• Home
  • News
  • કોહલી અને રાહુલની જોડીએ તોડ્યો 24 વર્ષ જૂનો રેકોર્ડ, સ્ટાર્ક બન્યો World Cupમાં 50 વિકેટ લેનાર ખેલાડી
post

ચેન્નઈના એમ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 6 વિકેટથી હરાવ્યું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2023-10-09 17:47:01

ભારતે ODI World Cup 2023ના અભિયાનની શરૂઆત જીત સાથે કરી છે. ગઈકાલે ચેન્નઈના એમ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 6 વિકેટથી હરાવ્યું હતું. ભારતીય ટીમની જીતના હીરો વિરાટ કોહલી અને કે.એલ રાહુલ હતા. એક સમયે ભારતીય ટીમ માત્ર 2 રનમાં ત્રણ વિકેટ ગુમાવ્યા બાદ મુશ્કેલ પરિસ્થિતિમાં હતી. ત્યારબાદ બંને ખેલાડીઓએ ચોથી વિકેટ માટે 165 રનની ભાગીદારી કરી હતી. આ સાથે જ આ જોડીએ 24 વર્ષ જુનો રેકોર્ડ તોડી દીધો હતો.

કોહલી-રોહિતે તોડ્યો જાડેજા-રોબિનનો રેકોર્ડ

ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય બોલરોએ ઓસ્ટ્રેલિયાની ટીમને માત્ર 199ના સ્કોર પર સમેટી દીધી હતી. જવાબમાં 200 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત સારી રહી ન હતી. રોહિત શર્મા, ઇશાન કિશન અને શ્રેયસ અય્યર ખાતું પણ ખોલાવી શક્યા નહીં અને 0 રન બનાવીને આઉટ થયા હતા. ત્યારબાદ કોહલી અને રાહુલની જોડીએ 165 રનની ભાગીદારી કરી હતી. આ સાથે જ કોહલી અને રાહુલની જોડી ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ODI World Cupમાં સૌથી મોટી ભાગીદારી કરનાર જોડી બની ગઈ છે. આ બંને ખેલાડીઓએ અજય જાડેજા અને રોબિન સિંહનો રેકોર્ડ તોડી દીધો છે. જાડેજા અને રોબિને વર્ષ 1999માં 141 રનની ભાગીદારી કરી હતી. જયારે વર્ષ 2019માં રોહિત શર્મા અને શિખર ધવને 127 રનનો ભાગીદારી કરી હતી. 

ધોની અને રૈના નંબર વન 

વિરાટ કોહલી અને કે.એલ રાહુલે ODI World Cupમાં ચોથી વિકેટ માટે બીજી સૌથી મોટી ભાગીદારી કરી હતી. બંને ખેલાડીઓએ વિનોદ કામ્બલી અને નવજોત સિંહ સિદ્ધૂને પાછળ છોડી દીધા છે. કામ્બલી અને સિદ્ધૂએ ODI World Cup 1996માં કાનપૂરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં ઝિમ્બાબ્વે સામે 142 રનની ભાગીદારી કરી હતી. ભારત માટે ODI World Cupમાં ચોથી વિકેટ માટે સૌથી મોટી ભાગીદારીનો રેકોર્ડ એમએસ ધોની અને સુરેશ રૈનાના નામે છે. ધોની અને રૈનાએ ODI World Cup 2015માં ઝિમ્બાબ્વે સામે ઓકલેન્ડમાં 196 રનની ભાગીદારી કરી હતી. 

કોહલીની સ્પેશિયલ ફિફ્ટી

આ પ્રથમ વખત બન્યું છે જયારે ODI World Cupમાં ટાર્ગેટનો પીછો કરતી વખતે કોહલીએ 50થી વધુ રન બનાવ્યા અને ભારતીય ટીમને જીતી મળી હોય. આ પહેલા ODI World Cup 2019માં ટાર્ગેટનો પીછો કરતી વખતે બર્મિંગહામમાં ઈંગ્લેન્ડ સામે 66 રન બનાવ્યા હતા અને તે મેચમાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો.

મિચેલ સ્ટાર્કે ODI World Cupમાં પૂરી કરી 50 વિકેટ 

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાના સ્ટાર ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કે ઈશાન કિશનને આઉટ કરીને ODI World Cupમાં પોતાની 50 વિકેટ પૂરી કરી હતી. આ સાથે જ તે સૌથી ઓછા બોલમાં 50 વિકેટ પૂરી કરનાર બોલર બની ગયો હતો. સ્ટાર્કે આ માટે 941 બોલ ફેંક્યા હતા. જ્યારે શ્રીલંકાને પૂર્વ દિગ્ગજ ખેલાડી લસિથ મલિંગાએ 1187 બોલમાં 50 વિકેટ પૂરી કરી હતી. ODI World Cupમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજ ફાસ્ટ બોલર ગ્લેન મેકગ્રાના નામે છે. તેણે 71 વિકેટ લીધી છે. શ્રીલંકાના પૂર્વ સ્પિનર મુથૈયા મુરલીધરને 68, લસિથ મલિંગાએ 56 અને પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર વસીમ અકરમે 55 વિકેટ ઝડપી છે.


adv

Related News

post
post
post
post
post
post
post