• Home
  • News
  • OMG! ત્રીજી વખત કરાયો કનિકાનો ટેસ્ટ, આ વખતે તો હાયર લોડ કોરોના પોઝિટીવ આવ્યો
post

ડાયરેક્ટરે કહ્યું કે, કનિકા કપૂરને સંભવ બધી જ સુવિધા આપવામાં આવી રહી છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-25 11:25:43

બોલિવૂડ સિંગર કનિકા કપૂરને  ત્રીજી વખત પણ કોરોના ટેસ્ટમાં પોઝિટીવ પરિણામ આવ્યું છે. કનિકાના પરિવારે સવાલ ઉઠાવ્યા હતા એટલે બીજી વખત તેનો ટેસ્ટ કરવામાં આવ્યો અને એમાં પણ કોરોના પોઝિટીવ આવ્યો. કહેવામાં આવી રહ્યું છે કે, હાલમાં તેની હાલત સ્થિર છે.

કનિકાનું બીજુ સેમ્પલ રવિવારે અને ત્રીજું સેમ્પલ સોમવારે લેવામાં આવ્યું હતું. સેમ્પલની તપાસ કરવામાં આવી તો બીજી વખત તો કનિકાને હાયર લોડ કોરોના વાયરસ આવ્યો. હાલમાં તેની હાલત સ્થિર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ પહેલા જે રિપોર્ટ કરવામાં આવ્યો એમાં તેની ઉમર અને લિંગ સંબંધિત માહિતી ખોટી હોવાનો દાવો કરીને સવાલો ઉભા કરવામાં આવ્યા હતા. માટે કનિકા ખુદ અને એનો પરિવાર એવું ઈચ્છતા હતા કે બીજી વખત ટેસ્ટ થાય. 

SGPGIMSના ડાયરેક્ટર ડો.આર કે ધીમાને જણાવ્યું કે, કનિકાને સારી સુવિધા આપવામાં આવી રહી છે. કનિકાએ કહ્યું હતું કે રૂમ ખરાબ છે અને મચ્છર છે. એ વાત પર ડાયરેક્ટરે તેને ખોટી ઠરાવી છે. ડાયરેક્ટરે કહ્યું કે, એની હોસ્પિટલનો સ્ટાફ ચાર કલાકની શિફ્ટમાં છે. જે આ સમયે ન તો કંઈ ખાઈ શકતા કે ન તો કંઈ પી શકતા. કારણ કે તે સંક્રમણ રોધી ઉપકરણ પહેરે છે.

ડાયરેક્ટરે કહ્યું કે, કનિકા કપૂરને સંભવ બધી જ સુવિધા આપવામાં આવી રહી છે. તેને સ્ટાર હોવાના નાતે નખરા ન કરવા જોઈએ અને એક દર્દીની જેમ સહયોગ કરવો જોઈએ. કનિકાએ અમને મદદ કરવી જોઈએ.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post