• Home
  • News
  • મુંબઈમાં પ્રવાસી મજૂરોના મુદ્દાને કમલ હાસને ટાઈમ બોમ્બ ગણાવ્યો; કહ્યુ- બાલકની સરકાર ગ્રાઉન્ડ પરની વાસ્તવિકતા જુએ
post

કમલ હાસને છ એપ્રિલે પ્રધાનમંત્રીને પત્ર લખ્યો, તેમાં પણ તાળી અને થાળી અભિયાનની નિંદા કરી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-15 11:54:05

ચેન્નાઈ: કમલ હાસને મુંબઈમાં પ્રવાસી મજૂરો દ્વારા લોકડાઉનને તોડવાના મુદ્દે કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા છે. કમલ હાસને સોમવારે ટ્વિટ કરીને કહ્યું કે બાલકનીમાં ઊભા રહેલા લોકોએ જમીન પરની હકિકતને જોવી જોઈએ. પહેલા દિલ્હીમાં અને હવે મુંબઈમાં મજૂરોએ લોકડાઉનનો ભંગ કર્યો. પ્રવાસી મજૂરોની સમસ્યા ટાઈમ બોમ્બ જેવી છે. તે કોરોના કરતા પણ વધારે મોટી થાય તેના પહેલાતેને ડિફ્યુઝ કરવી જોઈએ. બાલકની સરકારે એ પણ જોવું જોઈએ કે ગ્રાઉન્ડ ઉપર શું થઈ રહ્યું છે.


પ્રધાનમંત્રી મોદી દ્વારા લોકડાઉનને ત્રણ મે સુધી લંબાવવાની જાહેરાત પછી મુંબઈના બાન્દ્રા સ્ટેશન પાસે એક હજારથી વધારે પ્રવાસી મજૂરો ભેગા થયા હતા. ત્રણ સપ્તાહથી મુંબઈમાં ફસાયેલા આ મજૂરો પોતાના ગામડે જવા માટે વાહનની સુવિધા આપવાની માંગ કરી રહ્યા છે. પોલીસે તેને હટાવવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો હતો.


કમલ હાસને કેન્દ્રને બાલકની સરકાર કેમ કહી?
પ્રધાનમંત્રીની અપીલ ઉપર 23 માર્ચના રોજ દેશભરમાં લોકોએ પોતાના ઘરની બાલકનીમા ઊભા રહીને તાળી અને થાળી વગાડી સ્વાસ્થ્ય કર્મચારી પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો. આ વાતને લઈને કમલ હાસને કેન્દ્ર સરકારને બાલકની સરકાર કહી. આ પહેલા છ એપ્રિલે કમલ હાસને પીએમ મોદીને પત્ર લખી અચાનક 21 દિવસના લોકડાઉનની જાહેરત કરવા ઉપર સવાલો ઉઠાવ્યા હતા. 


લાખો મજૂરોના જીવનને બચાવવાની અપીલ કરી
હાસને 23 માર્ચે પીએમ મોદીને પત્ર લખી રોજમદારની સમસ્યા ઉઠાવી હતી. તેમણે લખ્યું હતું કે દેશમાં બાંધકામના મજૂરો, ખેતી કરનાર અને મજૂરો છે. મે આ પત્ર તમામ એ લોકો માટે લખ્યો છે જે લોકો આપણી અર્થવ્યવસ્થાને તાકાત આપે છે. ઈકોનોમિક રિસ્પોન્સ ટાસ્ક ફોર્સે એ વાત સુનિશ્ચિત કરવી જોઈએ કે આપણા કામદારોની આવકમાં ઘટાડો ન થાય. આ કારીગરોના ખાતામાં સીધા પૈસા પહોંચાડવાની વ્યવસ્થા કરવી જોઈએ.  જેનાથી મુશ્કેલ સમયમાં તેઓને મદદ મળે.  હું દેશના લાખો મજૂરોના જીવનને બચાવવાની અપીલ કરું છું.

 

adv

Related News

post
post
post
post
post
post
post