• Home
  • News
  • કંડલાથી 355 કન્ટેનરમાં 8200 MT ઘઉંનો જથ્થો વાયા ચાબહાર અફઘાનસ્તાન મોકલાયો
post

માનવીય અભિગમથી અફઘાનિસ્તાન માટે છઠ્ઠી રાહતરૂપ ખેપ મોકલતું ભારત

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-16 10:32:01

ગાંધીધામ: ભારતે માનવતાવાદી અભીગમ અપનાવીને અફઘાનિસ્તાનને 75 હજાર મેટ્રીક ટન ઘઉંનો જથ્થો રાહતના ભાગરુપે આપવાનો વાયદો 2016માં કર્યો હતો. કોરોના કાળમાં અફઘાનિસ્તાનમાં ફુડ સિક્યોરીટીની કથળતી સ્થિતીને જોતા ભારતે એક બાદ એક તે વાયદાને પુર્ણ કરવાની દિશામાં ખેપ મોકલાવાની શરુઆત કરી, જેના ભાગરુપે છઠ્ઠી ખેપ પણ કંડલાથી ઈરાનના ચાબહાર પોર્ટ જવા માટે રવાના થઈ હતી. જે ત્યાં અનલોડ થઈને રોડ માર્ગે અફઘાનિસ્તાન પહોંચાડાશે. આ વખતે 355 કન્ટેનરમાં 8200 એમટી ઘઉં મોકલવામાં આવી રહ્યા છે.

75 હજાર એમટી આપવાના વાયદા સામે અત્યાર સુધી 45 હજાર એમટી મોકલાઈ ગયું
બુધવારે વધુ એક વાર દીન દયાલ પોર્ટ ટ્રસ્ટમાં ઘઉંની બોરીઓથી ભરેલા કન્ટેનરો લોડ થઈ રહ્યા હતા. જેનું ગંતવ્ય સ્થાન છે ઈરાનમાં આવેલું ચાબહાર પોર્ટ. સુત્રોએ જણાવ્યું હતું કે કંડલામાં કશાન નામક જહાજમાં 355 કન્ટેનરોમાં 8200 એમટી જેટલો ઘઉંનો જથ્થો લાદવામાં આવ્યો છે. જે ઈરાનના ચાબહાર પોર્ટ માટે કુચ કરી રહ્યો છે. જે ત્યાંથી અફઘાનિસ્તાન પહોંચશે અને કોરોનાકાળના આ કઠીન સમયમાં ત્યાંના લોકો માટે ભારત તરફથી એક મદદ રહેશે. અત્યાર સુધી 75000ના વચન સામે ભારત 45000 એમટી ઘઉં મોકલી ચુક્યું છે, બાકીનો જથ્થો પણ થોડા સપ્તાહોમાં મોકલાશે તેમ સુત્રોએ ઉમેર્યું હતું.

અહિ નોંધવું રહ્યું કે ચીન અને ઈરાન વચ્ચે બંધ બારણે થઈ રહેલી એક મોટી ડીલના કારણે વિશ્વભરની લોકતાંત્રીક શક્તિઓની ઉંઘ ઉડેલી છે. જે ભારતના ચાબહાર પ્રોજેક્ટ પર પણ ચાઈનીઝ સંકટના વાદળો લાવે તેવી સ્થિતી પેદા કરી શકે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post