• Home
  • News
  • કપિલ સિબ્બલે કહ્યું, સ્વજનો પર નહીં, ભાજપ પર સર્જિકલ સ્ટ્રાઈક કરવાની જરૂર છે
post

પૂર્વ કેન્દ્રીય મંત્રી જિતિન પ્રસાદને કોંગ્રેસમાંથી હાંકી કાઢવાની માગ ઊઠી

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-28 12:26:09

કૉંગ્રેસમાં 23 નેતાઓના પત્રનો વિવાદ અટકી નથી રહ્યો. ઉત્તર પ્રદેશના લખીમપુર જિલ્લા કોંગ્રેસ સમિતિએ પત્ર લખનારા નેતાઓમાં સામેલ પૂર્વ કેન્દ્રિય મંત્રી જિતિન પ્રસાદ પર કાર્યવાહી કરવાની માગ કરી હતી. તેના વિરોધમાં કપિલ સિબ્બલે ગુરુવારે ટ્વિટ કરીને કહ્યું કે, ‘આ કમનસીબ બાબત છે કે, યુપીમાં કોંગ્રેસ જિતિન પ્રસાદને આધિકારિક રીતે નિશાન બનાવી રહી છે. પાર્ટીઓ પોતાનાં લોકો પર નહીં, પરંતુ ભાજપ પર સર્જિકલ સ્ટ્રાઈક કરવાની જરૂર છે’.

કોંગ્રેસ સાંસદ મનીષ તિવારીએ પણ સિબ્બલની ટ્વિટ શેર કરતા લખ્યું - ભવિષ્યજ્ઞાની’. તિવારી પણ પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને સંગઠનમાં ફેરફાર કરવા માટે પત્ર લખનારા નેતાઓમાં સામેલ હતા. સિબ્બલ આધિકારિક નિશાન એટલા માટે કહી રહ્યા છે, કેમ કે લખીમપુર જિલ્લા કોંગ્રેસે પત્ર અંગે બેઠક બોલાવી હતી. જેમાં પાંચ પ્રસ્તાવ પસાર કરાયા હતા, જેના મુખ્ય અંશ છે - સોનિયા ગાંધી સર્વમાન્ય નેતા છે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાધી પર પાર્ટીને પૂર્ણ વિશ્વાસ છે. રાહુલને અધ્યક્ષ બનાવવા સામે વાંધો નથી. પત્ર લખનારાને પાર્ટીમાંથી કાઢો, ખાસ કરીને જિતિન પ્રસાદ પર કાર્યવાહી કરાય. જિલ્લા કોંગ્રેસે સોનિયાને પત્ર લખીને પ્રસ્તાવ પસાર કરવાની માહિતી પણ આપી છે.

કડવાશ : જિતિનના પિતા સોનિયા સામે લડ્યા હતા
લખીમપુર જિલ્લા કોંગ્રેસ કમિટી અનુસાર પત્રમાં યુપીમાં માત્ર એક નેતા જિતિન પ્રસાદના હસ્તાક્ષર છે. જિતિનનો પારિવારિક ઈતિહાસ ગાંધી વિરોધી છે. જિતિનના પિતા જિતેન્દ્ર પ્રસાદ સોનિયા ગાંધી વિરુદ્ધ પાર્ટી અધ્યક્ષની ચૂંટણી લડ્યા હતા.

ફેરવી તોળ્યું : નવા અધ્યક્ષની 6 મહિના રાહ જોઈ શકું - આઝાદ
પત્ર લખનારામાં સામેલ નેતા ગુલામ નબી આઝાદે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, તેઓ નવા કોંગ્રેસ અધ્યક્ષની 6 મહિના રાહ જોઈ શકે છે. તેમને એ વાતની ચિંતા નથી કે, રાહુલ ગાંધી આગામી અધ્યક્ષ બને છે કે કોઈ અન્યને જવાબદારી મળશે.

શિવસેનાનો સવાલ : રાહુલ ભાજપ પર વાંધાજનક હુમલા કરી રહ્યો હતો, ત્યારે પત્ર લખનારા ક્યાં હતા, કેમ સાથ છોડી દીધો હતો
શિવસેનાએ પોતાના મુખપત્રમાં લખ્યું છે કે, કોંગ્રેસના 23 નેતાઓએ ફુલ ટાઈમ પાર્ટી અધ્યક્ષની માગ અંગે સોનિયા ગાંધીને પત્ર લખ્યો છે, તે રાહુલ ગાંધીનું નેતૃત્વ સમાપ્ત કરવાનું કાવતરું હતું. આ નેતાઓ ત્યારે ક્યાં હતા, જ્યારે ભાજપ રાહુલ ગાંધી પર વાંધાજનક હુમલા કરી રહ્યું હતું. રાહુલના કોંગ્રેસ અધ્યક્ષ પદ છોડ્યા પછી આ નેતાઓએ પાર્ટીને સક્રિય કરવાનો પડકાર કેમ ન લીધો.

 

adv

Related News

post
post
post
post
post
post
post