• Home
  • News
  • IPLમાં આજે બેંગલોર vs હૈદરાબાદ:કોહલી પાસે વોર્નરે 2016ની ફાઇનલમાં આપેલી હારનો બદલો લેવાની તક; સનરાઇઝર્સ 2 વખત ચેમ્પિયન, પરંતુ બેંગલોરનું ખાતું ખૂલ્યું નથી
post

સનરાઇઝર્સ હૈદરાબાદે 2016ની IPLની ફાઇનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરને 8 રનથી હરાવ્યું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-21 12:28:59

IPLની 13મી સીઝનની ત્રીજી મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર(RCB)ની વચ્ચે આજે દુબઈમાં રમાશે. RCBના કેપ્ટન વિરાટ કોહલી પાસે સનરાઈઝર્સના કેપ્ટન ડેવિડ વોર્નરે 2016ની ફાઈનલમાં આપેલી હારનો બદલો લેવાની આજે તક છે. ત્યારે વોર્નરે કોહલીને 8 રનથી હરાવીને બીજી વખત જીત મેળવી હતી. ગત સીઝનમાં RCB સૌથી નીચા 8મા નંબરે રહી હતી, જ્યારે હૈદરાબાદ અલિમિનેટર સુધી પહોંચી હતી.

આ પહેલાં હૈદરાબાદ 2009માં પૂર્વ ઓસ્ટ્રેલિયાના વિકેટકીપર એડમ ગિલિક્રિસ્ટની કેપ્ટનશિપમાં આઈપીએલ જીતી ચૂક્યું છે, ત્યારે ટીમનું નામ ડેક્કન ચાર્જર્સ હતું. 2013માં સન ટીવી નેટવર્કે ટીમને ખરીદીને નામ બદલી નાખ્યું હતું.

કોહલી એક ટીમ માટે 50થી વધુ મેચ જીતનારા ચોથા કેપ્ટન હોઈ શકે છે
RCB
2016 સિવાય 2011માં ડેનિયલ વિટોરી અને 2009માં અનિલ કુંબલેની કેપ્ટનશિપમાં ફાઈનલ રમી હતી. જોકે દરેક વખતે ટીમનું નસીબ ખરાબ રહ્યું હતું. વિરાટ RCBના સફળ કેપ્ટન છે. તેમણે 110 મેચમાં ટીમની કેપ્ટનશિપ કરી અને એમાંથી 49માં જીત અપાવી છે. હૈદરાબાદ સામેની મેચ જીત્યા પછી વિરાટ IPLમાં એક ટીમને 50થી વધુ મેચ જિતાડનાર ચોથા કેપ્ટન બનશે.

આ પહેલાં મહેન્દ્ર સિંહ ધોનીએ ચેન્નઈ સુપર કિંગ્સ, ગૌતમ ગંભીરે કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોહિત શર્માએ મુંબઈ ઈન્ડિયન્સને આટલી મેચ જિતાડી છે. ધોની એકમાત્ર કેપ્ટન છે, જેમણે CSKને 100 મેચ જિતાડી છે.

બંને ટીમના મોંઘા ખેલાડી
હૈદરાબાદમાં વોર્નર સૌથી મોંઘો ખેલાડી છે. ટીમ તેમને એક સીઝનના 12.50 કરોડ રૂપિયા આપશે. એ પછી ટીમમાં મનીષ પાંડેનું નામ છે, જેમને આ સીઝનમાં 11 કરોડ રૂપિયા મળશે. જ્યારે RCBમાં કોહલી 17 કરોડ અને એબી ડી વિલિયર્સ 114 કરોડ રૂપિયાની કિંમતની સાથે સૌથી મોંઘા પ્લેયર છે.

બંને ટીમમાં સ્પિનર્સની મહત્ત્વની ભૂમિકા રહેશે
હૈદરાબાદની પાસે વિશ્વનો નંબર-1 બોલર અને લેગ સ્પિનર રાશીદ ખાન છે. નંબર-1 ઓલરાઉન્ડર અને ઓફ સ્પિનર મોહમ્મદ નબી સિવાય ડાબેરી સ્પિનર નદીમ પણ છે. જ્યારે બેંગલોરમાં લેગ સ્પિનર યુજવેન્દ્ર ચહલ, અડમ જંપા અને ઓફ સ્પિનર વોશિંગ્ટન સુંદર પણ છે.

પિચ અને મોસમ રિપોર્ટઃ દુબઈમાં મેચ દરમિયાન આકાશ સાફ રહેશે. તાપમાન 27થી 37 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની શકયતા છે. પિચથી બેટ્સમેનને મદદ મળી શકે છે. અહીં સ્લો વિકેટ હોવાને કારણે સ્પિનર્સને પણ અનુકૂળતા રહેશે. ટોસ જીતનાર ટીમ પહેલા બેટિંગ કરવાનું પસંદ કરશે. અહીં રમાયેલી 62 T-20માં પ્રથમ બેટિંગ કરનારી ટીમનો જીતનો સક્સેસ રેટ 56.45 ટકા રહ્યો છે.

·         આ મેદાન પર રમાયેલી કુલ T-20: 62

·         પ્રથમ બેટિંગ કરનારી ટીમનો વિજયઃ 35

·         પ્રથમ બોલિંગ કરનારી ટીમનો વિજયઃ 26

·         પ્રથમ ઈનિંગમાં ટીમનો સરેરાશ સ્કોરઃ 144

·         બીજી ઈનિંગમાં ટીમનો સરેરાશ સ્કોરઃ 122

હેડ-ટુ-હેડ
બંનેની વચ્ચે અત્યારસુધીમાં 15 મેચ રમાઈ છે. એમાંથી હૈદરાબાદે 8 અને બેંગલોરે 6 મેચ જીતી છે. 1 મેચ કોઈપણ પરિણામ વગરની રહી છે. ગત બંને સીઝનની વાત કરવામાં આવે તો બંને ટીમની વચ્ચે રમાયેલી 4 મેચમાં 2-2ની બરાબરી રહી છે.

વોર્નર અને વિલિયમ્સન હૈદરાબાદના મજબૂત બેટ્સમેન
હૈદરાબાદની પાસે વોર્નર સિવાય જોની બેયરસ્ટો, કેન વિલિયમ્સન, પ્રિયમ ગર્ગ અને મનીષ પાંડે જૈવા બેટ્સમેન છે. બોલિંગમાં ભુવનેશ્વર કુમાર સિવાય ખલીદ અહમદ અને યુવા વિરાટ સિંહ પણ છે.

કોહલી IPLમાં સૌથી વધુ રન બનાવનાર પ્લેયર
RCB
માં વિરાટ કોહલી સિવાય એબી ડી વિલિયર્સ અને એરોન ફિંચ જેવા બેટ્સમેન છે. ઓલરાઉન્ડરમાં ટીમની પાસે ક્રિસ મોરિસ, મોઈન અલી અને વોશિંગ્ટન સુંદર છે. બોલિંગ ડિપાર્ટમેન્ટમાં RCBને યુજવેન્દ્ર ચહલ સિવાય ઉમેશ યાદવ અને નવદીપ સૌની સપોર્ટ કરશે. કોહલી IPLમાં સૌથી વધુ 5412 રન બનાવનાર પ્લેયર પણ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post