• Home
  • News
  • જોસ બટલરે વર્લ્ડ કપ ફાઇનલમાં પહેરેલી જર્સી ઓક્શનમાં 65,100 પાઉન્ડમાં વેંચાઈ, આ રકમનો કોરોના સામેની લડાઈમાં ઉપયોગ થશે
post

લંડનની રોયલ બ્રોમ્પ્ટન અને હેરફિલ્ડ હોસ્પિટલોને પૈસા આપવા માટે બટલરે ફાઇનલમાં પહેરેલી જર્સીની હરાજી કરી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-08 11:59:19

ઈંગ્લેન્ડ : ઇંગ્લેન્ડના વિકેટકીપર જોસ બટલરે વર્લ્ડ કપ ફાઇનલમાં પહેરેલી જર્સીની હરાજી કરીને કોરોના વાઈરસ સામે લડવામાં મદદ કરવા માટે 65,100 પાઉન્ડ (લગભગ 60 લાખ રૂપિયા)ની રકમ ભેગી કરી છે. બટલરે આ જર્સી (શર્ટ) સુપર ઓવરના છેલ્લા બોલે રનઆઉટ કરતી વખતે પહેરી હતી. તે રનઆઉટ થકી ઇંગ્લેન્ડની ટીમ લોર્ડ્સ ખાતેની ફાઇનલ જીતીને વનડેમાં પ્રથમવાર વર્લ્ડ ચેમ્પિયન બની હતી. 


હરાજીથી મળેલી રકમનો લંડનની રોયલ બ્રોમ્પ્ટન અને હેરફિલ્ડ હોસ્પિટલોના હાર્ટ અને ફેફસાના કેન્દ્રો માટે ઉપયોગ કરવામાં આવશે. બટલરે ફાઇનલમાં ફિફટી મારી હતી અને સુપરઓવરમાં પણ ફટકાબાજી કરી હતી. તેણે ગયા અઠવાડિયે ઇ-બે પર પોતાની લોન્ગ સ્લીવ જર્સી ઓક્શન માટે મૂકી હતી. કુલ 82 બીડ થઈ હતી અને વિજેતાએ 65,100 પાઉન્ડમાં જર્સી ખરીદી હતી.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post