેટ દુનિયાના અનેક દિગ્ગજ નામ તેના આયોજનની વાત કરી રહ્યા છે. સૌરવ ગાંગુલી દ્વારા સપ્ટેમ્બરમાં યોજાનારો એશિયા કપ રદ્દ કરવાની જાહેરાત પછી ટૂર્નામેન્ટના આયોજનની આશા વધી છે.

આ દરમિયાન ઓસ્ટ્રેલિયાના મુખ્ય કોચ લેન્ગરે કહ્યું કે, જો IPLની આયોજન થાય છે તો ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓને રમવા જવાની મંજૂરી મળવી જોઈએ. સ્પષ્ટ શબ્દોમાં કહું તો હું હંમેશાં વિજયની સ્થિતિ જોઉં છું. આશા છે કે શિડ્યુલની સ્થિતિ સ્પષ્ટ થશે તો ખેલાડી જઈ શકશે. લેન્ગરની ઈચ્છા છે કે, સપ્ટેમ્બરમાં ઓસ્ટ્રેલિયા મર્યાદિત ઓવરોની શ્રેણી માટે ઈંગ્લેન્ડનો પ્રવાસ પણ કરે. સ્મિથ, વોર્નર, કમિન્સ સહિત ઓસ્ટ્રેલિયાના 17 ખેલાડી તેમાં ભાગ લેશે. 

આશા છે અમે આઈપીએલ જોઈ શકીશું: જોન્ટી રોડ્સ 
કિંગ્સ ઈલેવન પંજાબના ફિલ્ડિંગ કોચ જોન્ટી રોડ્સે કહ્યું કે, IPL 2008થી ક્રિકેટ કેલેન્ડરનો એક ભાગ બની ગઈ છે. તેના વગર વર્ષ પસાર કરવું મુશ્કેલ છે. તેમના અનુસાર ખેલાડીઓની આર્થિક સ્થિતિ માટે પણ તે મહત્ત્વની છે. દક્ષિણ આફ્રિકાના પૂર્વ ક્રિકેટરે કહ્યું કે, ‘આર્થિક સ્થિતિ અને ખેલાડીઓના ભવિષ્ય માટે આ અત્યંત મહત્ત્વની ટૂર્નામેન્ટ છે. દુનિયાના ટોચના ખેલાડીઓ તેમાં ભાગ લે છે. મને આશા છે કે, વર્ષના અંત સુધીમાં સ્થિતિ સુધરશે અને આપણે આઈપીએલ જોઈ શકીશું’. તેણે સ્વીકાર્યું કે, રોગચાળાને જોતાં ટી20 વર્લ્ડ કપનું આયોજન મુશ્કેલ છે. વર્લ્ડ કપનું આયોજન ઓક્ટોબર-નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયામાં થવાનું છે. શુક્રવારે યોજાનારી આઈસીસીની મીટિંગમાં ટૂર્નામેન્ટને સ્થગિત કરવાની જાહેરાત થઈ શકે છે. BCCI પહેલા જ કહી ચુક્યું છે કે, વર્લ્ડ કપની સ્થિતિ સ્પષ્ટ થયા પછી જ આઈપીએલ અંગે નિર્ણય લેવાશે.

આઈપીએલની યજમાનીની ઓફર કરી નથી : ન્યુઝીલેન્ડ
ન્યુઝીલેન્ડ ક્રિકેટે સ્પષ્ટતા કરી કે, અમે આઈપીએલની યજમાની કરવાની ઓફર આપી નથી. અગાઉ મીડિયામાં દાવો કરાયો હતો કે, કોરોનાના કારણે આઈપીએલ વિદેશમાં યોજાશે તો યુએઈ અને શ્રીલંકા પછી ન્યુઝીલેન્ડ પણ તેની યજમાનીની સ્પર્ધામાં છે. જોકે ન્યુઝીલેન્ડ ક્રિકેટ (એનઝેડસી)એ તેને માત્ર અફવા ગણાવી છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post